કાશ હું પણ ગરુડ હોત તો

- Advertisement -

9665_indian-police

એક ખેડુતને ક્યાંકથી એક મોટુ ઇંડુ મળ્યુ. ખેડુતને ખબર નહોતી કે ઇંડુ ક્યા પક્ષી કે પ્રાણીનું છે એટલે એ ઇંડાને પોતાની ઘરે લાવ્યો અને ઘરમાં પાળેલી મરધીઓના ઇંડાની સાથે જ એ ઇંડુ પણ રાખી દીધુ. સમય જતા ઇંડામાંથી બચ્ચુ બહાર આવ્યુ ત્યારે ખબર પડી કે એ ઇંડુ ગરુડનું હતું.

ગરુડનું એ બચ્ચુ મરઘાઓ સાથે રહીને મોટુ થવા. લાગ્યુ એને મરઘાઓ સાથે સારી ભાઇબંધી થઇ ગઇ. મરઘાની જેમ જ બોલે , મરઘાની જેમ જ ચાલે , મરઘાની જેમ જ જમે. હવે તો આ બચ્ચુ મોટુ થઇ ગયુ હતુ પરંતું મરઘાઓ સાથે રહેવાને કારણે એ બહુ ઉડી શકતુ ન હતુ.

એક દિવસ ગરુડનું આ બચ્ચુ મરઘાઓ સાથે મેદાનમાં રમી રહ્યુ હતુ. આકાશ એકદમ સ્વચ્છ હતુ. ગરુડના આ બચ્ચાનું ધ્યાન આકાશ તરફ ગયુ તો ખુબ ઉંચે ઉંચે એક ગરુડ ઉડી રહ્યુ હતું. બચ્ચુ એને જોઇ જ રહ્યુ. બાજુમાં ઉભેલા મરઘાને કહ્યુ , “ કાશ હું પણ ગરુડ હોત તો ઉંચાઇ પર ઉડવાનો આનંદ લઇ શકત. બધાથી ઉપર ઉડવાની અને ત્યાંથી આ દુનિયાને જોવાની કેવી મજા આવે!”

મરઘાએ ગરુડના આ બચ્ચાને કહ્યુ , “ અરે દોસ્ત, ખોટા સપના જોવાના રહેવા દે. એ ગરુડ છે એટલે એ આટલી ઉંચાઇ પર ઉડી શકે આપણું કામ નહી આપણે તો બસ જો આટલુ કાફી છે.” આમ બોલતા બોલતા મરઘો સહેજ ઉડ્યો અને જમીન પર પડ્યો.

દરેક ક્ષેત્રમાં આગળ વધેલા મહાનુભાવોની જેમ આપણે પણ માણસો જ છીએ. જો એ આગળ વધી શકે તો આપણે પણ વધી જ શકીએ પણ આપણી આસપાસ ભેગા થયેલા નબળા વિચારો કરનારા મરઘાઓ આપણને ઉંચી ઉડાનના સ્વપ્ન જોવા જ નથી દેતા.

 

સૌજન્ય : શૈલેશ સગપરીયા

ટીપ્પણી