ઇડલી બેટર પકોડા – ઈડલીનું બેટર વધ્યું હોય તો બનાવો આ સ્વાદિષ્ટ ને ફટાફટ બનતી વાનગી……

ઇડલી બેટર પકોડા

આપણા બધા ના ઘરે 15 દિવસે એકવાર તો ઈડલી ક ઢોકળા બનતા જ હશે.અને પછી બેટર જ્યારે વધારે બની જાય એટલે એમ વિચાર આવે કે ઓહ હવે બીજા દિવસે પણ આવું જ કંઈક ખાવું પડશે પણ હવે એ વિચાર છોડી દો હવે બનાવો વધેલા બેટર માંથી ન્યૂ રેસિપી.

જ્યારે ઈડલી કે ઢોકળા બનાવો ત્યારે ખીરું વધે તો પાછું વિચાર કરવો પડે કે હવે આ બેટર માંથી શુ બનાવું. તો હવે એ વિચાર નહીં કરવો પડે કારણ કે હું આજે લાવી છું

પકોડા આપણે ઘણી અલગ અલગ રીતે બનાવીએ પણ આ પકોડા તમે ક્યારેય નહીં બનાવ્યા હોઈ તો હવે જ્યારે ઈડલી ક ઢોકળા બનાવો અને જો ખીરું વધે તો આ પકોડા ટ્રાય કરજો એકદમ ટેસ્ટી અને સ્પોનજી એવા ઇડલી બેટર પકોડા.

મિત્રો ઈડલી નું ખીરું વધ્યું છૅ તો ચાલો તેમાંથી બનાવીએ પકોડા 0આ એક લેફ્ટ ઓવર વાનગી છે.

સામગ્રી

  • 1 બાઉલ ઈડલી નું ખીરું,
  • 1 વાટકી ઝીણી સમારેલ ડુંગળી,
  • 2 નાના ઝીણા સમારેલ લીલા મરચાં,
  • 1 વાટકી કોથમીર,
  • મીઠું સ્વાદ અનુસાર,
  • 1 ચમચો બેસન,
  • તેલ તળવા માટે.

બનાવાની રીત:

સૌ પ્રથમ ડુંગળી,લીલા મરચા,કોથમીર બધું ઝીણું સમારી લો.

ઈડલીનું ખીરું પલાળી રાખવાનું.

હવે ઈડલી ના ખીરા માં મીઠું,ડુંગળી,લીલું મરચું, કોથમીર અને બેસન નાખી મિક્સ કરો.

હવે 1 પેન માં તેલ ગરમ મુકો.તેલ ગરમ થઇ જાય એટલે ચમચી વડે અથવા હાથે થી પકોડા ગોલ્ડન બ્રાઉન ફ્રાય કરો.

સોસ,આમલી ની ચટણી અથવા ગ્રીન ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરો.

નોંધઃ આ પકોડા તમેં અપમ સ્ટેન્ડ માં ઓછા તેલ માં પણ બનાવી શકો. આદુ મરચા અને લસણ વાટી ને પણ ઉમેરી શકો. રવો અને ચોખા નો લોટ મિક્સ કરી ને બનાવેલું બેટર માં પણ ચણા નો લોટ ઉમેરી આ પકોડા બનાવી શકાય તો તેયાર છે ટેસ્ટી,સહેલાઇ થી અને એકદમ ઓછા ટાઈમ માં બની જાય એવા ઈડલી બૈટર પકોડા

રસોઈની રાણી : ચાંદની ચિંતન જોશી ( જામનગર )

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી