દાંતને સફેદ અને ચમકદાર બનાવશે આ 20 નુસખા

8678_untitled-1

તમારાં દાંત માત્ર વાતો કરવામાં કે ભોજન ચાવવામાં જ મદદરૂપ થાય છે તેવું નથી. દાંત એ તમારાં વ્યક્તિત્વને પણ અનોખી ઓળખ આપે છે. આજે માર્કેટમાં દાંતને ચમકતા રાખવાની પ્રક્રિયા અને મોંઘા દંત ઉપચારોની ભરમાર જોવા મળે છે. જે તમારાં દાંતને મોતી જેવા ચમકદાર બનાવવાના વાયદા કરે છે. પરંતુ અહીં આપેલા 20 નુસ્ખા તમારાં દાંતને સ્વાભાવિક રીતે ચમકદાર બનાવવામાં મદદરૂપ સાબિત થશે. સુંદરતા માત્ર ચહેરાથી જ નથી હોતી, જો તમારાં દાંત સફેદ નહીં હોય તો તમે બીજાંની સામે હાંસીપાત્ર પણ બની શકો છો. આ માટે જરૂરી છે કે તમે એવી બાબતો અંગે જાણકારી મેળવી લો જેનાતી તમારાં દાંત સફેદ અને ચમકદાર બની શકે છે.

 

 1. માઉથવોશ, કોફી અને સોડાનો ઉપયોગ ટાળો, ઘણીવખત કોફી, સોડા અને ક્યારેક ક્યારેક માઉથવોશના કારણે પણ તમારાં દાંત પીળા પડી શકે છે.
 2. દિવસમાં ઓછાંમાં ઓછા બે વખત બ્રશ કરવાની આદત પાડો. તેનાથી દાંતના સડાના કારણભૂત બનતા દાંતોની વચ્ચે રહેલા પ્લાક અને બેક્ટેરિયા નિકળી જશે. તેથી દાંતના સડાથી બચવા માટે દિવસમાં બે વખત બ્રશ કરવું ખૂબ જ જરૂરી છે.
 3. જો ક્યારેક ઉતાવળમાં તમે દાંત સાફ નથી કરી શક્યા તો કોઇ રસવાળું ફળ ખાઇ લેવું જોઇએ. જે દાંત પર પ્રાકૃતિક બ્રશ તરીકે કામ કરે છે. સાઇટ્રસથી ભરેલા ફળો મોંઢામાં લાળ વધારીને પ્રાકૃતિક રીતે દાંતની પીળાશને ઓછી કરે છે. તથા દાંતને સાફ કરીને ચમકદાર બનાવે છે. સાથે સાથે વિટામિન સીથી ભરેલી સ્ટ્રોબેરી અને કીવી જેવા ફળ તમારાં પેઢાંને મજબૂત બનાવે છે. સફરજન કે નાસપતી જેવા ફળો પણ ઘણાં લાભદાયક છે કારણ કે તેનાથી મોંઢામાં લાળનું પ્રમાણ વધી જાય છે.
 4. ઘણાં લોકોને ફ્લોસિંગની અવધારણા પ્રત્યે શંકા હોય છે. ઘણાંને એવું છે તેનાથી દાંતના પેઢામાંથી લોહી વહેવાનું શરૂ થઇ શકે છે. જો આ પ્રક્રિયાને ધ્યાનથી કરવામાં આવે તો તે તમારાં દાંતને સ્વસ્થ બનાવી રાખવામાં મદદરૂપ સાબિત થાય છે અને તમને દાંતના સડામાંથી પણ બચાવે છે.
 5. પનીર, દહીં જેવા ડેરી પ્રોડક્ટ્સથી પેઢાંની બિમારીઓ ઓછી થાય છે સાથે સાથે દાંતની સફેદી જાળવામાં મદદ કરે છે. દંતવલ્કને સુરક્ષિત અને મજબૂત બનાવી રાખવાની સાથે સાથે સખત પનીર અને નરમ પનીરની સરખામણીમાં દાંતને સફેદ અને ચમકદાર રાખવામાં વધારે પ્રભાવી છે.
 6. તલ પ્લાકને ખતમ કરીને દાંતને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે. તેમાં ભરપૂર માત્રામાં રહેલું કેલ્શિયમ દાંત અને પેઢાંની આસપાસના હાડકાને મજબૂત બનાવે છે. સૂરજમુખીના બીજમાં ફાઇબર, પ્રોટીન અને વિટામિન ઇ ભરપૂર માત્રામાં જોવા મળે છે. સાથે સાથે તે મેગ્નેશિયમ જેવા મહત્વપૂર્ણ ખનીજ પણ પ્રદાન કરે છે. સૂરજમુખીના બીજને ચાવવાથી તમારાં મોઢાંમાં દુર્ગંધ નહીં આવે અને દાંતના સડામાંથી પણ બચાવશે.
 7. વિટામિન એથી ભરપૂર બ્રોકોલી, ગાજર જેવા શાકભાજી દંતવલ્કના ગઠનમાં મદદરૂપ સાબિત થાય છે. આ શાકભાજીને કાચા જ ખાવાનો આગ્રહ રાખો. કારણ કે કાચા શાકભાજી તમારાં પેઢાંની માલિશ કરીને દાંતોને સાફ કરે છે અને તેની સફેદી જાળવી રાખે છે.
 8. એક જ સ્ટ્રોના ઉપયોગથી તમારાં દાંત મજબૂત બનશે. આનાથી અન્ય કોઇ પણ ડ્રીંક્સના સેવનથી થતાં નુકસાનથી બચાવશે. તેનું એક કારણ એ પણ છે કે અલગ અલગ સ્ટ્રોના ઉપયોગથી ડ્રીંક્સ તમારાં દાંતને અડ્યા વગર સીધું તમારાં મોઢાંમાં જાય છે.
 9. દર બે મહિનામાં એક નવું બ્રશ ખરીદવાનો આગ્રહ રાખો. નિયમિત અંતરે તમારું બ્રશ બદલવું ખૂબ જ જરૂરી છે. રોજિંદા વપરાશને કારણે દાંતના બ્રિસલ્સ સખત થઇ જાય છે. જે તમારાં દાંતના ઉપરના પડને નુકસાન પહોંચાડે છે. આ કારણોથી તમારાં દાંત ઝડપથી પીળા પડવા લાગશે.
 10. લીંબુ અને મીઠાના મિશ્રણનો ઉપયોગ તમારાં દાતને ચમકાવશે. લીંબુમાં કુદરતી રીતે રહેલું સાઇટ્રિક એસિડ જ્યારે મીઠાં સાથે ભળે છે ત્યારે યોગ્ય કામ કરે છે.
 11. ચમકદાર દાંત માટે નિયમિત રીતે દાંતને મીઠાં અને લીંબુના રસના મિશ્રણથી સાફ કરો.
 12. કેલ્શિયમનું સેવન તમારાં દાંતની મજબૂતાઇ જાળવી રાખવામાં મદદરૂપ થશે. સાથે સાથે તે દાંતની ચમકને પણ જાળવી રાખે છે.
 13. તમારાં બ્રશને શૌચાલયથી ઓછામાં ઓછું 6 ફૂટ દૂર રાખો. એવું કહેવાય છે કે ફ્લશમાંથી ઉત્પન્ન થતા હવાઇકણોથી બ્રશને બચાવવા માટે તેને શૌચાલયથી ઓછામાં ઓછું 6 ફૂટ દૂર રાખવું જોઇએ. તેનાથી દાંત સ્વસ્થ રહે છે અને કોઇ પણ પ્રકારથી થતા નુકસાનથી બચી શકાય છે.
 14. નિયમિત રીતે ડેન્ટિસ્ટ પાસે પરિક્ષણ કરાવવાનો આગ્રહ રાખો. જે લોકો વર્ષમાં એકવાર પણ ડેન્ટિસ્ટ પાસે તેમના દાંતોનું ચેકઅપ નથી કરાવતા તેઓના દાંત વધારે ખરાબ અને બગડેલા હોય છે.
 15. જો તમારાં દાંત ખરાબ થઇ ગયા છે અને ઘરેલૂ ઉપચાર દ્વારા તેની ચમક પરત લાવવાનું અસંભવ બની ગયું છે તો તમે ટીથ વ્હાઇટનિંગ ટ્રીટમેન્ટનો સહારો લઇ શકો છો. આ ઉપચાર તમારાં દાંતને અમુક હદ સુધી ચમકદાર બનાવી શકે છે.
 16. ફૂદીનાવાળી ટૂથપેસ્ટ દાંતને ચમકદાર બનાવવામાં મદદગાર સાબિત થાય છે. તેના સકારાત્મક પરિણામ તરત જ નહીં પરંતુ થોડાં સમય બાદ જોવા મળશે.
 17. આનુવંશિક કારણોસર પણ ઘણાં લોકોના દાંત ખરાબ બની શકે છે અને આ બાબતોથી લોકો અજાણ્યા હોય છે. તેથી ખરાબ દાંત માટેનું યોગ્ય કારણ જાણવા માટે ડેન્ટિસ્ટ પાસે તમારાં દાંતની તપાસ કરાવવી જરૂરી છે.
 18. વધારે માત્રા ધરાવતી એન્ટિબાયોટિક્સ દવાઓના સેવનના કારણે પણ તમારાં દાંત પીળા પડી શકે છે. તેથી વ્યર્થમાં એન્ટિબાયોટિક્સ દવાઓનું સેવન ના કરશો.
 19. પરફેક્ટ બ્રશ તમારી અનેક સમસ્યાઓનું નિવારણ બની શકે છે. એક સાધારણ ટૂથબ્રશને લોકો તેમના દાંત પર જોરથી ઘસે છે. તેથી તમારાં દાંતને નુકસાન પહોંચે છે. આનાથી તમારાં પેઢાંને પણ નુકસાન થાય છે અને દાંતની વચ્ચે જગ્યા થઇ જાય છે. સેનિક ટૂથબ્રશના ઉપયોગથી આ તમામ સમસ્યામાંથી તમને નિવારણ મળી શકે છે.
 20. ટીથ વ્હાઇટનિંગ કીટ તમારાં દાંતની ચમકને જાળવી રાખશે. એક સુરક્ષિત અને કોઇ પણ સાઇડ ઇફેક્ટવાળી બ્રાન્ડની પસંદગી કરવા માટે તમારાં ડોક્ટરની સલાહ લો.
 21. અનુચિત પાચનક્રિયા પણ તમારાં દાંતની પીળાશ માટે જવાબદાર બની શકે છે. તેને સુધારવા માટે તમારાં ખાણીપીણીની આદતોમાં બદલાવ લાવો. નિયમિત રીતે વ્યાયામ કરો અને સ્ટ્રેસથી બચો.

 

 

ટીપ્પણી