એક સમયે ઘરે ઘરે પેપર નાંખવા જતો આ યુવાન આજે નચાવે છે બોલીવુડના અનેક સિતારાઓને…

‘અસફળતાઓ આપણા માટે કામ ન કરવા નહિ પણ વધારે કામ કરવા તરફ પ્રેરે છે.

આજે અમે તમને આવા જ એક વ્યક્તિ ઇમરાન સઈદ જોડે લઇ જવાના છીએ જેને શૂન્ય માંથી પોતાના સામ્રાજ્યનુ સર્જન કર્યું , બોલીવુડમાં કોરીઓગ્રાફર તરીકે મોટા મોટા દિગ્ગજો જોડે કામ કરી એક મોટું મુકામ પ્રાપ્ત કર્યું છે.
મુંબઈના છેડે આવેલા ડોમ્બીવલી વિસ્તારમાં ઇમરાન ભણ્યા. એમનું નાનપણ બહુ સારું નહોતું રહ્યું કારણ કે એમના પિતા જે શીપમાં નોકરી કરતા હતા ત્યાં તેમની નોકરી સ્થાયી નહોતી અને એટલે જ આર્થિક રીતે તેમને અને તેમના પરિવારને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. એ પછી એમની માતા એ એમને કુરાન ભણાવવાનું ચાલુ કર્યું.ઇમરાન રોજ સવારે ૪ વાગે ઉઠી જતો અને ઘરે ઘરે દુધ આપવા જતો. અને ત્યાર બાદ ફરીથી બધાના ઘરે છાપા નાખવા જતો. થોડા સમય પછી તેઓએ ટુર્સ અને ટ્રાવેલ કંપની માં રીસેપ્સનીસ્ત તરીકે કામ ચાલુ કર્યું.
ઇમરાન પોતાની જીંદગીમાં ફક્ત ૩ લોકોથી જ પ્રભાવિત હતા…આર્નોલ્ડ સ્ચ્વાર્જનેગ્ગર, માઈકલ જેક્સન અને બ્રુસ લી.
ઇમરાનને માર્શલ આર્ટસમાં પણ સારો એવો રસ હતો અને તેઓ એક ફૂટબોલર પણ રહી ચુક્યા હતા. કોલેજમાં હતા ત્યારથી તેમણે ડાન્સ ચાલુ કર્યો. એમણે કહ્યું કે એમના પિતા ડાંસ ની વિરોધમાં હતા. તેઓ ડાન્સની પ્રતિયોગીતામાં ભાગ લેવા ઘરની બારીમાંથી ભાગી જતા. જયારે એમની માતા તટસ્થ રહેતી અને કઈ કહેતી નહોતી.ઈમરાને નક્કી કરી લીધુ કે તેઓ ડાન્સમાં જ ભવિષ્ય બનાવશે અને એના માટે ઓડીસન પણ ચાલુ કરી લીધા હતા. એમને ‘કભી ખુસી કભી ગમ’ મુવીમાં સિલેક્ટ ન કરવાથી નિરાશ થઇ ગયા પણ આ નિષ્ફળતાને એક ચુનોતી સમજીને વધારે મહેનત કરવાની ચાલુ કરી અને ‘મે હું ના ’ મુવીમાં સિલેક્ટ થયા બાદ તેઓએ પાછળ ફરીને કદીય જોયું જ નથી.
ધીરે ધીરે પ્રગતિ કરીને ઇમરાન સહાયક કોરીઓગ્રાફર બની ગયા. IIFA અને ફિલ્મ ફેરથી બોલીવુડ તરફ તેજીથી સફળતાની રાહ કાપવાની ચાલુ કરી. એમણે મોટી મોટી હસતીઓ જેમ કે કેટરીના કેફ, સલમાન ખાન રિતિક રોશન સાથે કામ પણ કર્યું. આ ઉપરાંત દીપિકા પદુકોણ અને અમિતાભ બચ્ચન સાથે એડ ફિલ્મો પણ કરી.

ખાલી સમયમાં ઇમરાન ચોપડીઓ વાંચતા અથવા ખાવાનું બનાવતા. એમણે એક કંપની ઇમરાન સઈદ એન્ટરટેઈનમેન્ટની સ્થાપના કરી જેમાં એમની પ્રોડક્સન કંપની તેમજ ડાન્સિંગ રાઇટ નામની એપ્લીકેશન પણ છે.
ઇમરાનનુ એવું માનવું છે કે કોઈ પણ વ્યક્તિ ડાન્સ કરી શકે છે અને કોઈ પણ ડાન્સ ખોટો નથી હોતો. ઇમરાન ડાન્સ સ્ટેપને ખુબ જ કાળજી પૂર્વક શીખવાડે છે. એમણે પ્રયાગ નામના એક NGO ની શરૂઆત કરી. આ NGOથી તે પછાત વર્ગોના છોકરાઓ જે જોઈએ એવી સુવિધાઓનો લાભ નથી લઇ મેળવી શકતા તે આપવા માંગે છે.
ઇમરાને કેટલાક રીઆલીટી શો માં જજ પણ રહી ચુક્યા છે અને અત્યારે ડીજીટલ પ્લેટફોર્મ પર આધારિત ડાન્સિંગ સાથે જોડાયેલી એક વેબ સીરીસ પણ કરે છે.

ઇમરાન કહે છે કે જીવન અવસરો થી ભરેલું છે. જો હું આજે અહિયાં છું તો બીજા બધા પણ પહોચી જ શકે છે. મારા જીવનમાં ઘણા બધા બદલાવ આવ્યા છે. આપણે ફક્ત મહેસુસ કરવાનું છે કે કયો મોકો આપણને સપના સુધી લઇ જશે ભલે પછી એ ગમે એટલો મોટા અથવા અસંભવ જ કેમ ના હોય. ઇમરાન એવું પણ માને છે કે દરેક વ્યક્તિએ નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરાવી જોઈએ.
ઇમરાન લાખોમાં એક વ્યક્તિ છે જેને ખરાબ પરિસ્થિતિઓથી જજુમીને તેના ઉપર વિજય પ્રાપ્ત કર્યો અને પોતાના

સપનાને જીવન બનાવી કામ કર્યું.

ઇમરાન દરેક એવા માણસ માટે પ્રેરણાનો સ્ત્રોત છે જે પોતાના સપના પુરા કરવા લડી રહ્યા છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક પ્રેરણાદાયી વ્યક્તિઓની વાતો વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી