હવે જયારે પણ વિચાર આવે કે આપણા રૂપિયાની કોઈ કિંમત નથી ત્યારે આ વાંચી લેજો…

દસ એવા દેશ જ્યાં એક ભારતીય રૂપિયો તમને એક ટોફી કરતાં પણ કંઈક વધારે અપાવી શકે તેમ છે !
અરે મારે તો મહિનાનો છેડો લાવતા લાવતા દમ નીકળી જાય છે. મને તો એ પણ યાદ નથી રહેતું કે મેં રૂપિયા ક્યાં ખર્ચી નાખ્યા. મને તો એવું જ લાગે છે કે રૂપિયાની કોઈ કીંમત જ નથી રહી. કે પછી હું ખોટું વીચારું છું ?
આ દસ રાષ્ટ્રોમાં, આપણા એક રૂપિયાની કીંમત તેમની પોતાની કરન્સી કરતાં પણ ઉંચી છે. આ સાંભળી મને તો આપણે જાણે ઘણા અમીર હોઈએ તેવું લાગી રહ્યું છે.

તો ચાલો જાણીએ આ દસ રાષ્ટ્રો વિષે !

1. શ્રી લંકા

1 રૂપિયો = 2.39 LKR ( શ્રી લંકન રૂપી)
આપણી દક્ષિણે આવેલા આ નાનકડા ટાપુ સમા દેશનું સમુદ્રી સૌંદર્ય અદ્ભુત છે, તેના મંત્રમુગ્ધ કરી દેતાં વરસાદી વનો અને શુષ્ક મેદાનોથી માંડીને પર્વતાળ પ્રદેશ તેમજ સુંદર સમુદ્રી તટો ખરેખર તમને તાજગી બક્ષે છે.

2. વિયેટનામ

1 રૂપિયો = 356.13 VND (વિયેટનામિઝ ડોન્ગ)
આ દક્ષિણ-પૂર્વીય એશિયન દેશ તેના સમુદ્રી તટ, નદીઓ, ચહેલપહેલવાળા શહેરો અને બૌદ્ધધર્મમાં તરબોળ સમૃદ્ધ સંસ્કૃતિ માટે જાણીતો છે.

3. ઇન્ડેનેશિયા

1 રૂપિયો = 206.05 IDR (ઇન્ડોનેશિયન રૂપિયાહ)
આ ટાપુ સમો દેશ હજારો જ્વાળામુખીનો બનેલો છે, આ દક્ષિણ-પૂર્વીય એશિયન દેશ સેંકડો વંશિય જૂથોનું ઘર છે, અને ત્યાંનું જંગલજીવન જેમ કે કોમોડો ડ્રેગન્સ, ઉરાંગઉટાંગ્સ અને વાઘ ખરેખર દુર્લભ છે.

4. કોસ્ટા રિકા

1 રૂપિયો = 9.02 CRC (કોસ્ટા રિકન કોલોન)
કોસ્ટા રીકામાં પણ સુંદર સમુદ્રી તટો, જ્વાળામુખીઓ અને જૈવ વૈવિધ્યતા ધરાવતા સંરક્ષિત વિશાળ જંગલો આવેલા છે જેમાં સ્પાયડર મંકી તેમજ ક્વેટઝલ પંખીઓ આવેલા છે.

5. સાઉથ કોરિયા

1 રૂપિયો = 17.59 KRW (સાઉથ કોરિયન વોન)
દક્ષિણ કોરિયા તેની ચેરીની વાડીઓ તેમજ સદીઓ જુના બૌદ્ધ મંદિરો તેમજ મોહક ગ્રામિણ વિસ્તારો માટે જાણીતું છે, આ ઉપરાંત સાઉથ કોરીયા સમુદ્ર કાંઠાના મત્સ્ય ઉદ્યોગ માટેના ગામડાઓ માટે પણ જાણીતું છે.

6. હંગેરી

1 રૂપિયો = 4.04 HUF ( હંગેરીયન ફોરિન્ટ)
જો તમે રજાઓ ગાળવા માટે વિચારતા હોવ તો આ જગ્યા પર્ફેક્ટ છે. હંગેરીના શહેરો વાસ્તુકલાના ઉત્તમ નમૂના પૂરા પાડે છે ઐતિહાસિક નિઓક્લાસિકલ ઇમીરતોથી માંડીને પેસ્ટ્સનું એન્ડ્રેસી એવેન્યુ, બુડાની મધ્યકાલીન કેસલ હીલ અને 19મી સદીનો ચેઇ બ્રીજ.

7. કોમ્બોડિયા

1 રૂપિયો = 63.27 KHR (કોમ્બોડિયન રિયલ)
કોમ્બોડિયા એ અંગકોર વાટના ખંડેરોનું ઘર છે, ચમકતા ચોખાના તેમજ શેરડીના વિશાળ ખેતરો. તેની રાજધાની ફેનોમ પેન્હ, તેના નદીકાંઠાના સ્થળો, તેમજ વિશ્વસ્તરીય વાઇનીંગ તેમજ ડાઈનીંગ દૃશ્ય માટે જગવિખ્યાત છે.

8. પેરાગ્વે

1 રૂપિયો = 88.74 PYG (પેરાગ્વેઅન ગુઅરાની)
ચારે દિશાએથી જમીનથી ઘેરાયેલો આ પેરાગ્વે દેશ, તેના સબટ્રોપિકલ જંગલો, સવાનાહ, દલદલી જંગલોમાંની ચાકોની મેનેનાઇટ કોલોનીઓ, અને તેનો અસામાન્ય ઇતિહાસ તમને અહીં ચોક્કસ ખેંચી લાવશે.

9. આઈસલેન્ડ

1 રૂપિયો = 1.65 ISK (આઇસલેન્ડિક ક્રોના)
એક નેર્ડિક આઈલેન્ડ રાષ્ટ્ર, આઈસ લેન્ડ તેના અનોખા જ્વાળામુખી, ગ્લેશિયર, ગરમ પાણીના જરા અને લાવાના મેદાનો સાથેના નાટ્યાત્મક પરિદ્રશ્યો માટે જાણીતુ છે. તેની સાથે સાથે તેનું સમૃદ્ધ સાંસ્કૃતિક જીવન, હસ્તકળાઓ તેમજ ભોજન પણ તમને આ દેશની મુલાકાત લેવા લલચાવે તેવા છે.

10. જાપાન

1 રૂપિયો = 1.73 JPY (જાપાનીઝ યેન)
ઉગતા સુરજનો દેશ, પ્રાચીન અને અર્વાચીનના સંતુલનનું એક ઉત્તમ ઉદાહરણ છે, અહીં ભૂતકાળ તેમજ વર્તમાન એક સાથે જીવી રહ્યા છે. તેની અત્યાધુનિક ઇમારતો અને પ્રાચીન મંદીરો, સુંદર ચેરીબ્લોઝમના ઘટાદાર વૃક્ષોથી ઘેરાયેલા છે.
તો પછી તોડી નાખો તમારો ગલ્લો અને નીકળી પડો આ દેશોના પ્રવાસે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અવનવી માહિતી વાચવા અને જાણવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી