આઇ ફોર્ટી – આને કહેવાય ઠંડા પાણી એ કહ કાઢવો

હજુ ગઈ કાલની જ વાત!! પરમદિવસે રાતે વરસાદ પડેલોને એટલે રાબેતામુજબ જ આખી રાત વીજળી વેરણ થઈ ગયેલી અને ઊંઘ ખાસ આવેલી નહીં એટલે રવિવારે બપોરની મીઠી નીંદર માણી રહ્યો હતો!!
અને ફોન રણક્યો.. કોઈ કંપનીનો ફોન લાગ્યો નંબર પરથી..અને આ લોકોની ખાસિયત કે એ ભરબપોરે જ તમને એ ફોન કરે!!

“હેલો મૈં મુકેશજી સે બાત કર સક્તિ હું??” રૂપાની ઘંટડી જેવો અવાજ સંભળાયો. મે પણ હળવા મૂડમાં બાવા હિન્દીમાં શરૂ કર્યું. આમ તો આવા નંબરો હું કાપી જ નાંખું છું.પણ આજ વળી ફોન ઉપાડી જ લીધો..

“જી આપને યહ કૈસે જાન લિયા કી મૂકેશ જી સો કર ઉઠ ગયે હૈ ઇસ વક્ત, ઔર આપસે બાત કરનેકો તૈયાર હૈ??” બાવા હિન્દી બોલવું મને ખુબ જ ગમે..

“જી માફી ચાહતી હું સર આપકો ડીસ્ટર્બ કરને કે લિયે પર સર આપકે લિયે ઇક ખુશ ખબરી હૈ કી અગર આપ કાર ખરીદના ચાહોગે તો આપકો બઢીયા ડિસ્કાઉન્ટ મિલેગા, તો સર આપ કૌન સી કાર ખરીદના ચાહતે હો હમેં બતાઈયે”!! સામેથી ખળખળ ઝરણાં જેવો અવાજ આવતો હતો.

“જી મૈં આઈ ફોર્ટી કાર ખરીદના ચાહતા હું” મે જવાબ વાળ્યો. સામેં છેડે ઘડીક શાંતિ જળવાઈ પછી પાછો પડઘો પડ્યો.

” ક્યાં… ? આઈ ટેન કાર હૈ, આઈ ટ્વેન્ટી ભી હૈ લેકિન સર આઈ થર્ટી ઔર આઈ ફોર્ટી તો અભી લોન્ચ ભી નહીં હુઈ હૈ , આપકો કુછ ગલતફહમી હૈ સર”
“દેખો કુછ ગલતફહમી ,બહમી નહિ હૈ, દર અસલ બાત યહ હૈ કી અભી અભી મૈને નયા મકાન બનાયા હૈ , જીપીએફ ખતમ હો ગયા હૈ , લોન ભી લે લી હૈ, તંખવાહ મેં સે કુછ ભી બચતાં નહીં હૈ, કાર ખરીદનેકી ઈચ્છા તો હૈ લેકિન વેંત નહીં હૈ સો સોચા જબ તક માર્કેટ મેં આઈ ફોર્ટી આયેગી તબ તક વેંત હો જાયેગા.. તો જબ માર્કેટમે વો કાર આયે તબ મુજે કોલ કરના , ઓકે”

સામે છેડે થી ફોન ધબ દઇને કપાઈ ગયો…!!

લેખક : મુકેશ સોજીત્રા

સૌ ને ઇદ મુબારક!!

ટીપ્પણી