આવો, આ ગુજરાતી ભાઈને ન્યાય અપાવીએ – HP કંપનીની છેતરપિંડી

મિત્રો!
હું, પ્રતિક પટેલ, આજે તમારી સમક્ષ એક એવી વાત ઊજાગર કરવા જઈ રહ્યો છું કે જેના માટે મને તમારા સપોર્ટની જરૂર છે. નીચેની વાત તમને યોગ્ય લાગે તો દરેક ભારતીય સુધી પહોંચાડવા મદદ કરો જેથી કરીને તમારા એક ભાઈને ન્યાય મળે.
…………………………………
HP ઓફિશ્યલ સ્ટોર પર મેં નોટબુક ૩૬૦ પેવિલિયન (લેપટોપ) તારીખ ૧૦ જુલાય ૨૦૧૭ ના ઓર્ડર કર્યુ હતુ. ઓર્ડર નંબર – ૯૨૧૯૪૯. મારા ભાઈ ધર્મેન્દ્ર પટેલના નામે બિલ કરાવ્યું હતું. ઓર્ડર સમયે અમે એક્સ્ટેન્ડેડ વોરંટી પણ લેવામા આવી હતી. ઓર્ડર સમયે ૪-૭ દિવસમાં લેપટોપની ડિલીવરી થશે એવું કહેવામાં આવ્યું હતુ.

હવે, શરૂ થાય છે આ મોટી કંપનીનો ખેલ! – પૈસા મળી ગ્યા પછી જ સ્તો!
૧) ઓર્ડર ૧૫ દીવસ લેટ પ્રોસેસ થયો.
૨) ફેડેક્સ દ્વારા લેપટોપ મોકલાવામા અાવ્યું હતુ. પેકેજ પર ફ્કત શહેરનુ નામ લખવામા આવ્યું હતુ (મારું એડ્રેસ નહીં!) કે જેના કારણે તે પેકેજ ફેડેક્સની સિટી ઑફિસમાં કોઈ જ પ્રકારની ગતિવિધિ વિના ૧ અઠવાડીયા સુધી પડ્યુ રહ્યું. છેવટે, ફેડેક્સના સી.ઈ.ઓ.ને છેવટે અનેક મગજમારી બાદ આ વસ્તુની જાણ કરવામા આવી. ત્યારબાદ, માત્ર ૩ કલાકમાં જ ડિલીવરી ની ગોઠવણી કરવામા આવી.


૩) લેપટોપ પેકેજ સાથે કોઈ બીલ અને એક્સ્ટેન્ડેડ વોરંટીની વીગત આવી ન હતી. આ વાતની જાણ અમે કસ્ટમર કેરમાં કરી. અમને કહેવામા આવ્યું કે બીલ ની કોપી નો ઇમેલ ૨૪ કલાકમા આવી જશે. એ વાત ને આજે ૨૫ દિવસ થઈ ગયા પરંતુ હજી કશું જ આવ્યું નથી. જી.એસ.ટી અંતર્ગત બિલ વિના કામકાજ! – મોદી સાહેબ, સાંભળો છો ને આ તમારા ગુજરાતીને થઈ રહેલ હેરાનગતિ!
૪) બીજો એક મોટો ઈસ્યુ તો એ છે કે લેપટોપની ૧ સ્વિચ ખરાબ હતી અને ૪ દિવસનાં વપરાશ બાદ લેપટોપની ડીસ્પલે બંધ થઈ ગઈ. આ બધી વાતની ફરિયાદ કરવામા આવેલી છે. ફરિયાદ નંબર – ૫૦૦૧૮૯૦૮૯૪ અને ૫૦૦૨૦૯૮૬૨૨ છે.


૫) રોજ રોજ ફોન અને ઇમેલનો કોઈ સરખો જવાબ મળતો નથીં. આપણી સાથ‌ે ગોળ-ગોળ વાતો કરવામા આવે જેથી આપણે કંટાળીને ફોન મુકી દઈયે. મે માંગણી કરી છે કે લેપટોપ પાછુ લઈ જાવ અને પૈસા પાછા આપો.

લેપટોપ ના ૮૦,૦૦૦ રુપિયા આપેલા છે તો આપણે કેમ ખરાબ લેપટોપ લઈઅે? HP વાળા જુદા જુદા નંબર ઉપર ફોન કરવાનુ કહે અને સર્વિસ સેન્ટર જવાની વાતો કરે. સર્વિસ સેન્ટર વાળા બીલની કોપી વગર કશુ ના કરે અને આપડે ત્યાં કેમ જઈઅે? આપણે એડવાન્સ પૈસા આપ્યા છે અેનો ફાયદો ઉપાડે છે આવી મોટી કંપનીઓ.

મારી તમને નમ્ર વિનંતી છે કે મારી આ વાત તમે દરેક ભારતીય સુધી પહોંચાડો જેથી કરીને મને ન્યાય મળે અનેઆવી કંપનીઓથી સૌ ચેતતા રહે!
નામઃ પ્રતિક પટેલ
ફેસબૂક પ્રોફાઈલ – https://www.facebook.com/Methaniya

ટીપ્પણી