Idli Manchuriyan (ઇડલી મન્ચુરિયન)

0
3

580595_610034839033618_1015991530_n

ઇડલી મન્ચુરિયન

 

સામગ્રી

ઇડલી ૧૦ નંગ

એક મોટો કાંદો

એક કેપ્સિકમ

ટોમેટો સોસ બે ચમચી

સોયા સોસ એક ચમચી

લસણ અને આદુની પેસ્ટ અડધી ચમચી

અડધી ચમચી લીલા મરચાની પેસ્ટ

અડધી ચમચી મરીનો પાવડર

મીઠું જરૂર મુજબ

તેલ જરૂર મુજબ

 

રીત

ઇડલીના એક સરખા મિડિયમ ટુકડા કરો, કેપ્સિકમ અને કાંદાને બારીક સમારો, ફ્રાઇંગ પેનમાં તેલ ગરમ કરી ઇડલીના ટુકડા નાખી સાંતળીને સાઇડમાં મુકી દો. ફરી થોડું તેલ નાખી કાંદા અને કેપ્સિકમ ધીમા તાપે સાંતળો. તે બરાબર સાંતળી લો પછી એમાં આદુ તથા લસણની પેસ્ટ નાખો, એક મિનિટ પછી મરચાની પેસ્ટ નાખો. બધું બરાબર સાંતળી લો પછી મીઠું નાખો. ઇડલી, ટામેટો સોસ, સોય સોસ, મરી પાવડર નાખી બરાબર હલાવો અને ગરમ ગરમ સર્વ કરો.

ટીપ્પણી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here