હૃદયમાં નારાયણનું સ્મરણ એટલે રોજેરોજ જન્માષ્ટમી !

અમેરિકાના શ્યામસુંદર પ્રેસિડેન્ટ ઓબામાં ભારત આવ્યા, ત્યારે ૨૧મી સદીમાં સુપરપાવર બનવાનું કહી ગયા હતા : Knowledge is currency of 21st century.

હજારો વર્ષો પહેલા શ્રીકૃષ્ણે આ સનાતન સત્યને આચરણમાં મૂકી બતાવ્યું છે ! કંસવધ પછી ટીનએજર કૃષ્ણ આસાનીથી ‘મથુરાધીપતી’ થઈ શકતા હોતા. પણ એમણે ‘મધુરાધીપતી’ થવાનું પસંદ કર્યું. તૈયાર સિંહાસનના બદલે સાંદીપનિ ઋષિ પાસે જઈ વિદ્યાભ્યાસ કરવાનો નિર્ણય લઇ રાજકીય વિવાદો પર પડદો પડી દીધો. શાસન કરતાં સંસોધન, એશ્વર્ય કરતા અભ્યાસને પ્રાથમિકતા આપી.

અને જે સિંહાસન ઠુકરાવીને પણ જ્ઞાનની પસંદગી કરે છે, એ વારસાઈ મિલકતો માટે ઓશિયાળા બન્યા વિના સ્વયમની સોનાની આખી દ્વારકાનગરી આપબળે સ્થાપી શકે છે. આ ક્રુષણની કમાલ છે. એ સત્તાને સત્ય નથી માનતા, શક્તિની ભક્તિ કરે છે.

કૃષ્ણના ઘણા ભારતીય ભક્તોએ એમની પાસેથી લેવા જેવી શીખ જાહેર શિસ્તના સંસ્કારની છે. ગાયોના પ્રેમી ગોવળ કૃષ્ણ રાસલીલાની રંગત બગાડવા આવનાર તોફાની આખલાને જાનથી મારી નાખતા અચકાતા નથી. યુગલો મનગમતી મજા કરતા હોય ત્યારે ખલેલ પહોચાડવા આવતા ગોધાઓએ એમાંથી ઘડો લેવાની છે. અરે, યાદવાસ્થળીમાં છાકટા બનતા, છેડતી કરતા, નાગરિક શિસ્તને નુકશાન પહોચાડતા, વ્યસની કે લુખ્ખાગીરી પર ઉતરી આવેલા પોતાના જ સ્વજનોને એમણે ખતમ કર્યા છે. કાયદો તોડવામાં બહાદૂરી સમજતા કૃષ્ણપ્રેમીઓ આમાંથી કંઈક શીકશો ?

કૃષ્ણફન્ડા સિમ્પલ એન્ડ પ્રેક્ટીકલ છે. નાદાન અને નાલાયક શીશુપાલોને સમજાવટના પ્રયત્નો અને થોડી છૂટછાટ બાદ સુદર્શન ચક્રનો તેજતર્રાર પ્રહાર, વ્હાલથી વીંટળાતી પ્રતીક્ષારત અને લાગણીશીલ ગોપીઓને પ્રેમપૂર્વક બાંસુરીનું મીઠું સંગીત, શિષ્યભાવે આદર આપીને સત્ય ઝંખતા જીજ્ઞાસુ અર્જુનોને સખા બનાવી આપતું જીવનઘડતરનું ગીતાજ્ઞાન અને જો સમર્પિત થાય તો સારથીની માફક માર્ગદર્શન !Krishna is reason and vision for every season. Krishna is smart art for heart. Krishna is evolution, revolution and ultimate solution.

 જય વસાવડાના પુસ્તક JSK (જય શ્રી કૃષ્ણ) માંથી અમુક અંશ

પુસ્તકની મૂળ કિમંત ~ 500 રૂપિયા
ઓફર કિમંત ~ માત્ર 425 રૂપિયા + Free Shipping

Buy Online Using This Link https://goo.gl/93ppwJ

પુસ્તકોની વધુ માહિતી માટે Whatsapp કરો આ નંબર પર 08000057004 અથવા ફોન કરો 08000058004 પર અમને તમારી મદદ કરવામાં ખુબ આનંદ થશે.

www.dealdil.com પર મુકેલા પુસ્તકો માંથી કોઈપણ પુસ્તકો મેળવવા માટે તેની ઈમેજ (ફોટો) અમને ઉપર આપેલા Whatsapp નંબર પર મોકલો સાથે આપનું પૂરું નામ, સરનામું પીનકોડ સાથે અને મોબાઇલ નંબર અને ઈમેલ એડ્રેસ અમને મોકલાવી આપો. અમે તે પુસ્તક / પુસ્તકો આપને COD (Cash On Delivery) થી મોકલી આપીશું તમારી પાસે.

ટીપ્પણી