ખુબ જ લાગણીસભર વાર્તા,… હંમેશાં વિચારીને જ પગલું ભરો…

- Advertisement -

:- હું તને ક્યાં શોધું. -:

ઈલા, જેવું નામ તેવી કુદરતે બનાવેલી એક મુરત. ચંચળ સ્વભાવ, નશાથી ભરપૂર આખો, લજામની જેવી શરમાળ. જેની એક મુસ્કાન ઉપર કેટલાય યુવાનો મરવા તૈયાર હતા. આ રેસમાં હતો તીભો. આમ તો તેનું નામ સુનિલ યાદવ હતું. પ્યારથી લોકો તેને તીભો કહીને જ બોલાવતા.

તિભાને કોઈ પરિવાર ન હતો. માતા – પિતા તેને યુવાનીમાં જ સોડીને ચાલ્યા ગયા હતા. ખુબ જ પ્રામાણિક હતો. પોતાનું ગુજરાન ચલાવવા તે એક કમ્પનીમાં કામ કરતો. ઈલા મધ્યમપરિવામાં રહેતી. તેના પિતાજી આજ કમ્પનીમાં સુપરવાઈઝર હતા. ઈલા રોજ ટિફિન લઈને જતી. તેની આવવાની તૈયારી હોય કે બધા તેની રાહ જોઈને જ બેઠા હોય. જયારે પણ ઓફીસમાં ઈલા અને તેના પિતા ચિમનલાલ ભોજન કરતા હોય કે તીભો કઈ ને કઈ બહાને અંદર જતો.

ઇલાની સુંદરતાને તીભો પોતાની આંખોથી માપી લેતો હતો.ક્યારેક એકજ નજ઼રે તે ઇલાને જોતો.ઈલા પણ શરમાઈને પોતાની નજરો ઝુકાવી દેતી. તીભો ખુશ થઇ જતો. ઈલા અડધા કલાલમાં માટે આવતી. આ અડધો કલાક તિભાને કમ્પનીમાં રજા પણ પાડવા દેતો નહીં. ચિમનલાલનું ધ્યાન બીજે હોય કે તીભો અને ઈલા એકબીજાને નજરોથી જોઈને ધરાઈ જતા, નાનું સ્મિત પણ આપી દેતા.હેવ તો તિભાને પાક્કો ખ્યાલ આવી ગયો હતો.

એક દિવસ ઈલા ચીમનલાલને જમાડીને ગઈ કે તીભો પણ પાછળ ચાલ્યો ગયો. શહેરની ભીડમાં કોઈ કોઈને જોતી નથી. રસ્તા પર ઈલા ચાલતી હતી કે તિભાએ પાછળ થી અવાજ કર્યો ” ઈલા..”. ઈલા એ એક નજર પાછળ કળી ફૂટપાથ પર એકબાજુ ઝાડ નીચે ઉભી રહી. ” ઈલા હું તને કહિક કહેવા માંગુ છું. તને જોવા માટે જ હું ઑફિસમાં આવું છું. ખુબ દૂર રહીને પણ હું તને મહેશુસ કરું છું. તને નહિ ખબર હોય હું તને ખુબ પ્રેમ કરું છું”. ઈલા શરમાઈ ગઈ બોલી ” હું જાણું છું. હું પ્રેમ એની જોડે જ કરીશ જે મારી જોડે લગ્ન કરે”. ” હું વચન આપું છું કે જિંદગીના સાત ફેરા તારી જોડે જ ફરીશ. જો તું સાથ આપે તો”. ઈલા એ તરત પોતાનું માથું હલાવ્યું. તીભાને આજે ખુશીનો પાળ ન હતો.

કમ્પનીમાં થી તીભો ઇલાને રોજ મળી શકે નહીં માટે તેને એક ડ્રાઇવરની નોકરી શોધી લીધી. બન્ને વચ્ચે રોજ મુલાકાતનો શીલશીલો ચાલુ રહ્યો. ઇલાએ પોતાના ઘરે તીભા જોડે લગ્નની વાત કરીને ચિમનલાલ ભડક્યા ” તને ભાન છે. તેની જોડે કશું નથી ? બીટા! તું ભૂખે મરીશ”. ” પાપા , ભલે ભૂખી રહીશ.મારી પસન્દથી કરીશ તો તમને કદી નહિ કહું કે હું દુઃખી શું. મને ગમે છે તો હું સુખી તો રહીશ”. ખુબ આનાકાની પછી ઈલાના ઘરના લોકો રાજી થયા.

સુખનો દિવસ આવી ગયો. બન્નેના લગ્ન થયા.ઇલાને લઈને તીભો સારા મકાનમાં રહેવા આવ્યો. ઈલા ઘર સફાઈ ને પોતાની બહેનપણીઓ જોડે ગપ્પાં મારતી. પોતાના પતિ આવે તેની રાહ જોતી. તિભાએ અહીં પણ પોતાના માલિકનો વિશ્વાસ જીતી લીધો હતો. રોજ સાંજે બન્ને સાથે જ જમતા. રાતે પણ મોડા સુધી સુખદુઃખની વાતો કરતા. ઈલા સુખી રહે તે માટે તીભો કઇ પણ કરવા તૈયાર રહેતો. બન્નેની જિંદગી સારી જ ચાલતી. બે વર્ષમાં ઈલા માં બની ગઈ. ભગવાને તેને એક દીકરો આપ્યો હતો. તે બન્ને ખૂબ ખુશ હતા. પોતાના દીકરાનું નામ તેને ક્રિષ્ના રાખેલું.

ક્રિષ્ના ત્રણ વર્ષનો થયો કે ઈલા બીજા એક દિકરાની માં બની. ઇલના માતા પિતા પણ અવારનવાર મળવા આવતા. ઈલા પોતના પરિવારની વાતો કરતી. પોતાની દીકરીનું સુખ જોઈને ચિમનલાલ પણ ખુબ ખુશ હતા. બે દિકરાંની માતા હોવા છતા તેની સુંદરતામાં કઇ જાજી નહોતી થઇ. તીભો પોતાનો પરિવાર સુખી રહે તે માટે વધુ મહેનત કરતો હતો. આખો પરિવાર સુખેથી રહેતો હતો…….

આ એજ ઈલા હતી. જેને તીભો અનહદ પ્રેમ કરતો હતો. ઈલા પણ તેના વગર એક મિનિટ રહી શકતી ન હતી.

ઈલાના કારણે તીભો આજે જેલના સળિયા પાછળ હતો….પોતાની પત્નીના કારણે જેલમાં હોવા છતા તીભો તેને દરેક પળ યાદ કરતો અને પોતાની આંખમાંથી આશુ શારતો. જેલમાં તેની જોડે રહેતો સુખો પણ વિચાર કરતો કે જેના લીધે જેલ થઇ છે એના માટે જ રડેછે. આ ચોક્ક્સ પાગલ હોવો જોઈએ. પોલીસ વિચારતી કે આ પોતાનું દુઃખ બતાવીને લોકોને બનાવે છે. તેના બન્ને દીકરા પોતાના સસરાને ત્યાંજ હતા. ચિમનલાલ કહેતા કે ” સાહેબ ! ગમે તેમ કરો પણ આને સોડશો નહીં. આ ખૂની છે”. પોલીસ કહેતી ” તે ખુબ મૌન છે. બોલે તો ખબર પડે કાતો તે ખૂની છે કે પછી પોતે ખુબ દુઃખી છે”. પોલીસે તેની આજુબાજુ રહેતા લોકોની જોડે વાત કરી બધા કહેતા ” બન્ને વચ્ચે ખુબ પ્રેમ હતો. છેલ્લા આઠ વર્ષથી કોઈ દિવસ ઝગડો પણ થયો નથી. ઈલા તો રોજ તિભાના વખાણ કરતી”. તેના બન્ને દીકરાને પૂછવામાં આવ્યું તો ક્રિષ્નાએ કહ્યું ” મમ્મીના રડવાના અવાજ ને લીધે હું જાગ્યો. મમ્મી અને પાપા એ રાતે મોડા સુધી વાતો કરતા હતા. પાપા મમ્મીને કંઈક સમજાવતા આપણે સુખી છીએ. મારા પરિવારને સુખી જોવા હું દિવસ રાત મહેનત કરું છું. હવે મારે વધારે ખર્ચ પહોંચી નહી વળાતું.પાપા મમ્મીનો હાથ તેમના હાથમા લઈને સમજાવતા. ગાડી આપણે તો બન્ને દિકરા સરખા. એકની ખુશી માટે બધાનું બલિદાન. બાજુના લોકો તો કમાય છે. તું સમજ. પછી શું થયું મને ખબર ના પડી.હું સુઈ ગયો”.

પોલીસને એટલી તો ખબર પડી કે મામલો બન્નેની લડાઈનો છે. તીભો કંઈક બોલે તો હવે ખબર પડે. પોલીસે પણ તિભાને કહ્યું ” તું સાચું બોલ તીભા, તારા બાળકોની જિંદગી તારા વગર અધૂરી છે. તારી પત્ની હવે તો નથી. તું સાથ આપ તો આ પ્રશ્નનું કૈક નિરાકરણ આવે”.

