શું તમે આઈસ હલવો ઘરે બનાવ્યો છે? ના તો આજે જ ટ્રાય કરો….

આઇસ હલવો (ICE Halwa)

સામગ્રી :

અડધો કપ મેંદો અથવા ઝીણો રવો
અડધો કપ ઠંડું દૂધ
અડધો કપ ઘી
૧ કપ સાકર
અડધી ટીસ્પૂન એલચી ક્રશ
૧૦થી ૧૨ કેસરના તાંતણા
ચપટી પીળો અથવા સફેદ ફૂડ-કલર
પા કપ બદામ અને પિસ્તાની કતરણ

અન્ય સામગ્રી :

બટર
બટર-પેપર
વેલણ

રીત :

એક નૉન-સ્ટિક કડાઈમાં ઘી લઈને એને સ્લો ગૅસ પર ગરમ કરવું. એમાં મેંદો અને દૂધ મિક્સ કરવું. સાથે સાકર અને કલર પણ મિક્સ કરી ગાંઠા ન પડે એનું ધ્યાન રાખવું. સ્લો ગૅસ પર લચકા પડતું કુક કરવું. એને બટર-પેપર પર પાથરી બીજા બટર-પેપરથી કવર કરી પાતળું વણવું. પછી બટર-પેપર કાઢી એના પર બદામ્ા, પિસ્તા, એલચી અને કેસરના તાંતણાથી ગાર્નિશ કરી લેવું. પાછું બટર-પેપર રાખી એને વણી લેવું. એને બે-ત્રણ ઇંચ જાડાઈમાં વણી લેવું. પાંચથી દસ મિનિટ ઠંડું કરીને એના કાપા પાડી લેવા. આ હલવાને સેટ થવા માટે ચારથી પાંચ કલાક લાગે છે. આઇસ હલવામાં વ્ાચ્ચે-વચ્ચે બટર-પેપર ગોઠવી એને ઍર-ટાઇટ ડબ્બામાં ભરી લેવો.

નોંધ : આ મિક્સ્ચરને માઇક્રોવેવ અવનમાં પાંચથી સાત મિનિટ માટે કુક કરી શકાય છે.

કેતકી સૈયા

બધાને ખુબ જ ભાવશે બનાવજો. શેર કરો વાનગી તમારા મિત્રો સાથે.

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!