આજે વાંચો અને જાણો ભારતના આ અબજોપતિ વ્યક્તિઓના ઘર વિષે..

અમે શરત લગાવીએ છીએ કે ભારતીય અબજોપતિઓના આ અત્યંત શ્રીમંત ઘરો વિષે તમે નહીં જાણતા હોવ.
આપણે બધા એ જાણીએ છીએ કે મુકેશ અંબાણી મુંબઈ સ્થિત અત્યંત વૈભવશાળી મકાન એન્ટિલાના માલિક છે.
પણ શું તમને એ ખબર હતી કે ભારતમાં 132 અબજોપતિ છે ? આ બિઝનેસ ટાઇકૂન્સ અત્યંત વૈભવશાળી જીવશૈલી જીવે છે અને નિઃશંક પણે તેઓ રજરજ વૈભવમાં જીવી રહ્યા છે. તેમના આ અતિ વૈભવિ મકાનો દેશના આલા વિસ્તારોમાં સ્થિત છે.

અહીં અમે તમને દેશના 7 અબજોપતિ તેમજ તેમના વૈભવશાળી મકાનો વિષે જણાવવા જઈ રહ્યા છીએ.

1. એબોડ, અનિલ અંબાણી

રિલાયન્સના અધ્યક્ષ, અનિલ અંબાણીનું આ ઘર મુંબઈના પાલી હિલ વિસ્તારમાં આવેલું છે. આ મકાન લગભગ 5000 કરોડનું છે.

2. રતન ટાટાઝ કેબિન્સ

રતન ટાટાએ પોતાના કોલાબા, મુંબઈ સ્થિત આ મકાનમાં રેહવાનું તેમની નિવૃત્તિ બાદ શરૂ કર્યું હતું. ત્રણ માળનું આ મકાન એક ડુપ્લેક્ષ છે તેમનું આ મકાન લગભગ 125 કરોડનું છે.

3. આનંદ મહિન્દ્રા – ગુલિસ્તાન

મહિન્દ્રાના વાઇસ પ્રેસિડેન્ટ અને એમડી, આનંદ મહિન્દ્રા લિપિયન સી રોડ સ્થિત આ ત્રણ માળના બંગલોમાં રહે છે. 13000 સક્વેર ફીટના આ ગુલિસ્તાનની કિંમત લગભગ 270 કરોડ છે.

4. મુકેશ અંબાણી, એન્ટિલા

મુકેશ અંબાણીના આ અતિ વૈભવી મકાન વિષે તો કોઈ જ અજાણ નહીં હોય. ભારતનું આ અતિ મોંઘેરું મકાન છે. એન્ટિલાની અંદાજીત કિંમત 10,000-12,000 કરોડ સુધીની છે.

5. ગૌતમ સિંઘાનિયા, જે કે હાઉસ

રેમન્ડના ચેરમેનની આ ત્રીસ માળની ઇમારત મુકેશ અંબાણીના એન્ટિલા નજીક આવેલી છે.

6. શાહ રુખ ખાન, મન્નત

કીંગ ખાન બોલિવૂડનો સૌથી શ્રીમંત અભિનેતા છે. બેન્ડ સ્ટેન્ડ સ્થિત ‘મન્નત’ બંગલો લગભઘ 125-130 કરોડનો છે.

7. શશી અને રવિ રુઇયા, લક્ષ એબોડ

ધી એસ્સાર ગૃપના ચેરમેન શશી રુઈઆ અને વાઇસ ચેરમેન, રવિ રુઇયા આ ટીસ જાન્યુઆરી માર્ગ સ્થિત અત્યંત વૈભવિ મકાન ધરાવે છે જેની લગભગ કિંમત રૂ. 120 કરોડ છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અવનવી જાણકારી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી