તમારી હથેળી વાંચો અને તમારું ભાગ્ય જાણો….એકવાર અજમાવી જુઓ !!!

- Advertisement -

જીવનએ દોડતા ઘોડા જેવુ છે, જે પુર ઝડપે, વગર અટકયે, વગર રોકાયે પાછળ નજર ઘુમાવયા વગર તેજ ગતીએ બસ આગળની દીશા માં દોડયા રાખે છે. પણ આગળ શું થવાનુ છે તે તો હંમેશા રહસ્ય જ રહયુ છે. પણ જ્યોતિષશાસ્ત્ર એક એવુ શાસ્ત્ર છે કે જેના દ્વારા આપણે આપણા ભવીષ્યની બારી માંથી ડોકીયુ કરી શકીએ છીએ,  હવે આ વાત કેટલી સાચી છે કે ખોટી તે તો મહાન ઈશ્વર  જ જાણે, પણ આપણે તો આજે એ જાણવાનુ છે કે કોઈ પણ ભાષા વગર હથેળીવાંચન કેમ કરી શકાય, શું તમે જાણવા માટે આતુર છો કે તમારી હથેળી માં શું લખ્યું છે ?

હસ્તરેખા વાંચવી અથવા કહો કે હસ્તરેખા ઉપરથી ભવીષ્ય કથન કરવુ, આખી દુનીયાને આ વાતનો જાણે ચસકો ચઢેલો છે. પણ આપણે ભુલવુ ના જોઈએ કે તેનાં મુળ આપણા ભવ્ય ભારત દેશનાં જ્યોતિષશાસ્ત્ર સાથે જોડેલા છે. આ પ્રક્રિયામાં જે તે વ્યક્તીનું ભવીષ્ય ભાંખી તેના વીષે અવનવી વાતો કહેવાની હોય છે.  હવે તમે ખુબજ મહત્વાકાંક્ષી જ્યોતિષ બનવા માંગતા હો કે પછી તમારા મિત્રો સાથે સમય પસાર કરવા અને આનંદ માટે તમારા મિત્રોને ઈમ્પ્રેસ કરવા માંગતા હો તો અહીંયા કેટલીક એવી વાતો રજુ કરવામાં આવી છે કે જે તમને જણાવશે કે માત્ર કોઈક નો હાથ પકડીને તેની અંદરની વાતો કેમ જાણી શકાય.

તો ચાલો જાણી લઈએ ભાવુશ્ય જાણવાની પધ્ધતી :

વ્યક્તિના હાથની પસંદગી :

સ્ત્રીઓ માટે જમણો હાથ બતાવે છે કે  તમે સાથે શું લઈને જન્મ્યા છો, મતલબ કે તમે કેવા નસીબ સાથે આ અવની પર ઉતર્યા છો તે જણાવે છે તથા ડાબો હાથ આ જીવન યાત્રા દરમયાન તમે કેટકેટલુ મેળવવાના છો એ બતાવે છે. પુરુષો માટે ડાબો હાથ, સાથે શું લઈને જન્મ્યા છો તે અને જમણો હાથ આ જીવન માં કેટલુ મેળવવાનું છે તે બતાવે છે. આ ઉપરાંતની પસંદગીમાં તમે એક પ્રભાવશાળી હાથને ભુતકાળ અને વર્તમાન માટે અને બીજા ઓછા પ્રભાવશાળી હાથને ભવિષ્યની ઘટનાઓ માટે પસંદ કરી શકો છો.

2) હથેળીની ભાષાના દુભાષીયા થવા માટે સૌપ્રથમ ચાર મહતવની રેખાઓ ને ઓળખો, તેમાં તુટક પણ હોઈ શકે છે, ટુંકી પણ હોઈ શકે છે, પણ તેમાંની ત્રણતો હોવી જ જોઈએ.

palm lines

1) હૃદયની રેખા

2) મુખ્ય રેખા

3) જીવન રેખા

4) નસીબ રેખા ( બધા ને નથી હોતી )

૧. ) હૃદયની રેખાનું અર્થઘટન કરીએ તો …

આ રેખાનું વાચન દીશા લક્ષી કરી શકાય ( ટચલી આંગળી થી અંગુઠા પાસેની આંગળી સુધી અથવા તો તેનાથી ઉલટુ )આ પધ્ધતીને અનુસરીએ તેના પર આધાર રાખે છે. આ રેખા ભાવાતમક સ્થીરતા, રોમેનટીક પણું (પરેમી પણું), ડીપરેશન પણું, હૃદય આરોગ્ય વગેરે સાથે સંબંધ ધરાવે છે. આ રેખાનું મુળ અર્થઘટન કંઈક આ મુજબ છે. જો આ રેખા ઇન્ડેક્સ ફીંગર નીચેથી શરુ થાયતો તેવા વ્યકિત માટે પરેમ જીવન શકય છે. મીડલ ફીંગર નીચેથી શરુ થાય તો પરેમ મા પડતા જ સ્વાર્થી થવાની વૃત્તિ દરશાવે છે. મધ્યભાગમાંથી શરુ થાય તો સરળતાથી પરેમ માં પડવાની શકયતા છે. સીધી અને ટુંકી હોય તો જીવન માં ઓછા રસ ધરાવવાની નીશાની છે. જીવન રેખાને અડકે તો પ્રેમમાં નિષ્ફળતા અને દીલ તુટવાની શકયતાઓ છે.

લાંબી અને વક્ર હોયતો તેવી વ્યકિત સરળતાથી ઇમોશન અને ફીલીંગ વ્યક્ત કરનાર હોય છે. સીધી અને મુખ્યરેખા ને સમાંતર હોયતો તેવી વ્યકિત ઈમોશન પર સારો કાબુ ધરાવનાર હોવાની શકયતોઓ છે. ઉંચ નીચ થતી રેખા હોયતો તેવી વ્યકિત ઘણા બધા પરેમ સંબંધો ધરાવનાર હોઈ શકે.રેખા પર વર્તુળ હોયતો દુખી અને ડીપરેશન વાળી વ્યકિત હોઈ શકે. જયારે નાની નાની રેખા અને તુટક રેખા બન્ને વ્યકિતને ઈમોશનલી ઈજાગ્રસ્ત હોવાનાં સંકેતો પુરા પાડે છે.

૨.) મુખ્ય રેખાનું પરીક્ષણ :

આ રેખા ભણવાની ક્ષમતા દર્શાવે છે, એક મેક સાથેનાં જોડાણ નો એપરોચ તથા બુધ્ધિ ક્ષમતા અને નોલેજ ની ભુખ દર્શાવે છે. જો રેખા વક્ર હોય તો તેને જોડાણ છે સર્જનાત્મકતા સાથે જયારે સીધી રેખા સબંધ ધરાવે છે વયવહારુ અને માળખાગત એપ્રોચ સાથે મુળભુત અર્થઘટન કરીએતો :

જો આ રેખા ટુકી હોય તો શારીરીક એચીવમેન્ટ દર્શાવે છે. વકર અને ઢાળ વાળી હોય તો તે સર્જનાત્મકતા દર્શાવે છે. લાઇફ લાઇન થી અલગ હોય તો તે સાહસ અને જીવન માટે ઉતસાહ દર્શાવે છે. ઉંચ-નીચ વાળી લાઇન હોય તો થોડા સમય માટે નું ધ્યાન બતાવે છે. ઉંડી અને લાંબી લાઇન ચોખ્ખા અને ફોકસીંગ વાળા વીચારો બતાવે છે. સીધી લાઇન વાસ્તવવાદી અને હકીકત ના વીચારો બતાવે છે. મુખ્ય લાઇન ને ક્રોસ થાય તો ઇમોશનલ કટોકટી બતાવે છે. તુટક મુખ્યરેખા વીચારોની અસાતત્યતા બતાવે છે. એક કરતા વધારે વખત જો હેડ લાઇન ક્રોસ કરે તો તે યાદગાર નિર્ણય બતાવે છે.

૩.) જીવન રેખાનું મૂલ્યાંકન :

અંગુઠા પાસેથી શરુ થઇ હથળીમાં કાંડા તરફ જતી રેખા. આ રેખા શારીરીક સ્વાસ્થ્ય, જીવનનાં મહત્વનાં ફેરફારો, અઘટીત ઘટનાઓ ,શારીરીક ઇજાઓ, સથળાંતર. વગેરે સુચવે છે. પણ એક વાત યાદ રહે કે જીવન રેખા ની લંબાઇ એ જીવન ની લંબાઇ સાથે સંકળાયેલ નથી.

અર્થઘટન :

આ રેખા અંગુઠા ની નજીક થી નીકળે તો વારંવાર જીવનથી લાગેલ થાક સુચવે. વક્રાકાર હોય તો ઉર્જાથી ભરપુર જીવન સુચવે. લાંબી અને ઉંડી હોય તો પ્રાણશક્તિ અને કાર્યશક્તિ સુચવે. ટુંકી અને છીછરી હોય તો કોઇકની ચાલાકીનો ભોગ બનનાર છે એવુ સુચવે. ટુંકા સર્કલમાં ધેરાયેલ હોય તો તે શક્તિ સુચવે. સીધી અને હથેળીની ધારથી નજીક હોય તો સંબંધોમાં સાવધાન હોવા નો ગુણ દર્શાવે. એક કરતા વધારે જીવન રેખા વધારે ઉત્સાહી હોવાનું જણાવે છે. અને જો લાઈનમાં સર્કલ હોય તો હોસપીટલમાં દાખલ થવાની અને ધાયલ થવાની વાત જણાવે છે. જયારે તુટક રેખા જીવન માં આવેલા જડપી ફેરફાર દરશાવે છે.

૪.) નસીબ રેખાનું વર્ણન :

આ રેખાને ભાગ્યરેખા પણ કહેવામાં આવે છે. જે જાણ બહાર થયેલી ધટના ઓનાં પ્રમાણ આપે છે અને તે મધ્યભાગ માં હોય છે.

અર્થઘટન :

ઉંડી લાઇન હોય તો જીવન નસીબ ના સંપૂર્ણ કંટ્રોલ માં હોવાનુ સુચવે છે. તુટક અને બદલતી દીશા વાળી રેખા બાહયપરીબળોનાં લીધે જીવન માં આવતા ધણા બધા ફેરફારો સુચવે છે. લાઇફ લાઇન સાથે જોડાઇને શરુ થતી રેખા સ્વતંત્ર વીચારધારા સુચવે છે. મધ્યભાગ માં લાઇફ લાઇનને જોડે તો બીજા માટેની આત્મસમર્પણની ભાવના સુચવે છે. અને અંગુઠાનાં આધાર ભાગ અને લાઇફ લાઇનને ક્રોસ કરેતો મિત્રો અને કુટુંબનો સપોર્ટ સુચવે છે.

સાભાર : પાર્થભાઈ અણઘણ

ટીપ્પણી