હું ઇલેક્ટ્રીકલ એન્જીનિયર છું

- Advertisement -

BTB_hero-HighResત્રણ મિત્રો એક બારમાં દારુ ઢીંચવા જાય છે, અને જ્યારે તેઓ ઉઠે છે, ત્યારે એક જેલમાં હોય છે. તેમને ખયાલ આવ્યો કે ગુનામાં તેમને સજા થઇ છે, પણ તેમણે કયો ગુનો કર્યો હતો , તેની ખબર ન હતી.

પહેલા વ્યક્તિને ઇલેક્ટ્રીક ખુરશી પર બેસાડીને તેની છેલ્લી ઇચ્છા પુછવામાં આવે છે. તે કહે છે, ”હું સંત છું. અને ભગવાનની તાકાતને માનું છું. અને તે હંમેશા નિર્દોશ લોકોની મદદ કરવા તૈયાર જ હોય છે. ” આટલુ સાંભળીને ઇલેક્ટ્રીક ચેરની સ્વીચ દબાવવામાં આવે છે. પણ કંઇ થતુ નથી. તેથી પોલીસને લાગે છે કે આ ભગવાનની ઇચ્છા હશે, એટલે તેને જવા દે છે.

બીજા વ્યક્તિને ખુરશી પર બેસાડી છેલ્લી ઇચ્છા પૂછવામાં આવે છે. તે કહે છે,

”હું વકીલ છું. અને હંમેશા નિર્દોષ ને અન્યાય ન થાય તેમાં માનું છું. અને ન્યાય સૌથી મોટી તાકાત છે. ” આટલુ સાંભળીને ખુરશીમાં કરંટ દોડાવવા સ્વીચ દબાવવામાં આવે છે, પણ ફરી કંઇ નથી થતુ. પોલીસને લાગ્યુ કે કાયદો અને ન્યાય પણ તેની સાથે હશે એટલે બીજાને પણ જવા દીધો.

છેલ્લો વ્યક્તિ અંદર આવે છે, અને આવતા વેત કહે છે, ”હું ઇલેક્ટ્રીકલ એન્જીનિયર છું. અને તમને કહી દઉં કે જ્યાં સુધી તમે પેલા છુટ્ટા વાયર ને નહી જોડો ત્યાં સુધી આ ખુરશી માં કરન્ટ નહી દોડે..”

.

.

ભગવાન તેની આત્માને શાંતિ આપે…!

ટીપ્પણી