આદર્શ PM કેવા હોય ? સાદગીનું શ્રેષ્ઠતમ ઉદાહરણ

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું ત્યારે લાલબહાદુર શાસ્ત્રી વડાપ્રધાન હતા. તેમની સુજ્બુજ સામે પાકિસ્તાન ઘુટણી એ પડી ગયેલું. આજે આપણા નેતાઓ ભલે બહુ ઠાઠમાઠ માં ફરતા હોય પણ લાલ બહાદુર શાસ્ત્રી એક એવા પીએમ હતા કે જેઓએ પોતાને વડાપ્રધાન તરીકે મળતો પગાર પણ નહોતો લીધો.

શાસ્ત્રીજી પોતાના કપડા પણ જાતે ધોતા હતા. 1965 માં ભારત અને પાકિસ્તાન ની વચ્ચે યુદ્ધ થયું ત્યારે ભારત ની આર્થિક સ્થિતિ સારી નહોતી, આથી શાસ્ત્રીજી એ જય જવાન, જય કિસન નો નારો આપ્યો હતો અને દેશના નાગરિકો ને સપ્તાહ માં એક દિવસ ઉપવાસ કરવાનું કહ્યું હતું જેની શરૂવાત તેમણે પોતાના થી કરી હતી.

લાલ બહાદુર શાસ્ત્રી પોતાના પુત્ર ને અંગ્રેજી શીખવવા માટે આવતા ટયુટર ને પણ આવતા બંધ કરી દીધા હતા. શાસ્ત્રીજી એ ટ્યુટર ને કહ્યું હતું દેશમાં હજારો બાળકો અંગ્રેજી માં ફેઈલ થાય છે તેમાં નવું શું છે? આમ પણ અંગ્રેજી ની કોઈ જરૂર નથી કેમ કે તે આપણી ભાષા નથી.

શાસ્ત્રીજી એ બહુ ખર્ચ કરવાની જરૂર નહોતી રહેતી કેમ કે તેઓ ફાટેલા કપડાને પણ સીવીને પહેરી લેતા હતા. આમ શાસ્ત્રીજી નું આ સાદગીપૂર્ણ જીવન આજે પણ લોકો માટે પ્રેરણારૂપ છે.

લેખક – વિશાલ લાઠીયા (સુરત)

ટીપ્પણી