બ્રેડ/બન સોફ્ટ નથી બનતા ને ? જાણો ક્યાં ખામી રહી જાય છે…!

હાર્ડ ક્રસ્ટ્સ / બ્રેડ / બન્સ તમે ક્યાંક ખૂબ ઓછી ગરમી પર પકવવા અને ખૂબ લાંબા સમય માટે ઓવેન મા રાખવા થી અથવા લોટ બરાબર મિક્સ ના થયુ હોય તો બ્રેડ / બન્સ હાર્ડ થઈ સકે છે તો બન ને સોફ્ટ બનાવા આ ટીપ્સ અનુસરો:

• તમે કણક બાંધવા માટે પાણી કે દૂધ વાપરો તે હુંફાળુ હોવુ જ઼ોઈઍ , બહુ ગરમ ના હોવુ જ઼ોઈઍ.
• ગરમ પાણી યીસ્ટ ને લોટ સાથે પ્રક્રિયા કરવા નથી દેતુ.
• કણક ને 8 થી 10 મિનિટ સુધી મસાલો ત્યાર બાદ હથેળી પર તેલ લગાવી કણક ની ચારે બાજુ લગાવી લો અને કપડા થી કવર કરી થોડી વાર આરામ આપો.
• બન ની ટ્રે ઓવેન માં મૂકતા પહેલા ઓવેન ની પ્રી-હિટ કરવા નુ ભૂલશો નહી. ,ઓવેન ને પ્રી-હિટ કર્યા વગર મૂકશો તો બન સખત બનસે અને લાંબો સમય લઇ શકે છે.
• બ્રેડ્સ / બન્સ માટે પ્રમાણભૂત તાપમાન 180-200 છે તો તમારા ઓવેન નુ તાપમાન આ રેન્જમાં રાખવુ.
• બન ને થતા 20 થી 25 મિનિટ લાગે છે વ્યક્તિગત ટુકડાઓ માપ પર આધાર રાખે છે.

સાભાર : નિકિતા મોદી (અમેરિકા)

આપ સૌને આ પોસ્ટ કેવી લાગી અચૂક કહેજો !

ટીપ્પણી