જેલમાં દિવાલના ટેકે બેઠેલા તિભાની જોડે તેના બન્ને દીકરાને લાવવામાં આવ્યા. પોતાના દીકરાઓને બાથમાં લઈને તે રડવા લાગ્યો. દીકરાઓ પણ પાપા…પાપા.. કરતાને કહેતા ” મમ્મી જોડે જવું છે, પાપા…..”. નાના ભુલકાઓની પરિસ્થિતિ જોઈને ત્યાં ઉભા કોઈની જોડે પણ તેમનો જવાબ ન હતો.

રડતા રડતા તીભાએ પોતાની વેદનાઓ પોલીસને જણાવી ” સાહેબ ! હું તો ગરીબ માણસ છું. મારી પત્ની મને ખુબ જ પ્રેમ કરતી. તેના દરેક સવાલનો હું જવાબ હતો. તે નદી હતી હું સાગર હતો. હું નિર્દોષ શું”……. ” તો પછી, મોતનું કારણ”… ” સાહેબ મોતના ઘણા કારણ હોય . હું, મારા દીકરા અને મારી ગરીબી, ઇલાની મોતના કારણ છે”. …. ” સાફ , સાફ બતાવ તીભા. તારા દીકરાને તારી જરૂર છે”……. ” સાહેબ, ઈલા મારા દીકરાને સારી સ્કૂલમાં ભણવા માંગતી હતી. પણ….તેની ફી હું ભરી શકું તેમ ન હતો. હું મારા દીકરાને ભણાવા માટે દિવસ રાત મહેનત કરવા લાગ્યો. છતો જે કમાતો એ ઓછું પડતું. મારી આવકમાંથી ઘરના ખર્ચ.બીજા દીકરાની ફી. હું એકલા હાથે ક્યાં પહોંચી શકું. તે આજુબાજુના લોકોના વાદ લેતી. એને હું તે રાતે પણ ઘણી સમજાવી કે આપણે જેટલું છે એમાં સુખી છીએ. મોંઘી સ્કૂલમાં ભણવાથી કઇ દીકરો કલેક્ટર નહીં બની જાય. જો તેનામાં ધગશ હશે તો ગમે ત્યાં ભણશે….. માં નો પ્રેમ હતો એ ક્યાં માને વાત. બીજા લોકોના દીકરાઓને જોઈને તે રોજ વાતો કરતી. હું તેને રોજ સમજાવતો. એ રાતે અમેં મોડા સુધી જગ્યા. સવારે હું બન્ને દીકરાઓને સ્કૂલે છોડીને નોકરી માટે ગયો. સાંજે હું મારા દીકરાઓને લઈને આવ્યો તો દરવાજો અંદરથી બન્ધ હતો. બાકી ઈલા રોજ ઘરની બહાર વાટ જોતી જ હોય. મેં દરવાજો તોડયોને…. તીભો ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. મેં એના પગ પકડીને તેને પંખાથી નીચે ઉતારી. હવે મારા દીકરાઓને મોંઘી સ્કૂલમાં ભણાવુ તે ક્યાં જોવા આવશે”.

તિભાને જોઈને તેન બન્ને દીકરા પણ રડતા હતા. બીજા પ્રુફના આધારે તેને સોડી મુકવાનું પોલીસ અધિકારીએ કહ્યું. તેના સસરાએ એક દીકરાને મોટો કરવાની જવાબદારી લીધી. તીભાએ બન્નેને પોતાની જોડે રાખવાનું કહ્યું પણ ચિમનલાલ ના પડતા . તે જણતા કે ખર્ચ તીભો નહીં પહોંચી વડે. એક દીકરો તેની જોડે હોય તો તેને પણ એલવાયું ના લાગે. પોલીસઅધિકારી જોડે તીભો સહી કરતો હતો ત્યાં નાનો દીકરો કુશ બોલ્યો ” જલ્દી કરો પાપા, આપણે મમ્મી જોડે જઈએ”. તિભાએ પોતાના દીકરાને નાની પપ્પી કરીને તેડી લીધો તીભો બારીમાંથી દેખાતા આકાશ સામે જોઈને બોલ્યો ” ઈલા, છે તારી જોડે મારા દીકરાના સવાલનો જવાબ. બોલ , હું તને ક્યાં શોધું………….”.

લેખક : મયંક પટેલ

ખુબ લાગણીસભર વાર્તા, શેર કરો તમારા ફેસબુક પર અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી