ફક્ત ૧૦ દિવસમાં ટામેટાનો છોડ તૈયાર… વાહ ગજબ કેહવાય હો…

લાંબા સમયથી લોકો ઘરમાં ફળ અને શાક ઉગાડે છે. ઘરમાં સરળતાથી ઉગતાં શાક જેમ કે બટાકા અને ડુંગળી ઉગાડી શકાય છે. પણ જો કોઇએ ઘરમાં ટામેટા ઉગાડ્યા હશે તો તેને ખ્યાલ હશે કે તેમાં 2-3 મહિનાનો સમય લાગે છે.

એક વ્યક્તિએ ફક્ત 10 દિવસમાં ટામેટા ઉગાડી દીધા. જુઓ કઇ રીતે થયો આ ચમત્કાર…

સોશિઅલ સાઇટ્સ પર એક વ્યક્તિએ માત્ર 10 દિવસમાં ટામેટા ઉગાડવાની સ્ટોરી શેર કરી છે અને આ રીત ઘણી સરળ છે.

 

તેણે સૌ પહેલાં એક ડોલને અડધી ફ્રેશ માટીથી ભરી, પછી તેમાં પાતળા પાતળા ટામેટાના ટુકડા રાખ્યા,

અહીં ધ્યાન રાખવાની વાત એ છે કે ટામેટાના ટુકડા બીજ વાળા હોવા જોઇએ. આ ટુકડામાં જેટલા વધારે બીજ હશે તેમાંથી વધારે છોડ નીકળશે. ટામેટાના ટુકડા રાખ્યા બાદ માટી એ ટુકડા પર નાંખો.

બધી માટીને એક લેવલ પર રાખી દો. તેણે 10 દિવસ સુધી તેને ગાર્ડનમાં રહેવા દીધું.

ત્યારબાદ તેમાં નાના નાના ટામેટાના છોડ નીકળવા લાગ્યા. તેઓએ પોતાની આ નવી ટેકનિકને લોકોની સાથે સોશિઅલ સાઇટ્સ પર શેર કરી. અહીં લોકોએ તેમના વખાણ પણ કર્યા છે.

સૌજન્ય : દિવ્યભાસ્કર

લાઇક કરો અમારું પેજ અને શેર કરો અમારી આ પોસ્ટ તમારા ફેસબુક પર.

ટીપ્પણી