તમારી કાર ની ઍવરેજ મેઈન્ટેઈન કરવાની આ અસરકારક રીતો તમે જાણતા હતા ? Save Money!!

સતત વધતાં પેટ્રોલ અને ડીઝળના ભાવથી તમામ લોકો હેરાન છે. ખાસ કરીને એવા લોકો જે રોજ કાર ડ્રાઈવ કરે છે. જોકે પેટ્રોલ-ડીઝલના ભાવ ઓછા કરવાં તે આપણાં હાથમાં નથી, તે વિશ્વ બજાર પર નિર્ભર કરે છે. પરંતુ તમે કંઈક એવું જરૂર કરી શકો છો જેના દ્વારા તમારી મહેનતની ઓછામાં ઓછી રકમ પેટ્રોલ અને ડીઝલ પર ખર્ચ થાય. અમે તમને અહીં કેટલાક એવા સરળ ઉપાય જણાવી રહ્યા છીએ જેના દ્વારા તમે તમારી કારની માઈલેજ સરળતાથી વધારી શકો છો અને પેટ્રોલ-ડીઝલ પર થતો ખર્ચ ઓછો કરી શકો છો.

એર ફિલ્ટરને રાખો સાફ:

કારમાં જે એર ફિલ્ટર લાગેલ હોય છે તેને તમારી કારની માઇલેજ સાથે સીધો સંબંધ હોય છે. કારને ઘણા દિવસો સુધી ચલાવ્યા બાદ કારમાં લાગેલ એર ફિલ્ટર ખરાબ થઈ જાય છે. ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે, કારનું એર ફિલ્ટર ખરાબ થઈ જવાં છતાં લોકો તેના પર ધ્યાન નથી આપતા હોતા. આ જ કારણ છે કે, કાર ઓછી એવરેજ આપે છે. ખરાબ એર ફિલ્ટર વધુમાં વધુ ઉર્જા વાપરે છે કારણ કે કારના એન્જિન સુધી પેટ્રોલનો પ્રવાહ યોગ્ય રીતે નથી પહોંચતો. માટે તમે તમારી કારની માઈલેજ વધારવા માગતા હોવ તો એર ફિલ્ટર હંમેશા સાફ રાખવું જોઈએ.

ટાયરના પ્રેસર પર ધ્યાન આપવું:

ટાયર પર જ આખી કારનું વજન આવતું હોય છે. લાંબા સમય સુધી કાર ચલાવ્યા બાદ કારના ટાયરમાં હવાનું દબાણ વધવાના કારણે ધીરે ધીરે કારના દાયરમાં હવા ઓછી થવા લાગે છે, જેના કારણે કારને ચલાવવા માટે વધુ એક્સલેટેરનો ઉપયોગ કરવો પડે છે અને વધુ ઉર્જા વપરાય છે. માટે સમયાનુસાર તમારી કારના ટાયરના પ્રેસરની તપાસ કરાવતા રહેવું અને જરૂર જેટલી હવા ટાયરમાં રાખવી જોઈએ.

કારનું ઓછું વજન:

જ્યારે પણ તમે પ્રવાસ માટે બહાર જવાના હોવ તો ત્યારે પ્રયત્ન કરવો કે કારમાં ઓછામાં ઓછું વજન હોય. તમે કારમાં જરરૂત કરતાં વધારાનો સામાન હટાવી કારનું વજન ઓછું રાખી શકો છો. ઘણી વખત જોવામાં આવ્યું છે કે, એવો સામાન રાખતાં હોય છે જેની જરૂરત પણ ન હોય. મતલબ જૂના ટાયર, એક્સ્ટ્રા સ્ટેપની, જરૂરત કરતાં વધારે સાધન અને સામાન વગેરે. યાદ રાખો જો તમે જરૂરત કરતાં વધુ સામાન જેનું વજન 50-60 કિલોગ્રામ સુધી છે તેને લઈને ચાલશો તો તમે દર વખતે એક એક્સ્ટ્રા વ્યક્તિનું વજન લઈને ચાલો છો જેની અસર તમારી કારની માઇલેજ પર પડે છે.

સવારના સમયમાં પેટ્રોલ-ડીઝલ પુરાવો:

આ એક એવું કામ છે જેના પર વિશેષ ધ્યાન આપવાની જરૂરત છે. હાં આમ કરવું જીવનમાં દરેક વખતે શક્ય નથી હોતું પરંતુ તમે થોડું ધ્યાન આપો તે તે શક્ય થઈ શકે છે. હાં પેટ્રોલ-ડીઝલ પુરાવતા સમયે હંમેશા સવારે કે સાંજે પેટ્રોલ પમ્પ પર જવાનો પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે તડકામાં પેટ્રોલ-ડીઝલની ઇન્ટેસ્ટીવિટી વધી જાય છે અને ક્રૂડ ગરમ થઈ જાય છે અને તે વધારે વપરાય છે.

