3 નંબરના ખિલાડી વિષે તો જાણીને ચોંકી ગયા છે ઘણા મિત્રો…

જયારે આપણે જીવનમાં કોઈ સાથી સાથે સેટ્ટલ થવાનું વિચારીએ ત્યારે આપણે એવું ઇચ્છિએ કે તે આપણી જ આયુના હોય અથવા આપણા થી બે કે ત્રણ વર્ષ નાના કે મોટા. આ વિચારની પાછળનું આદર્શ વિચારવિજ્ઞાન એ છે કે કાયમના સાથી સાથેના સબંધો એવા વ્યક્તિ સાથે સારા રહે કે જેમના વિચારોનું લેવલ પણ એક સરખું હોય.

પણ જયારે કોઈ પ્રેમમાં હોય તો આ ત્રણેય પ્રકારના વિચારવિજ્ઞાન બાજુ પર રહી જાય, અને સુસંગતતાના અનુભવ બાદ, તે વ્યક્તિ એવું જ વિચારવા માંડે કે વય એ માત્ર એક આંકડો છે. આપણામાંથી ઘણા લોકોના માબાપ વચ્ચે દસ વર્ષ, ચૌદ વર્ષ જેટલો ફરક હોય છે, અને મારા માબાપ વચ્ચે નવ વર્ષનો વય તફાવત છે, પણ જે રીતે તેઓ જીવે છે, પ્રેમ કરે છે અને એકબીજાનું ધ્યાન રાખે છે એ જોવું એક લહાવો છે.

આપણા મોહક ક્રિકેટરો કે જેના ખુબ ઘણા ચાહકો છે, અને તે બધાને હંમેશા તેઓની અંગત જિંદગી વિષે જાણવાની ઈચ્છા રહે છે. આપણા ક્રિકેટરોની પણ પોતાની અંગત જિંદગી છે. તેઓ પ્રેમમાં પડે છે અને પોતાના ગામતાની સાથે પરણે છે, અને આ બધામાં સારું એ છે કે તેઓ સમાજમાં એક સારું ઉદાહરણ ઉભું કરે છે. ઘણા ક્રિકેટરો અને તેમની ગમતી વ્યક્તિ વચ્ચેનો વયનો તફાવત ઘણો મોટો છે, અને તેઓ ખુબ ખુશીથી જીવન વિતાવે છે તથા સફળ લગ્નજીવન માણી રહ્યા છે.

 

શોએબ અખ્તર

૨૦૧૪માં, તેઓએ રૂબાબ ખાન સાથે લગ્ન કર્યાં. શોએબ ૪૨ વર્ષનો હતો જયારે રૂબાબ ૨૩ની. તેઓએ ખરેખર ઘણા બંધનો તોડ્યા અને એક સફળ જોડી બનાવી.

દિનેશ કાર્તિક

તેણે દીપિકા પાલિકલ કાર્તિક સાથે લગ્ન કર્યાં કે જે એક ભારતીય સ્કવોશ પ્લેયર છે. દીપિકા કાર્તિક કરતા ૬ વર્ષ નાની છે.

ઈરફાન પઠાણ

તે એક બહુપક્ષીય ક્રિકેટર છે. તેણે એક મોડેલ સફા બૈગ સાથે લગ્ન કર્યાં છે, અને સફા ૧૦ વર્ષ નાની છે ઈરફાન કરતાં. જયારે ઈરફાન ૩૨નો હતો ત્યારે તેણી માત્ર ૨૨ વર્ષની હતી. ૨૦૧૬માં તેણીએ એક દીકરાને જન્મ આપ્યો.

એમએસ ધોની

આપણે બધાને તેના જીવનની અંગતતા વિષે તેની બાયોપિક દ્વારા ખબર પડી જેમાં સુશાંત સિંહ રાજપૂતે કામ કર્યું હતું. તેની જીવન સાથી સાક્ષી ધોની તેનાથી સાત વર્ષ નાની છે. તેઓને પણ ઝીવા નામની એક દીકરી છે. મને લાગે છે કે આટલો વય તફાવત હોવો ઠીક વાત છે.

સચિન તેંડુલકર

તેણે બાળકોના નિષ્ણાત ડોક્ટર, એવા અંજલિ મહેતા સાથે લગ્ન કર્યાં છે. અંજલિ સચિન કરતાં ૬ વર્ષ મોટાં છે. તેઓએ ૧૮થી પણ વધુ વર્ષો એકબીજાની સાથે વિતાવ્યા છે અને તેમને બે સંતાન છે સારા અને અર્જુન. બે વ્યક્તિ વચ્ચેનો વય તફાવત જરૂરી છે કેમકે તેથી સમજણનું પ્રમાણ વધુ હોય છે.

શિખર ધવન

તે આયેશા મુખરજીને ફેકબુક પર મળ્યો. તેમના સંબંધની શરૂઆત દોસ્તીની સાથે થઇ, અને ત્યારબાદ તેઓના સંબંધને ચકાસવા ૨૦૧૨માં લગ્ન કર્યાં. આયેશા શિખર કરતાં ૧૦ વર્ષ મોટી છે. ૨૦૧૪માં તેઓને ત્યાં દીકરો જન્મ્યો, ઝોરાવર ધવન.

ગ્લેન મેકગ્રાહ

તેણે સારા લીઓનાર્ડી સાથે લગ્ન કર્યાં કે જે ઈંટેરીઅર ડિઝાઈનર છે. ગ્લેન ૧૨ વર્ષ મોટાં છે તેમની વાઈફ કરતાં.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અવનવી માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી