બસ એ જ અનુભવ કરાવવા માગતો હતો

Beautiful woman with shocked expression

 

એક મહિલા રસોડામાં નાસ્તો બનાવી રહી હતી, ત્યારે અચાનક પતિ ત્યાં આવી પહોંચ્યો અને બબડવા લાગ્યો.

”ધ્યાન રાખ, ધ્યાન રાખ…થોડુ બટર વધારે હો, હે ભગવાન…એક સાથે આટલા બધા, બંધ કર બંધ કર…હજુ વધારે બટર જોઇશે…ધ્યાનથી, વધારે પડી ના જાય…ઓહ ભગવાન જ્યારે તુ રસોઇ બનાવતી હો ત્યારે મને સાંભળતી જ નથી. જલ્દીકર..જલ્દી..કાંઇ ખબર પડે છે કે નહીં ? જો ક્યાંક મીઠુ રહી ન જાય…જો જો…”

આ લબલબ સાંભળીને વાઇફ અકળાઇને બોલી, ”શું માથુ પકાવો છો ? શું મને ખબર નથી કે રસોઇ કેમ બનાવાય ?”

પતિએ શાંત થઇને જવાબ આપ્યો, ”હું તો તને બસ એ જ અનુભવ કરાવવા માગતો હતો જે મને ડ્રાઇવીંગ કરતી વખતે થાય છે…!!!”

લગતા વળગતા પ્રયોગ કરી શકે !

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!