વ્યક્તિત્વ વિકસાવવા માટે શું કરવું આવો જાણીએ શ્રી રવિ શંકરજીની નજરે…

Young woman holding emotive masks

કોઈએ શ્રી રવિ શંકરને પૂછ્યું કે કેવી રીતે આપણે વ્યક્તિત્વને વિકસાવવું જોઈએ?

શ્રી રવિ શંકર:
વ્યક્તિત્વના વિકાસ માટે, તમારે ૫ દિવસ આ ૫ અનુભવો લેવા માટે વિતાવવા
જોઈએ જે તમારા જીવનને ખરેખર સુગંધિત કરશે.
તમે તમારું વ્યક્તિત્વ આ ૫ અનુભવો સાથે વિકસાવી શકો છો.
તમારે ખુબ ગંભીરતાથી આ ૫ પાત્રો નિભાવવા જોઈએ:

૧. પહેલું પાત્ર જેના માટે હું ભલામણ કરીશ એ છે એક શાળાના શિક્ષક બનવું.

એવા બાળકોને ભણાવવા કે જેમને ભણવું નથી, તમને એ માટે ખુબ ધૈર્યની જરૂર પડશે.
એક નર્સરી કે પ્રાઈમરી શાળાના શિક્ષક તરીકે, એક દિવસ માટે પણ, તમે જોશો
કે તમારે કઇ રીતે ધૈર્ય વધારવું પડશે.

૨. એક બગીચાના માળી બની જુઓ અથવા ખેડૂત સાથે એક દિવસ વિતાવો

જો તમે બીજ વાવતા હોવ તો,
જો તમે છોડવાઓને પાણી આપતા હોવ તો,
તમને ખબર પડશે કે તમારે કઇ રીતે પાણી, જમીન અને વાતાવરણનું ધ્યાન રાખવું.
તમને વાતાવરણ માટે સહાનુભૂતિ થશે.
તમને અન્નની મહતા સમજાશે અને તમે અન્નનો બગાડ નહીં કરો.
તમને ખબર છે, અમે શું કરીએ છીએ?
આપણે ઘણું ખાવાનું લાવતા હોઈએ છીએ, અને તેણે ફ્રિજમાં રાખીએ છીએ,
ફ્રિજમાં રાખ્યાનાં થોડા દિવસો પછી, આપણે તેને ફેંકી દઈએ છીએ.
આપણે લાખો ટન ખાવાનું રોજ ખરાબ કરીએ છીએ.
આપણે અન્નનો બગાડ ના કરવો જોઈએ.
આપણે આ ત્યારે શીખી શકીએ જયારે આપણે કોઈ બગીચાનો માળી અથવા ખેડૂત બનીએ
અને તે પણ એક દિવસ માટે.

૩. તમારે એક દિવસ મેન્ટલ હોસ્પિટલમાં વિતાવવો જોઈએ.

લોકો મેન્ટલ હોસ્પિટલમાં કાંઈ પણ બોલે તો તમે તેને તમારા મગજ પર નથી લેતા.
જો તેઓ તમને ખીજાય,
જો તેઓ તમને દોષ આપે,
જો તેઓ તમને કોસે,
તમને વાંધો પડશે?
તમને કાંઈ વાંધો નહીં આવે કેમકે તમને ખબર છે કે આ વ્યક્તિ માનસિકરીતે બીમાર છે.
તમને ઘણા લોકો હોસ્પિટલની બહાર મળશે, પણ તેનો મતલબ એ નથી કે તે બધા
માનસિક રીતે બરાબર જ હશે.
તો, તમારા જીવનમાં ઘણાં લોકો એવા આવશે જે કારણ વગર જ તમારા પર દોષ
ઠાલવશે, જેને ઈર્ષ્યા અને ગુસ્સો છે અને જેઓ એવું બોલે છે જેનો કોઈ મતલબ
નથી. ત્યારે તમને ખબર પડશે કે તેમની સાથે વ્યવહાર કરવામાં તમને સ્મિત
સાથે ધૈર્યની જરૂર પડશે. તમે કચરાને તમારા મનમાં રાખીને તેને બગાડવા નહીં
દયો.
તો તમે એક દિવસ મેન્ટલ હોસ્પિટલમાં વિતાવશો, તો તમને ખબર પડશે કે તમારા
મનને કાંઈ રીતે બચાવવું.
તમે બીજાના મંતવ્યોનો ફૂટબોલ નહીં બનો.

૪. એક દિવસ તમારે જેલમાં જવું જોઈએ. કદાચ આ તમારા માટે ચોંકાવનારી વાત હશે.

તમારે જેલમાં જવામાટે કાંઈ ખરાબ કામ કરવાની જરૂર નથી.
માત્ર જેલમાં જઈને ત્યાંની મુલાકાત લ્યો, થોડો સમય ત્યાંના કેદીઓ સાથે વિતાવો.
તમને સમજાશે કે કરુણા શું છે.
તમને સમજાશે કે મજબૂરી શું છે.
તે લોકોએ જાગૃતતાના અભાવને કારણે ભૂલ કરી.
તેથી તમે જાણશો કે તમારી લાગણીઓ પર કેવી રીતે બોલવું જોઈએ.

૫. હોસ્પિટલમાં ગંભીર રીતે બીમાર થયેલા લોકો હોય છે.
એક દિવસ તેમની સાથે, અને તમને ખબર પડશે કે જીવન કેટલું કિંમતી છે.

અને તમે તમારા સ્વાસ્થ્યનું મહત્વ સમજશો.
તમે સારું ખાશો,
તમે કસરત કરશો.
તમે આ બધું કરશો તમારું જીવન વધુ ગતિમાન બનાવવા.

આ ૫ દિવસમાં શું પરિણામ આવશે?

મને લાગે છે કે આ ૫ દિવસમાં તમે
વધુ ગતિમાન,
વધુ જીવંત,
વધુ કરુણાસભર
અને સક્રિય બનશો.

તમારું જીવન ઉત્સાહથી જીવો.

સંકલન : ભૂમિ મેહતા

ખુબ સુંદર વાત કહી છે, શેર કરો તમારા મિત્રો સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી