ખીલને જડમૂળમાંથી દૂર કરશે આ દમદાર ઈલાજ,અજમાવી જુઓ

4009_untitled-1_copy

 

યુવાનીના ઝરુખે આવીને ઉભેલા છોકરા કે છોકરીના શરીરમાં અનેક ફેરફાર થવા લાગે છે. આ સમયે હોર્મોન્સના ફેરફારને કારણે મુખ પર ખીલ થવાની સમસ્યા સામાન્ય છે અને ચહેરાની સુંદરતાને તે બગાડી દે છે. યુવાનીમાં સુંદર દેખાવા દરેક યુવક-યુવતી અનેક પ્રકારના નુસખા અજમાવતા હોય છે. પરંતુ આયુર્વેદમાં આ સમસ્યાનો સચોટ ઈલાજ છે જે આજે અમે તમારા માટે લઈને આવ્યા છે.

કાળી માટીને ઘસીને ખીલ પર લગાવવાથી ખીલની સમસ્યા દૂર થાય છે.

હળદર અને ચણાના લોટને દૂધમાં મિક્ષ કરી તેનો લેપ ચહેરા પર લગાવવાથી ચહેરાનો રંગ ખીલે છે અને ચહેરો ચમકીલો બને છે.

જાયફળમાં ગાયનું દૂધ મેળવી ચહેરા પર તેનો લેપ કરવાથી ખીલની સમસ્યા દૂર થાય છે.

જાંબુની ગોટલીને પાનીમાં ઘસીને ચહેરાપર લગાવવાથી ખીલ દૂર થાય છે.

લીમડાના પાંદડાના ચૂરણમાં મુલતાનની માટી અને ગુલાબજળ મેળવી પેસ્ટ બનાવી તેને સપ્તાહમાં એક વાર ચહેરા પર લગાવવાથી ચહેરાની અનેક સમસ્યામાંથી છુટકારો મળે છે.

લીમડાના વૃક્ષની છાલને ઘસીને ખીલ પર લગાવવાથી પણ ખીલ દૂર થઈ જાય છે.

દહીમાં મધના બે-ત્રણ ટીપા નાખી મિક્ષ કરી તેનો ચહેરા પર લેપ લગાવવાથી થોડાક દિવસમાં જ ખીલ દૂર થઈ જાય છે અને ચહેરા પર નિખાર આવે છે.

તુલસી તથા ફૂદીનાના પાનને બરાબર માત્રામાં લઈ પીસી લેવું તથા તેમાં લીંબુંનો થોડો રસ મિક્ષ કરી ચહેરા પર લગાવવાથી ખીલની સમસ્યામાંથી છુટકારો મળે છે.

લીમડાના મૂળને પીસી તેને ખીલ પર લગાવવાથી તરત આરામ મળે છે.

ટીપ્પણી