રોગપ્રતિકારક શક્તિને બૂસ્ટ કરવા અજમાવો આ ઘરેલુ નુસખાઓ…

ઇમ્યુન સિસ્ટમ નો અર્થ એ થાય છે કે આપણા શરીરને કોઈ બાહ્ય કારકોથી દૂર રાખવું અને તેને હેલ્ધી બનાવી રાખવા માટે શરીરની અંદર જે સુરક્ષા તંત્ર છે તેને આપણે ઇમ્યુન સિસ્ટમ કહીએ છીએ અને તેની ક્ષમતાને આપણે ઇમ્યુનિટી કહીએ છીએ. જો તમારી ઇમ્યુનિટી યોગ્ય હશે તો તમને નાની-મોટી બિમારીઓ નહીં થાય અને જો થાય તો પણ તે એક-બે દિવસમાં જ ઠીક થઈ જશે. તેની વિરુદ્ધ જો તમારી ઇમ્યુન સિસ્ટમ યોગ્ય નહીં હોય તો સ્વસ્થ વાતાવરણમાં પણ તમે બિમાર પડી શકો છો.

આપણા શરીરની આસપાસ લાખો-કરોડો બેક્ટેરિયા અને વાયરસો ફરતા રહેતા હોય છે. આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુન સિસ્ટમ આ જોખમી બેક્ટેરિયા તેમજ વાયરસથી આપણા શરીરને રક્ષણ આપે છે. તમે જોયું હશે કે, એક જેવી પરિસ્થિતિમાં રહેવા છતાં કેટલીક વ્યક્તિઓ જલદી બીમાર પડી જાય છે તો કેટલીક બીમાર નથી પડતી કારણ કે તેમની રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય છે માટે તે લાંબો સમય બીમાર નથી રહેતા.

આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ કેટલીએ બાબતો પર નિર્ભર કરે છે જેમ કે આપણી ફૂડ હેબિટ્સ અને આપણી લાઇફ સ્ટાઇલ. શરીરને સ્વસ્થ અને રોગ મુક્ત બનાવવા માટે સારી મજબુત રોગ પ્રતિકારક શક્તિ હોવી ખુબ જ જરૂરી છે. આજે અમે તમને જણાવીશું કે તમે તમારી ઇમ્યુન સિસ્ટમને કેવી રીતે મજબુત બનાવી શકો છો.
ઇમ્યુન સિસ્ટમને મજબુત બનાવવાનો ઘરગથ્થુ ઉપચાર

સામગ્રીઃ-

– 3-4 લસણના ગાંઠીયા,
– 1 કપ મધ,
– 1 કાચની બરણી,

રીતઃ

– સૌ પ્રથમ લસણના ગાંઠીયામાંથી લસણની કળિયો છુટ્ટી કરી દો – તેને ફોલવાની નથી.
– હવે લસણની કળિયોને કાચની બરણીમાં નાખી દો.
– હવે મધને આ બરણીમાં નાખી બરણી ભરી દો. (લસણ પર)
– બરણીમાં લસણ અને મધને નાખ્યા બાદ વ્યવસ્થિત બંધ કરી દો અને થોડા દિવસ માટે ફ્રિઝમાં મુકી દો.
તૈયાર છે તમારું ઇમ્યુન સિસ્ટમ બુસ્ટર ડ્રીંક. આ મીશ્રણનું નિયમિત સેવન કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબુત બને છે અને તમે વારંવાર બિમાર નહીં પડો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ સ્વાસ્થ્યને લગતી પોસ્ટ માટે લાઇક કરો અમારું પેજ – જલ્સા કરોને જેંતીલાલ 

ટીપ્પણી