શિક્ષક હોવાનું ગૌરવ

એક વિદ્યાર્થી હોવાને લીધે હું એક શિક્ષકનો વિદ્યાર્થી પ્રત્યેનો સ્વભાવ, વિદ્યાર્થી પ્રત્યેની લાગણી અને વિદ્યાર્થી પ્રત્યેનો પ્રેમ સમજી શકું છુ.

શિક્ષક એક એવી વ્યક્તિ છે જે કોઈ પણ માણસના ભવિષ્યનું સજૅન કરી શકે છે. બધા ના જીવનમાં એક એવા શિક્ષક હોય છે જે તેમને જીવનભર યાદ રહી જાય છે. તમારા જીવનમાં પણ આવા કોઈ શિક્ષક હશે જ!

આજના યુવાનને જયારે શિક્ષકની નોકરી કરવાનુ થાય છે ત્યારે તે નાનમ અનુભવે છે અને કોઈ પણ રસ અને આનંદ વગર નોકરી કરતો રહે છે. પણ, શિક્ષક એ કોણ છે?, તેમનુ આપણા જીવનમાં શું મહત્ત્વ? – એ જણાવતું એક સામાન્ય દષ્ટાંત માણીએ….

જયારે પણ કોઈ લગ્ન પ્રસંગ હોય, પાર્ટી હોય, સામાજિક પ્રસંગ હોય કે કોઈ સામાન્ય પ્રસંગ હોય ત્યારે વિવિધ ક્ષેત્રના પ્રોફેશનલ લોકો આવતા હોય છે અને પોતાનુ મૂલ્યાંકન પોત પોતાના પગારધોરણ પરથી કરતા હોય છે. આવું જ બન્યું એક લગ્ન પ્રસંગે-

ત્યાં આવેલા મહેમાનોમાંથી અમુક પાંચ – છ જણાં એક ખૂણામાં ઉભા રહીને એકબીજા સાથે, શું નોકરી કરો છો?… શું પગાર છે? આવી બધી વાતો કરતાં હતા. એટલામાં જ ત્યાં ઉપસ્થિત માંથી એક જણે કહ્યું મારે તો 15 હજાર પગાર.,..

એમાં એક ફાર્મસિસ્ટ હતો તેણે કહ્યું ” હું ૨૦૦૦૦ બનાવું છું!”…
ત્યાંથી એક એન્જિનિયર બોલ્યો “I Make 30 thousands per month”…એમાંથી કોઈ C.A હશે તો તેણે કહ્યું”અલા ભઈ! હું તો શેજે ૬૫૦૦૦ બનાવી લઉં છું! “…

ત્યાં તો એ વાર્તાલાપ સાથે જોડાયેલા એક શિક્ષક મનોમન વિચારવા લાગ્યા અને નાનમ અનુભવવા લાગ્યા કે પોતાની નોકરી અને પગાર વિશે આ લોકો સાથે શું વાત કરીશ? અને, શું કહીશ એમ વિચાર કરતાં કરતાં વાતો સાંભળવા લાગ્યા.

એટલામાં ત્યાં ઉપસ્થિત ડોક્ટર એ કહ્યું “I Make 5 lakh per month easily”…

આવું સાંભળી ને શિક્ષક શું કહેવું એની મુંઝવણમાં હતો એટલામાં જ..એક કોઇ કંપની ના માલિક હશે એ બોલ્યા “તમે બધા તો નોકરિયાત કે પ્રોફેશ્નલ્સ છો! હું તો ચપટી વગાડતાં પંદરેક લાખ દર મહિને કમાઈ લઊં”…

હવે ખાલી શિક્ષક જ પોતાની માહિતી આપવામાં બાકી હતા એટલે બધાએ તેમની તરફ જોયું. શિક્ષકે એકદમ સહજતાથી જવાબ આપ્યો..

શિક્ષક બોલ્યા, ” I Make All Of You!”..

શિક્ષક છે તો કોઈ એન્જિનિયર બને છે, શિક્ષક છે તો કોઈ ડોક્ટર બને છે, શિક્ષક છે તો કોઈ C.A બને છે, અને શિક્ષક છે તો કોઈ મહાન બને છે.

“Teachers are King of future of this world” – ખરેખર, શિક્ષકો જ ભવિષ્યના ભાગ્યવિધાતા છે!

લેખક – દીપ પટેલ

આપ સૌ આ વાત સાથે સહમત હો તો શેર કરજો !

ટીપ્પણી