સોનું.. પહેરવું તો ગમતું જ હશે પણ શું તમે જાણો છો એ કેવીરીતે બંને છે…???

ભારતમાં સોનાનું સૌથી વધુ ઉત્પાદન કર્ણાટક રાજ્યમા થાય છે. અહી કોલાર, હુટ્ટી, અને ઊટી નામની ખાણોમાં સોનું મળી આવે છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશ અને ઝારખંડના કેટલાક ભાગોમાં પણ સોનું મળી આવે છે. સોનું ખાસ કરીને કૈલેવરાઈટ, સિલ્વેનાઈટ, પેટઝાઈટ અને ક્રેનરાઈટ ધાતુના રૂપમાં મળી આવે છે.

ખાસ કરીને સોનાની ધાતુ ખુલ્લામાંથી મળી આવે છે અથવા તો અંડરગ્રાઉન્ડ ખાણોમાંથી મળી આવે છે. ઝારખંડની ખાણોમાંથી લગભગ 1 ટ પત્થરમાથી 4 ગ્રામ સોનું કાઢવામાં આવે છે. અને દર વર્ષે અંદાજે 7 કિલો સોનું કાઢવામાં આવી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે, સોનું કાઢવાની 7 પ્રકારની પ્રક્રિયા ઉપયોગમાં લેવામાં આવે છે, જેમાં 4 પ્રકારે હાથથી કાઢવામાં આવે છે અને 3 રાસાયણિક પ્રક્રિયાથી થાય છે.

પ્રક્રિયા:

• ડાયનામાઈટથી પત્થરે તોડી 300થી 500 મીટરની ઊંડાઈમાંથી અંદાજે 1 ટન પત્થર કાઢવામાં આવે છે. અને સમગ્ર દિવસમાં અંદાજે 300 ટન કાટમાળ કાઢવામાં આવે છે. સોનું એક જગ્યા પર જમા નથી હોતું. તે સોનાની ધાતુના રૂપમાં એક જગ્યા પરથી બીજી જગ્યાએ ફરતું રહે છે.
• પત્થરોને મશીનની મદદથી ઝીણા પીસી લેવામા આવે છે. જેને બાલુ કહેવાય છે. આ પ્રક્રિયામાં અંદાજે 4થી 5 કલાકનો સમય લાગે છે.


• બાલૂમાં પાણી નાખવામાં આવે છે, અને તે એક ટેબલ પર પ્રસરાવી દેવાય છે. જેના પર ખાસ પ્રકારનું ભીનું કપડું પાથરવામાં આવેલું હોય છે. જ્યારે ભીના કણ કપડા પરથી પસાર થાય છે ત્યારે સોનાના કણ આ કપડા પર ચીપકી જાય છે. અને નકામા પત્થર નીકળી જાય છે. આ પ્રકારના અનેકવાર રિપીટ કરાય છે. આ પ્રક્રિયા એક વાઈબ્રેટિંગ ટેબલ પર કરવામાં આવે છે.
• પાણીમાં ભીનું કપડું ધોવાથી સોનાના કણ અલગ થઈ જાય છે. સોનાથી મિશ્રિત આ પાણીને ટેબલ પર રેડવામાં આવે છે. જ્યાંથી પાણી વહી જાય છે અને સોનાના અંશ ટેબલ પર રહી જાય છે. જમા થયેલું સોનું બિસ્કીટ, ઈંટ, પ્લેટ કે અન્ય સામાનનમાં ફેરવી દેવાય છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર 

શેર કરો આ રસપ્રદ માહિતી દરેક મિત્ર સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી