ઇન્ડિયન મંચુરિયન

બાળકોને મંચુરિયન વધારે જ ભાવતું હોય છે. આપણા લાડકવાયા બાળકોને કંઈક અલગ કરીને પીરસીએ તો કેવું સારું ? તો ચાલો, આજે ભજીયા અને મંચુરિયનનું ફયુઝન બનાવીએ…! એકદમ ન્યુ રેસીપી !!

ઇન્ડિયન મંચુરિયન

સામગ્રી:

૧ કપ સમારેલી મેથી
૨ કપ છીણેલી દુધી
૨ કપ છીણેલું ગાજર
૧.૫ કપ ઝીણું સમારેલ કોબી
૨ tsp તીખા લીલા મરચાની પેસ્ટ
મીઠું
જરૂર મુજબ કોર્ન ફ્લોર
૧ કપ ચણાનો લોટ

સામગ્રી:

સૌ પ્રથમ દુધી ગાજરના છીણમાં મીઠું નાખી બાજુ પર રહેવા દયો. તેનું પાણી નીકળી જાય એટલે તેમાં મેથી, કોબી, લીલા મરચાની પેસ્ટ મિક્ષ કરવી.

હવે તેમાં ચણાનો લોટ ઉમેરી હલાવી લેવું. જો વધારે પાણીવાળું લાગે તો કોર્ન ફ્લોર નાખવાનો. તરત ને તરત ગરમ તેલમાં ગોલ્ડન તળી લેવા. તો તૈયાર છે સોસ જોડે પીરસવા ઇન્ડિયન મંચુરિયન !

નોંધ:

આમાં સોયા સોસ નાખી શકાય. ચાઈનીઝ મંચુરિયનની જેમ ગ્રેવીવાળા કરી શકાય.

સોઈની રાણી: હિરલ ગામી (જામનગર)

આપ સૌ ને મારી વાનગી કેવી લાગી અચૂક કહેજો !

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block