દામ્પત્ય જીવનને પ્રેમ અને ખુશીઓથી ભરી દેવા માંગતા હો તો અપનાવો આ ટીપ્સ

તમે તમારા દામ્પત્ય જીવનને પ્રેમ અને ખુશીઓથી ભરી દેવા માંગતા હો તો તમારે તમારા બેડરૂમ પર પણ ધ્યાન આપવું જોઇએ. લગ્નજીવનમાં પ્રેમ અને ખુશીઓ જાળવી રાખવા બેડરૂમને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

આવો દામ્પત્ય જીવનને રગદોળી નાખતા કેટલાક વાસ્તુદોષ માટે જાણીએ વાસ્તુ ટિપ્સ જે તમારા દામ્પત્ય જીવનને મધુર

સાંજના સમયે કે દિવાબત્તીના સમયે જમવા કે સ્નાન કરવા ન બેસો.

-લવબર્ડ, મૈંડરેન ડક જેવા પક્ષી પ્રેમનાં પ્રતીક છે જેમની નાની મૂર્તિઓનો જોડ તમારા બેડરૂમમાં રાખો.

-વાસ્તુનાં અનુસાર બેડરૂમમાં અરીસો લગાડવો એ વ્રજ્ય માનવામાં આવે છે.તેમાંય પલંગની સામે અરીસો બિલકુલ નાં હોવો જોઇએ,કારણકે તેનાથી પતિ-પત્નીનાં વૈવાહિક સંબંધો વચ્ચે કોઇ ત્રીજી વ્યક્તિ આવવાની સંભાવના છે તેમજ છૂટાછેડાનું કારણ બને છે.

– સાંજે ઘરમાં સુંગધિત અને પવિત્ર ધુમાડો કરો.

– દિવસમાં એકવાર ચાંદીના ગ્લાસમાં પાણી પીવાથી ગુસ્સા પર કાબૂ આવે છે.

– બેડરૂમમાં મદિરાપાન ન કરો. નહી તો બીમાર પડશો નહી તો બિહામણાં સપના આવશે.

– કાંટાળા ઝાડ ઘરમાં ન લગાવો

– કિચનમાં આગ અને પાણી સાથે ન મુકશો

– તમારા ઘરમાં ચમકીલા પેઈંટ ન કરાવો

– ઘરમાં તુલસીનો છોડ અવશ્ય ઉગાડવો, જેનાથી પરિવારના સભ્યોમાં પરસ્પર પ્રેમ વધે છે. નિયમિત તુલસીનાં પાન ખાવાથી તંદુરસ્ત પણ રહેવાય છે.

લેખન.સંકલન : તૃપ્તિ ત્રિવેદી 

આધ્યાત્મિક માહિતી વાંચવા માટે લાઇક કરો અમારું પેજ : “જલ્સા કરોને જેંતીલાલ”

ટીપ્પણી