‘ઇન્ડિયન સ્ટાઇલ રવા પીઝા’: બનાવો આજે એક અલગ જ ટેસ્ટના પીઝા, બાળકો ખુશ ખુશ થઇ જશે.

ઇન્ડિયન સ્ટાઇલ રવા પીઝા 

સામગ્રી

2 વાટકી રવો,
1 વાટકી દહીં,
ચપટી સોડા,
પાણી જરૂર મુજબ.

ટોપિંગ માટે સામગ્રી

1 વાટકી ઝીણા સમારેલ ટામેટા,
1 વાટકી ઝીણી સમારેલ ડુંગળી,
1/2 વાટકી ઝીણું સમારેલ લીલું મરચું,
મીઠું સ્વાદ અનુસાર,
1/2 મરી પાવડર,
2 ચમચી ટામેટા સોસ,
1 ચમચી રેડ ચીલ્લી સોસ,
2 ટી સ્પૂન તેલ.

ગાર્નિશ માટે
ઝીણી સેવ,
કોથમીર.

બનાવાની રીત

સૌ પ્રથમ રવા ને એક મોટા બાઉલમાં લઇ તેમાં મીઠું અને દહીં ઉમેરી 15 મિનિટ ઢાંકીને રાખી દો.

ત્યાં સુધીમાં ટામેટા, ડુંગળી,લીલું મરચું એ બધું સમારી લો.

હવે રવાનું ખીરું થોડું પાણી ઉમેરી ઢીલું કરો.(ઉત્તપમના ખીરા કરતા થોડું જાડું રાખવું)

હવે તેમાંથી થોડું ખીરું નાના બાઉલમાં લઇ તેમાં ચપટી સોડા ઉમેરો.

હવે એક નોનસ્ટિક પેન ગરમ થવા મુકો ગરમ થાઈ એટલે તેમાં તેલ લગાડી ખીરું ઉમેરો.ખીરાને ચમચાથી પાથરવું નહીં.હવે તેને ઢાંકી ને 2 થી 3 મિનિટ પાકવા દો.

3 મિનિટ પછી બીજી બાજુ 2 મિનિટ પાકવા દો.

તો હવે આપણું પિઝા બેઝ તેયાર છે.

તેના પર રેડ ચીલ્લી સોસ અને ટામેટા સોસ લગાડી પછી ટામેટા,ડુંગળી,મરચા,મીઠું,મરી પાવડરં બધું ઉમેરી સેવ અને કોથમીર નાખી પિઝા કટર થી કટ કરી સર્વ કરવું.

નોંધઃ સેવની જગ્યા એ ચીઝ પણ નાખી શકાય. ઓરેગાનો ચીલ્લી ફ્લેક્સ પણ ઉમેરી શકાય. ટામેટા, ડુંગળી કાચા ના ભાવે તો 1 ચમચી તેલ મૂકી થોડા સાંતળી લેવા. કેપ્સીકમ,ગાજર,કોબી જેવા વેજીટેબલ્સ પણ ઉમેરી શકાય તો તેયાર છે ઇન્ડિયન સ્ટાઇલ રવા પીઝા.

રસોઈની રાણી : ચાંદની ચિંતન જોશી(જામનગર)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી

ટીપ્પણી