“આઇસ હલવો” – હવે તમે ઘરે પણ બનાવી શકશો.. તો ક્યારે બનાવશો??

“આઇસ હલવો”

સામગ્રી :

અડધો કપ મેંદો અથવા ઝીણો રવો,
અડધો કપ ઠંડું દૂધ,
અડધો કપ ઘી,
૧ કપ સાકર,
અડધી ટીસ્પૂન એલચી ક્રશ,
૧૦થી ૧૨ કેસરના તાંતણા,
ચપટી પીળો અથવા સફેદ ફૂડ-કલર,
પા કપ બદામ અને પિસ્તાની કતરણ,

અન્ય સામગ્રી :

બટર,
બટર-પેપર,
વેલણ,

રીત :

એક નૉન-સ્ટિક કડાઈમાં ઘી લઈને એને સ્લો ગૅસ પર ગરમ કરવું. એમાં મેંદો અને દૂધ મિક્સ કરવું. સાથે સાકર અને કલર પણ મિક્સ કરી ગાંઠા ન પડે એનું ધ્યાન રાખવું. સ્લો ગૅસ પર લચકા પડતું કુક કરવું. એને બટર-પેપર પર પાથરી બીજા બટર-પેપરથી કવર કરી પાતળું વણવું. પછી બટર-પેપર કાઢી એના પર બદામ્ા, પિસ્તા, એલચી અને કેસરના તાંતણાથી ગાર્નિશ કરી લેવું. પાછું બટર-પેપર રાખી એને વણી લેવું. એને બે-ત્રણ ઇંચ જાડાઈમાં વણી લેવું. પાંચથી દસ મિનિટ ઠંડું કરીને એના કાપા પાડી લેવા. આ હલવાને સેટ થવા માટે ચારથી પાંચ કલાક લાગે છે. આઇસ હલવામાં વચ્ચે-વચ્ચે બટર-પેપર ગોઠવી એને ઍર-ટાઇટ ડબ્બામાં ભરી લેવો.

નોંધ : આ મિક્સ્ચરને માઇક્રોવેવ અવનમાં પાંચથી સાત મિનિટ માટે કુક કરી શકાય છે.

રસોઈની રાણી :- કેતકી સૈયા

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી