તે માત્ર સોનેરી જીવન જ નથી જીવતા પણ તેમનું ઇન્સ્ટાગ્રામનું એકાઉન્ટ પણ તેટલું જ આંજી નાખે તેવું હોય છે !

ભારતીય બિઝનેસ ટાઇકૂન્સના આ દસ શ્રીમંત બાળકો વિષે તમે ચોક્કસ જાણવા ઇચ્છશો.

જ્યારે ભારતીય ઉદ્યોગ સમ્રાટોની વાત કરવામાં આવે ત્યારે તેમનું જીવન પણ અન્ય સેલિબ્રિટિઓની જેમ એક ખુલ્લા પુસ્તક જેવું જ હોય છે. પછી અંબાણીના ઘરમાં થતી અંબાણી પાર્ટીની વાત હોય કે પછી તેમના ‘ગણપતિ ફેસ્ટિવલ’ની વાત હોય, ભારતના ઉદ્યોગ સમ્રાટો ભારતની અર્થ વ્યવસ્થા તેમજ ઉચ્ચ સમાજ પર બહોળો પ્રભાવ પાડે છે. અને જો કોઈ ‘વર્ક હાર્ડ, પાર્ટી હાર્ડર’ના મંત્ર પર જીવતું હોય, તો તે છે આ ઉદ્યોગ સમ્રાટના લાડકા બાળકો, તેઓ સીલ્વર સ્પૂન સાથે જન્મ્યા હોય છે અને તેમના પર તેમના સમૃદ્ધ ઉદ્યોગને ભવિષ્યમાં ચલાવવાની જવાબદારી પણ હોય છે. તે માત્ર સોનેરી જીવન જ નથી જીવતા પણ તેમનું ઇન્સ્ટાગ્રામનું એકાઉન્ટ પણ તેટલું જ આંજી નાખે તેવું હોય છે !

1. તાનિયા શ્રોફ

યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડના જયદેવ શ્રોફની દીકરી. તાનિયા 2015માં ત્યારે લાઇમ લાઇટમાં આવી જ્યારે તેના સંબંધો સુનિલ શેટ્ટીના દીકરા આહાન શેટ્ટી સાથે જાહેર થયા.

તેણી એક સ્થાપિત ફેશન ડિઝાઈનર બનવા માગે છે, તાનિયાનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પણ તમને નરી ફેશન જોવા મળશે. તેણી પોતાની ઇલેક્ટ્રીક સ્ટાઇલ માટે જાણીતી છે, તેણી પોતાની પ્રોફાઈલ દ્વારા આપણને દર્શાવી દે છે કે તેણી એક અંજાવી નાખતું જીવન જીવી રહી છે.

2. અનન્યા બિરલા

આદિત્ય બિરલા ગૃપના કુમાર મંગલમ બિરલાની 22 વર્ષીય દીકરી, તેણી સ્વતંત્ર માઇક્રો ફાયનાન્સ અને ક્યુરોકર્ટેની સ્થાપક છે અને તેણી એક સંગીતકાર પણ છે.
તેણી પોતાની આ ત્રણે કારકીર્દીને આટલી યુવાન વયે પણ એક નિષ્ણાતની જેમ હેન્ડલ કરી રહી છે, અને જ્યારે ફેશનની વાત થતી હોય તો તેણી એક ટ્રેન્ડ સેટર છે.

3. નિર્વાણ બિરલા
નિર્વાણ બિરલા યશોવર્ધન બિરલાનો 23 વર્ષીય પુત્ર છે, તે યશ બિરલા ગૃપનું બિઝનેસ ડેવલપમેન્ટ સંભાળે છે. આટલા મોટા સામ્રાજ્યની આટલી મોટી જવાબદારી છતાં ક્યારેક ક્યારેક તેની સની સાઇડ તો દૃશ્યમાન થઈ જાય છે.

તેનું ઇન્સ્ટાગ્રામ તેના પ્રવાસો અને તેના એન્જોયમેન્ટની તસવીરોથી છલકાય છે.

4. અક્ષત રાજન

ગેમોન ઇડિયાના અભિજીત રાજનનો 19 વર્ષિય દીકરો TEDXTuftsમાં ક્યૂરેટર છે. તમે કદાચ આ ફેમિલી વિષે કંઈ ખાસ નહીં જાણતા હોવ. કારણ કે તેઓ ખુબ જ સાદા અને સરળ છે, પણ તે પોતાની બહેન અનુશ્કાના લગ્નમાં શો સ્ટોપર હતો.

તાજેતરમાં તે જાહ્નવી કપૂરનો બોયફ્રેન્ડ હોવાના કારણે પણ લાઇમ લાઇટમાં આવ્યો હતો. તેઓ ડીયર ઝિંદગી ફિલ્મના સ્ક્રિનિંગ વખતે સાથે જોવા મળ્યા હતા.