સર્વિસ:

એક સારી માઇલેજ માટે સમયાંતરે કારની સર્વિસ કરાવવી ખૂબ જ જરૂરી છે. તમારી કાર કોઈ જીવ નથી જે પોતાની મુશ્કેલી વિશે તમને જણાવશે. તમારે ખુદ જ આ લાખોની સંપત્તિનું ધ્યાન રાખવું પડશે. હાં સમયાનુસાર એક ટાઈમટેબલ અનુસાર તમારી કારની સર્વિસ હંમેશા કરાવતાં રહો તેનાથી તમે બન્ને, તમે અને તમારી કાર બન્ને ખૂબ ખુશ રહેશો. આ તો થઈ મેઇટેનન્સની વાત જેની મદદથી તમે તમારી કારની સારી એવી માઇલેજ મેળવી શકો છો. ઉપરાંત અન્ય રીત પણ છે જેના દ્વારા તમે તમારી કારની માઈલેજ વધારી શકો છો.

ઝડપથી ગિઅર ન બદલો:

જ્યારે તમે કાર ચલાવતા હોવ છો ત્યારે હંમેશા ધ્યાન રાખો કે કારના ગિઅર સાવધાની પૂર્વક બદલા જોઈએ. પ્રવાસ દરમિયાન ઓછામાં ઓછા ગિઅર બદલવાનો પ્રયત્ન કરો. જ્યારે જરૂરત હોય ત્યારે જ ગિઅર બદલો. જ્યારે તમારી કારની ગતિ વધુ હોય ત્યારે ગિયર વધારો અને ગતિ અનુસાર જ ગિયર ઓછા કરી લો. ધ્યાન રાખો કે વધુ ગિયરનો ઉપયોગ વધુ ઉર્જાનો વપરાશ કરે છે.

એન્જિન ઓન/ઓફ:

જો તમે શહેરમાં ભીડભાડવાળા રસ્તા પર કાર ચલાવો છો તો આ વાત પર સૌથી વધુ ધ્યાન આપવું જોઈએ. ભારે ભીડભાડવાળા રસ્તા પર જોવા મળતું હોય છે કે, લોકો ઝડપથી ગંતવ્ય સ્થળ સુધી પહોંચવા માટે કારના એન્જિનને બંધ કરવાનું પણ યોગ્ય નથી સમજતાં. જ્યારે ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહેવાનું સિગ્નલ મળે ત્યારે કારનું
એન્જિન ઓફ કરી દેવું જોઈએ. જો તમે હંમેશા એન્જિન ઓફ કરો છો તો તમે લગભગ 20 ટકા ઉર્જાની બચત કરી રહ્યા છો.

એક્સલેટેરનો ઉપયોગ:

એક્સલેટર એવું યંત્ર છે જે સીધી રીતે તમારા એન્જિન અને પેટ્રોલ-ડીઝલ ટાંકી સાથે જોડાયેલ છે. મતલબ એક્સલેટર જ કારના એન્જિન અને ફ્યૂઅલ ટેંકનીં મિડીએટર હોય છે. જ્યારે તમે કાર પ્રથમ ગિઅરમાં આગળ વધારો છો ત્યારે ધીરેથી એક્સલેટર છોડવું જોઈએ. ઘણી વખત જોવામાં આવ્યું છે કે, મોટાભાગના લોકો પિક-અપ
મેળવવાના ચક્કરમાં તાત્કાલીક ઝડપથી એક્સલેટરનો ઉપયોગ કરે છે. તમને જણાવીએ વધુ ઝડપથી એક્સલેટરનો ઉપયોગ વદુ ફ્યૂઅલનો વપરાશ કરે છે.

ગતિ પર ધ્યાન આપવું:

કાર ચલાવતા સમયે તમારી કારની ગતિ પર ધ્યાન રાખવું જોઈએ, તમને જણાવીએ કે, શહેરમાં 40-60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ચાલો, તેનાથી તમે તમારી માઈલેજને તો યોગ્ય રાખી શકો છો પરંતુ સાથે સાથે તમારી જિંદગી પણ સુરક્ષિત રહેશે.

સંકલન : દીપેન પટેલ

મિત્રો, આપ સૌ આ ઉપયોગી માહિતી શેર કરી બીજા ને પણ ઉપયોગી બનાવો !!

ટીપ્પણી