ઇન્દોરી પૌવા – ઝડપી બની જતા આ પૌવા ખુબ જ સ્વાદિષ્ટ છે….

ઇન્દોરી પૌવા

પૌવા તો આપણે ઘણી અલગ અલગ રીતે બનાવીએ જેમ કે કાંદા પૌવા,મસાલા પૌવા,પિંક પૌવા…..આ રીતે ઘણી અલગ અલગ રીતે બનાવીએ તો હવે એમાં ની એક આ રીત ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી અને સહેલાઇ થઈ ઝટપટ બની જાય એવા.

સામગ્રી

 • 2 વાટકા પલાળેલા પૌવા,
 • 2 લીલા મરચાં ઝીણાં સમારેલા,
 • 1 ટી સ્પૂન તેલ,
 • 1/2 ચમચી હળદર,
 • ચપટી હિંગ,
 • મીઠું સ્વાદ અનુસાર,
 • 1 ચમચી ખાંડ,
 • 1 નાની વાટકી તળેલા શીંગદાણા( ઓપસનલ),
 • લીમડો.

ગાર્નિશ માટે

 • લીંબુ,
 • નાયલોન સેવ,
 • ડુંગળી ઝીણી સમારેલ,
 • કોથમીર,
 • દાડમ ના દાણા (ઓપસનલ).

બનાવની રીત

સૌ પ્રથમ પૌવા ને ધોઈ 5 મિનિટ પલાળી લો.હવે એક પેન માં તેલ ગરમ કરો તેલ ગરમ થઇ એટલે તેમાં રાઈ, હિંગ,લીમડો,લીલા મરચાં, હળદર આ બધું ઉમેરી 1 થી 2 સેકેન્ડ સાંતળો.હવે તેમાં પલાળેલા પૌવા નાખો,પછી તેના પર ખાંડ અને મીઠું નાખી મિક્સ કરો.1 કે 2 મિનિટ પછી તળેલા શીંગ દાણા ઉમેરી મિક્સ કરી ગેસ બંધ કરી દો.

હવે સર્વિંગ પ્લેટ માં લઇ તેના પર લીંબુ નો રસ, સેવ,ડુંગળી,કોથમીર,દાડમ ના દાણા નાખી સર્વ કરો.

નોંધઃ આમાં ડુંગળી ઝીણી સમારી ને અંદર પણ નાખી શકાય. શીંગ દાણા ઉમેરો નઈ તો ચાલે. લીંબુ નો રસ પૌવા બનાવતી વખતે પણ ઉમેરી શકો. પૌવા એક એવો નાસ્તો છે જે ગમે ત્યારે બધા ને પસંદ આવે તો હવે ક્યારેક ઉતાવળ હોઈ ક પછી મહેમાન આવી જાય અચાનક તો હવે આ પૌવા ટેસ્ટ કરાવજો મહેમાન ને પણ પસંદ આવશે અને તમને પણ એમ થશે કે કાંઈક નવી વેરાયટી બનાવી. જ્યારે ઓફિસે માં હાફ ડે હોઈ ત્યારે આ પૌવા તમે પણ ટિફિન માં લઇ જઈ શકો.

રસોઈની રાણી : ચાંદની ચિંતન જોશી ( જામનગર )

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી