Ice cream bhajiyaa (આઇસ્ક્રીમના ભજીયા)

1097337_632475840104340_717381009_n

 

બનાવો એક મસ્ત વાનગી, “આઇસ્ક્રીમના ભજીયા”

 

* સામગ્રી:

– વેનિલા આઇસ્ક્રીમ ,કેસરનો આઇસક્રિમ.

– ચણાનો લોટ

– લાલ મરચું, હળદર,મીઠુ, ધાણાજીરૂ.

– તળવા માટે તેલ. સ્વાદ પ્રમાણે હીંગ.

 

* રીત :

આઇસ્ક્રીમને ફ્રીઝરમાંથી કાઢી ચમચા વડે નાના ગોળ બોલ બનાવી એક કચોળામા પાછા ફ્રીઝરમાં મૂકવા. ચણાનો લોટનું ભજીયાનું ખીરુ પલાળવું. તેમાં બધો મસાલો સ્વાદ પ્રમાણે નાખી લગભગ કલાક રાખવું. પેણીમાં તેલ મૂકી ,તેલ ગરમ થાય એટલે બે ટેબલ સ્પુન કડકડતું તેલ નાખી ભેળવવું. ફ્રીઝરમાંથી આઇસ્ક્રીમના બોલ કાઢી જેટલા પેણીમા સમાય તેટલા ખીરામાં બોળી તરત તળવા. વધારાના પાછા અંદર મૂકી દેવા. ગરમ ગરમ ખાવા. બહારથી ગરમ અંદરથી ઠંડા.

 

રસોઈની રાણી : માનસી અંબાલીયા (રાજકોટ)

ટીપ્પણી