શાકભાજીને પણ જુદી-જુદી ઘણી રીતે વાપરી શકાય છે.

1150277_620043778026654_920954168_n

 

આપણા રસોડામાં રહેલ દરેકે-દરેક વસ્તુ ઉઅપયોગી હોય છે અને દરેક શાકભાજીને પણ જુદી-જુદી ઘણી રીતે વાપરી શકાય છે.

 

અહીં આ જ રીતે કોબીના વિવિધ ઉપયોગ વિશે જણાવવામાં આવ્યું છે. કોબીના આવા અલગ અલગ ઉપયોગથી રસોઈમાં વિવિધતા તો લાવી જ શકાય છે અને રસોઈ સ્વાદિષ્ટ પણ બનાવી શકાય છે.

આગલની સ્લાઈડ્સમાં તસવીરો સાથે જુઓ, કોબીના અવનવા ઉપયોગો….

1) કોબીના પાનને બાફી સમારી તેમાં ચણાનો લોટ, હળદર, મીઠું, મરચું ભેળવી તળવા અને ગ્રેવી બનાવી તેમાં આ ભજિયા નાખવા. કોબીના કોફ્તા તૈયાર થશે.

2) કોબીના પાનનો ઉપયોગ વેજીટેબલ રોલ્સ બનાવવા કરી શકાય.

3) ઉપમામાં ઝીણી સમારેલી કોબી નાખવાથી ઉપમા સ્વાદિષ્ટ લાગે છે.

4) સ્વાદિષ્ટ સલાડ માટે કોબીને ઝીણી સમારી તેમાં વલોવેલું દહીં, મીઠું, મરચું, શેકેલું વાટેલું જીરું સ્વાદાનુસાર નાખવું.

5) ઝીણી સમારેલી કોબીનાં પરઠા તેમ જ મુઠિયા બનાવી શકાય.

ટીપ્પણી