જીવનમાં નિરાશ થાઓ તો આ સત્ય કહાની પ્રેરણા આપશે !

જો તમે કોશિશ કરો છતાય સફળતા ના મળે તો નિરાશ ના થશો…પણએ માણસ ને યાદ કરો,..

જે 21 વર્ષ ની ઉંમરે બોર્ડ મેમ્બર ની ચુંટણી લડ્યો અને બહુ ખરાબ રીતે હારીગયો…

22 વર્ષે વ્યવસાય શરુ કર્યો પણ એમાંયઅપાર નુકસાન વેઠયું…

27 વર્ષ ની ઉંમરે પત્ની એ છૂટાછેડા આપી દીધા,પત્ની ના વિયોગે 28 વર્ષ ની ઉંમરે”મેજર ડીપ્રેશન ડિસ્ઓર્ડર” ની બીમારીથઇ…

30 વર્ષે બીમારી માંથી બહાર આવ્યો, 32 વર્ષ ની ઉંમરે સાંસદ પદ માટે ઉભો રહ્યો એમાય હારી ગયો…

37 વર્ષે કોગ્રેસ ના સેનેટ સભ્ય ની ચુંન્ટણી માં પણ હારી ગયો…

42 વર્ષે ફરી સાંસદ પદ ની ચુંન્ટણી માટે ઉભો રહ્યો, પાછો હારી ગયો…

47 વર્ષે ઉપરાષ્ટ્રપતિ માટે ઉમ્મેદવારી નોધાવી, પણ એમાંય કારમી હર ભોગવી…

પણ…….51 વર્ષ ની ઉંમરે એજ વ્યક્તિ અમેરિકાનો રાષ્ટ્રપતિ બન્યો.અને એ અમેરિકા ના 16 માં રાષ્ટ્રપતિ ને આજેય દુનિયા યાદ કરે છે.જેનું નામ હતું,”અબ્રાહમ લિંકન”…

ઈતિહાસ કહી ગયો છે આશા ના છોડશો. નવેસર થી ફરી શરૂઆત કરો. તમે સફળતા ના મોહતાજ નથી, એ તમારી મોહતાજ છે…

સંકલન : રાજ પટેલ

ટીપ્પણી