સાયબર એટેક વિષે આટલું જાણી લો અને શીખો કેમ એલર્ટ રહેવું

પ્રોફેશનલ સાયબર ઇન્વેસ્ટીગેટોર નિકુંજ રાવત વતી આ મેસજ કમ્પ્યુટર યુઝર અને મોબાઇલ યુઝર માટે છે !!

જયારે આ એટેક થાય તારે સીસ્ટમ આ રીતે લોક થઇ જાય છે…

ફ્રેન્ડસ..! હાલ માં ઘણા સમય થી રેન્સમવેર attack ની જપેટ માં ધણી કંપનીઓ અને સરકારી ઓફિસના ઘણા કમ્પ્યુટરોને ખુબજ નુકસાન થયુ છે. તેમ જ મોબાઇલ રેન્સમવેરથી ઘણી વ્યક્તિના મોબાઇલ માંથી પર્સનલ ડેટા પણ ચોરી થયા છે. તેમજ રેન્સમવેરની જપેટ માં આવેલા કોઈ પણ કમ્પ્યુટર પર કોઈ પણ એન્ટી વાયરસની અસર થતી નથી, ના છુટકે લોકોને પોતાના પર્સનલ ડેટા ગુમાવા ની વારી આવે છે. એટલા માટે આપણે બધા એ ચેતવું ખુબ જ જરૂરી છે જ …!

રેન્સમવેર શું છે? :

રેન્સમવેર એક પ્રકારનો વાયરસ છે જે તમારી સિસ્ટમ ના બધા ડેટા જેવા કે વિડીયો ઓડિયો ફોટોગ્રાફ ડૉકયુમેન્ટ વગેરેને લોક કરીનાખે છે અને એક મેસેજ આવે છે, તેમાં ડોલર માં પૈસાની માગણી કરવા માં આવે છે જ્યાં સુધી પૈસા ચૂકવણી કરવામાં ન આવે ત્યાં સુધી કમ્પ્યુટર સિસ્ટમની અંદર તમેને પ્રવેશ કરવા નથી દેતા. અહી હેકરો એ બીટકોઈન ની માંગણી કરેલી છે..તે એક પ્રકાર નું આંતરરાષ્ટ્રીય ડીજીટલ ચલણ છે..!

રેન્સમવેર એટલે :

રેન્સમવેર મની ચૂકવણી કરવામાં ન આવે ત્યાં સુધી કમ્પ્યુટર સિસ્ટમની અંદર પ્રવેશને અવરોધિત કરવા માટે રચાયેલ એક દૂષિત વાયરસ નો એક પ્રકારનો સૉફ્ટવેર છે. ટૂંક માં રેન્સમવેર એટલે ડેટા કિડનેપર છે પૈસા માટે હેકર ડેટા ને કિડનેપ કરે, “પૈસા આપો અને ડેટા લઈજાવ પોલિસી ”

રેન્સમવેર થી બચવા માટે ઉપયોગ બાબતો :

૧. ક્યારેય કોઈ પણ અજાણ્યા ઇમેઇલ ઓપન ન કરવા.
૨. ભૂલે ચુકે પણ કોઈ અટેચમેન્ટ, કોઈ પણ મીડિયા ફાઇલ કે ડૉકયુમેન્ટ ડાઊનલોડ કે ઓપન ન કરવા..
૩. કોઈ પણ શંકાસ્પદ લાગતી કોઈ પણ અજાણી વેબસાઈટને ખોલવી નહિ.
૪. થોડા દિવસ માટે બને તો ઓનલાઈન વ્યહવાર ના કરો તો બેસ્ટ ! To be on safer side…

જ્યાં સુધી આ માટે ઓફીશીયલ સોલ્યુશન ના આવે ત્યાં સુધી એક જ ઉપાય છે…લોકો ને જાગૃત કરો…બને એટલા ને બચાવો !!

ટીપ્પણી