મુસ્લિમ IAS-IPS દંપતિએ, શહીદ “પરમજીત સિંઘ” ની દીકરીને દત્તક લીધી…દુનિયા કરે છે “સલામ”

શહીદ પરમજીત સિંઘની દીકરીને દત્તક લેનાર છે એક મુસ્લિમ દંપતિ! ભારતને આવા વધુ લોકોની જરૂર છે.

IAS-IPS દંપતિ કાશ્મીરમાં શહીદ થનાર પરમજીત સિંગની નાની દીકરીને દતક લેવાની તૈયારી બતાવે છે. હિમાચલ પ્રદેશનું મુસ્લિમ દંપતિ જમ્મું કાશ્મીરના પોંચ સેક્ટરમાં પહેલી મે ના મૃત્યુ પામનાર નાયબ સુબેન્દર પરમજીત સિંગની નાની દિકરીને દતક લેવાની તૈયારી બતાવે છે.

IAS ઓફિસર યુનુસ ખાન અને તેમના IPS ઓફિસર પત્ની અંજુમ અરાએ શહીદના પરિવારનો સંપર્ક કર્યો હતો અને તેમની ૧૨ વર્ષની દિકરી ખુશદીપ કોરનું પાલન કરવાની ઈચ્છા દર્શાવી હતી.

“ખુશદીપ તેના પરિવાર સાથે જ રહેશે અને અમે તેના તમામ ખર્ચા આપીશું. સાથે સાથે અમે તેને સમયાન્તરે મળીને તેના પ્રશ્નો જાણવા મળતા પણ રહીશું. જો તેને IAS કે IPS બનવું હોય તો અમે તેની મદદ કરીશું.” ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સાથે ના ઈન્ટરવ્યૂમાં સોલાન તાલુકાના સુપરીન્ટેન્ડન્ટ ઓફ પોલીસ અરાએ જણાવ્યું.

તેની પત્નીને સાથ આપતા કુલ્લુના ડેપ્યુટી કમિશનર ખાન કહે છે કે, દેશના જવાબદાર નાગરિક તરીકે તેઓ બાળકના સારા ભણતર માટે ફરજ બજાવી રહ્યા છે. ખાન જણાવે છે કે, “અમે તેની આખી જિંદગીમાં નિર્ણય લેવામાં તેની સાથે જ છીએ.”

શહીદ સુબેદારના ભાઈ રણજીત સિંઘ કહે છે કે, “ અમે આ પ્રેમાળ દંપતિનો આભાર માનવા સક્ષમ નથી. તે મને મુસ્લિમ શાશક માર્કેલોના, નવાબ શેર મહોમ્મદ ખાન કે જેમણે ગુરુ ગોવિંદ સિંઘના સૌથી નાના દીકરા માટે કર્યું હતું તેની યાદ અપાવે છે.”

સિંઘ કહે છે કે તે અન્ય ઓફિસર્સ અને આધ્યાત્મિક ગુરુઓને પણ પરમજીત સિંગ જેવા પરિવારને મદદ કરવા માટે કહેશે.
ખુશદીપ સિંગ ને મોટી ૧૫ વર્ષની બહેન પણ છે અને ટ્વીન ભાઈ સાહિલદીપ સિંગ પણ છે.

સંકલન – દીપેન પટેલ

ટીપ્પણી