5. અનુષ્કા રાજન


ગેમોન ઇડિયાના અભીજીત રાજનની દીકરી, અનુષ્કા એકમેશ્કાની સ્થાપક છે, તેણી 26 વર્ષની યુવા વયે એક રાઇટર તેમજ ક્રિયેટીવ પ્રોડ્યુસર પણ છે. આટલી નાની ઉંમરે તેણી એક સફળ વ્યવસાયી છે, તેણી એક ફેશન ફ્રિક પણ છે.
થોડા સમય પહેલાં તેણી પોતાના અત્યંત વૈભવી લગ્ન માટે લાઇમ લાઇટમાં આવી હતી અને તેણે ઇફોર્ટલેસલી પોતાના બ્રાઇડલ અવતાર કેરી કર્યો હતો.

6. ઇશા અંબાણી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી અને નિતા અંબાણીની દીકરી, તેણી રિલાયન્સ જીઓ ઇન્ફોકોમ અને રિલાયન્સ રીટેઈલની ડિરેક્ટર છે. તેણીએ યેલે યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે, તેણીને એથનિક વસ્ત્રો તેમજ વ્યવસ્થિત રીતે સીવેલા સૂટ્સ પસંદ કરે છે !
તેણીની ફેશન સેન્સ ઇન્પેકેબલ અને ઓન પોઇન્ટ હોવા છતાં તેણી ઇન્સ્ટાગ્રામ પર કંઈ ખાસ એક્ટિવ નથી.

7. માનસી કિર્લોસ્કર

તેણી પોતાના ગંજાવર ઉદ્યોગની એક માત્ર વારસદાર છે, તેણી પોતાના પિતાના બિઝનેસ જીન્સની પર્ફેક્ટ વારસદાર છે. જો કે તેણી તેની સાથે સાથે કળાની પણ કદરદાન છે. તેણી કેરિંગ વિથ કલર્સ નામના એનજીઓની સ્થાપક પણ છે. તેણીને પાણીમાં ઊઁડે ડાઈવિંગ કરવું અને વાંચન કરવું ખુબ પસંદ છે અને તેણીને કળા પ્રત્યે પણ અપાર લગાવ છે.
જો તમે તેના ઇન્સ્ટાગ્રામની પોસ્ટો જોશો તમને ખ્યાલ આવશે કે તેણી પોતાના જીવનમાં મસ્ત છે અને તદ્દન અપરંપરાગત અને અગમ્ય પસંદગી ધરાવે છે અને તે કારણે જ ઇડસ્ટ્રીમાં તેનો દેખાવ તદ્દન નવો જ લાગે છે.

8. શ્લોકા બિરલા

યશ બિરલા ગૃપના યશ બિરલા અને અવંતિ બિરલાની પુત્રી, તે તેણીની અત્યંત ગ્લેમરસ માતાની કાર્બન કોપી છે. 18 વર્ષિય તેણી હાલ જર્મન સ્કૂલમાં અભ્યાસ કરી રહી છે.
તે તો સ્પષ્ટ છે કે તેણી ભવિષ્યની ફેશનિસ્ટા છે.

9. અનમોલ અંબાણી

રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ચેયરમેન અનિલ અંબાણીનો પુત્ર, વોરવિક બિઝેસ સ્કૂલનો ગ્રેજ્યુએટ છે, તેનામાં પણ પોતાના પિતા તેમજ દાદાના બિઝનેસ જીન્સ સમાયેલા છે અને આજે 25 વર્ષની નાની ઉમરે પણ તે પોતાના વ્યવસાયમાં સારો દેખાવ કરી રહ્યો છે. તે હાલ રિલાયન્સ કેપિટલનો એક્ઝીક્યુટિવ ડિરેક્ટર છે. તે પણ પોતાના પિતાની જેમજ ટેઇલર્ડ સૂટ પહેરવાનો શોખીન છે, અને તેની સ્ટાઇલ પણ તેના પિતા જેવી જ છે.

10. રાધિકા ગોએન્કા

વેલસ્પન ગૃપના બી કે ગોએન્કાની દીકરી, રાધિકા લિન્જરી શોપની સ્થાપક છે. તેણી બોસ્ટનની વેલેસ્લી કોલેજની ડીગ્રી ધરાવે છે, શ્રીમંત કુટુંબમાં જન્મવાનો લાભ તેણે હકારાત્મક રીતે ઉઠાવી જાણ્યો છે. તેણીએ પોતાનું જ લિન્જરી લેબલ લોન્ચ કર્યું છે.
એ તો સત્ય જ છે કે આ બાળકો એક પહેલેથી જ સ્થાપિત ઉદ્યોગ સામ્રાજ્યના વારસદાર છે, તેમ છતાં તેઓ પોતાની આગવી ઓળખ ઉભી કરવામાં જરા પણ પાછા પડે તેમ નથી અને તેઓ પોતાને વારસામાં મળનાર ઔદ્યોગિક જવાબદારીઓથી પણ સારી રીતે પરિચિત છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અવનવી માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી