આઈ લવ યુ પપ્પા…!!! એક લવ સ્ટોરી

આજ વાર સોમવાર હતો નીશા તેના ઘરે જ હતી નોકરી પર જવું હતું પણ તેનું મુડ ન હતું આજ
કેમકે રવિવારનો ઝગડો સોમવારે ડીવોસઁ પર પહોંચી ગયો હતો રાજ તો સવારમાં જ મુડ નથી કઈ ચાલ્યો ગયો હતો.સવારની નીશા એ બનાવેલી ભાખરી અને ચા એ જ જગ્યા પર પડી હતી જે જગ્યા દરરોજ રાજ નાસ્તો કરવા બેસતો હતો અગિયાર વાગી ગયા હતા પણ નિશાને આજ જરા પણ નોકરી પર જવાનો મુડનો હતો..

દરરોજ નાની નાની વાતમાં ઘરે કકળાટ થતો હતો.કયારેક ખાવા બાબતે તો કયારેક કોઈ મહેમાન આવી છડે તો એની બાબતે
રવિવારેની સાંજે તો નહી જેવી વાતમાં રાજે નીશા પર હાથ ઉપાડી લીધો.
નીશા એ રાત્રે જ નક્કી કર્યું કે મારે રાજ સાથે હવે તો ડિવોસઁ લઈ જ લેવા છે. દરરોજની માથાકૂટમાંથી મારે બહાર આવુ છે.

નીશા એ રાજને ફોન કર્યો રાજ મારે ડિવોસઁ જોયે..
તું ભાનમાં તો છે ને તુ શું વાત કરી રહી છો.
હા હું ભાનમાં જ છુ રાજ..!!!મારે ડિવોસઁ જોયે અને આજે જ..
હું ઓફીસથી ઘરે આવુ છું.
પણ ‘તારે ઘરે આવવાની જરુર નથી રાજ હું જ મારા ઘરે જઈ રહી છુ.
નીશા તુ ગાંડી થઈ ગઈ નથીને ..
ના રાજ હું ગાંડી નથી થઈ ગઈ પણ તે મને ગાંડી કરી દીધી છે.આજ પછી ક્યારેય તું મને ફોન નહી કરતો કે નહી મને મળવાની કોશીશ પણ કરતો..
પણ નીશા આવી નાની એવી વાતમાં તું આવડું મોટું પગલું કેમ લઈ શકે..
નાની એવી વાત તે મને લાફો માર્યો અને તું એમ કે છે કે નાની એવી વાત.જવાદે બધી વાત મારે તારી સાથે વાત જ કરવી યોગ્ય નથી.નીશા એ ફોન કટ કરી નાખ્યો.

રાજના પગ અને હાથ ધુજી રહ્યા હતા આ હું શું કરી બેઠો અને નિશા પણ ચાર ચાર વષઁ સુધી એક સાથે કાઢેલા દિવસો બસ એક જ દિવસમાં ભુલી ગઈ નિશાના પપ્પાનુ ઘર સુરતમાં જ હતું
તે થોડી જ વારમાં બેગ લઈ ઘરે પહોંચી ગઈ
નીશા ને રોતી જોય બધા જ ઘરમા ભેગા થઈ ગયા..
શું થયું નિશા?
કઈ નહી બસ હવે મારે રાજ સાથે રહેવું નથી..એક દિવસ પણ
કેમ પણ શું થયું ..!!!
આજ સુધી હું તેને સહન કરતી આવી છું પણ આજ તેણે મારા પર હાથ ઊઠાવો હું તેનું હવે મોં પણ જોવા નથી માંગતી તેમ કહીને નીશા રુમમાં જતી રહી ..

પણ કોઈએ દરવાજો ખખડાવો નહી
કેમકે નિશા ઘરમા ચોથી વાર આજ રીતે આવી હતી ઘરના બધા જ ને ખબર હતી કે આ દરરોજનો કકળાટ છે.
સાંજે નીશાના પપ્પા ઘરે આવતા જ તે ડોર પર ગયા પણ ડોર બંધ હતો ..
કોણ છે અંદર ??
રસોડા માથી કોઈ બોલ્યું તમારી દીકરી આજ ફરી વાર આવી છે નથી જાવું તેના ઘરે..!!
નીશા દરવાજો ખોલ..
નીશા એ દરવાજો ખોલ્યો ..
શું થયું નીશા રાજે કહી કહ્યું તને ..
હા પપ્પા આજ ફરી વાર મારો અને રાજનો ઝગડો થઈ ગયો ..
અને રાજે મારા પર હાથ ઉપાડો ..
તુ રાજને ફોન કર ..
ના પપ્પા હું નથી કરવાની એને ફોન કે નથી હવે હુ ત્યાં જવાની..
તારો ફોન લાવ…
તરત જ નીશાના પપ્પા એ રાજને ફોન લગાડ્યો..

હેલો ..
રાજ તું ઘરે આવી શકે આજે..
હા કેમ નહી બસ થોડી જ વારમાં આવુ છું .
રાજ થોડી જ વારમાં ઘરે આવી ગયો ..
તે બરાબર નીશાની સામે જ બેઠો..
હા તો તમારે બન્નેને ડિવોસઁ લેવા છે ..
ના પપ્પા એવું કોણે કહ્યું રાજે કહ્યું ..
હા પપ્પા મારે ડીવોસઁ જોયે..નીશા એ કહ્યું ..

નીશા તું મારી પુત્રી છો અને લગ્ન થયા પછી આ રાજ પણ મારો જ પુત્ર છે ..
જીવનમાં નાની વાતમાં ઝઘડવાનુ તો થતું જ હોય હું અને તારી મમ્મી શરુવાતમા ખુબ જ ઝઘડતા પણ રાત પડે એટલે તારી મમ્મી મારા માટે સરસ મજાનો હલવો બનાવતી હું હલવો જોયને જ ખુશ થય જતો કયારેક તે નારાજ હોય તો હું તેના માટે ભુંગળા બટેટા બનાવી આપતો કેમકે તેને તે બોવ જ ભાવતા તે ખુશ થઈ જતી..
તે કયારેક સોરી બોલે તો હું કયારેક સોરી બોલું પણ અમે બંને એકબીજાને માફ કરી દેતા..
બેટા જીવન એક વાર મળે છે
વારે વારે મળતું નથી એકબીજાને ખુબ પ્રેમ કરો ઝઘડો અને ફરી પ્રેમ પણ એટલો જ કરો .
તમે તો બન્ને ભણેલા છો સમજુ છો
ભુલ તમારી હોય કે નો હોય સોરી કહો વાત પુરી.
જિંદગીના દિવસો કયારે જતા રહે છે એ કયારેય ખબર પડતી નથી.જે દિવસ તમે પથારીમાં ઊઠો એ દિવસને તમે ભરપૂર જીવો.છુટા પડવાથી કઈ ફાયદો થતો નથી.બસ દુ:ખી જ થવાનું રહે છે.
તેના કરતા બંને ભેગા રહીને નાના ઝઘડાને ભુલીને જીવાનું વધુ સારુ સમજી વિચારીને અને આનંદથી જીવવાથી દરેકનુ ઘર ઝગમગતું રહે છે બેટા….!!!
રાજ તું નીશાને સોરી કહી દે ..સોરી નિશા મને માફ કરી દે.હવે પછી કયારેક હું તારી પર હાથ નહી ઉપાડું .નિશા થોડી વાર રાજ સામું જોય રહી અને તેના પપ્પાને ભેટી પડી…

બે દિવસ પછી..

નીશા તું રસોડામાં શું કરી રહી છે આજ મારે મુડ નથી જમવાનો ..
નીશા રસોડા માથી બહાર આવતા અરે આજ તો મારા રાજુ માટે તેને ભાવતી સેન્ડવીસ બનાવી છે ….હે ..હે…લાવ લાવ જલદી.તારા હાથની સેન્ડવીસ તો મને બોવ જ ભાવે અને તે આજ મારી ફેવરીટ વસ્તુ બનાવી છે.

અરે આજ તો રાજુને મુડ નોહતો ને..
અરે જવા દે ને નીશા તું સેન્ડવીસ મને આપે છો કે નહી ….એ લો આ સેન્ડવીસ..
નીશા રાજને સેન્ડવીસ ખાતા જોય જ રહી..આજ રાજે સેન્ડવીસ ખાયને કહ્યું ..
નીશા તું મને બોવ લવ કરે છે રીયલી આજ ઓફીસમા જ મે વિચારું હતું કે મારે સેન્ડવીસ ખાવી છે પણ મને થયું તુ નોકરી પરથી આવી થાકી ગઈ હશે એટલે મે તને ફોન ન કરયો નીશા તારા જેવી પત્ની જેના ભાગ્યમાં હોય એને જ મળે.નિશા દોડીને બાજુની રુમમાં ચાલી ગઈ..
હાથથી આંખનુ આંસુ લુચી.તેના પપ્પાને મેસેજ કરી કહયુ કહ્યું ..
આઈ લવ યુ પપ્પા…!!!!!

લેખક : કલ્પેશ દિયોરા

ટીપ્પણી