અકાળે વાળ સફેદ થતાં રોકવા હોય તો, અપનાવો આ કિફાયતી કુદરતી ઉપાય!!

કુદરતનો નિયમ છે કે અમુક ઉંમર બાદ વ્યક્તિના વાળ સફેદ થઈ જ જાય છે. પરંતુ કેટલીકવાર ખાનપાનની ખોટી આદતો અને અનુવંશિક કારણોથી નાની ઉંમરમાં જ વાળ સફેદ થઈ જતાં હોય છે અને લોકોની સામે આપણે શરમમાં મૂકાઈ જતાં હોઈએ છીએ. આ સિવાય પણ વાળ સફેદ થવાના ઘણાં કારણો હોઈ શકે છે.

નાની ઉંમરમાં વાળ સફેદ થવા એ આજકાલ સામાન્ય બાબત થઈ ગઈ છે અને લોકો આ સમસ્યાથી છુટકારો મેળવવા ઘણાં ઉપાયો કરતા હોય છે પરંતુ તેમની સમસ્યાનો ઉકેલ આવતો નથી. જેથી આજે અમે તમારા માટે એવા કુદરતી અને સચોટ નુસખા લઈને આવ્યા છે જેથી તમારા વાળ અકાળે સફેદ નહીં થાય અને જો સફેદ હશે તો પણ કાળા થઈ જશે.

– તાજા આમળાના રસને વાળ માટે અત્યંત ગુણકારી માનવામાં આવે છે. શુષ્ક આમળાના ચૂરણનું પેસ્ટ બનાવી તેને વાળમાં લગાવવાથી વાળ કાળા અને સિલ્કી થઈ જાય છે અને સફેદ વાળની સમસ્યામાંથી છુટકારો મળે છે.

– ભૃંગરાજ અને અશ્વગંધાના મૂળીયા વાળ માટે વરદાન સ્વરૂપ માનવામાં આવે છે. આનું પેસ્ટ નારિયેળના તેલમાં મિક્ષ કરી વાળમાં લગાવવું અને એક કલાક બાદ નવશેકા પાણીથી વાળને ધોઈ નાખવા. આનાથી વાળને પોષણ મળશે, વાળમાં કંડિશનિંગ થશે અને વાળ કાળા બનશે.

– ત્રિફલા, નીલ અને લોખંડના ચુરાને 1-1 ચમચી લઈને ભૃંગરાજના છોડના રસમાં મિક્ષ કરી રાતે લોખંડના વાસણમાં પલાળી દેવું. સવારે તેને વાળમાં લગાવી લેવું અને વાળ સુખાઈ જાય ત્યારબાદ પાણીથી તેને ધોઈ લેવું. આ ઉપાય કરવાથી સફેદ થઈ ગયેલા વાળ પણ કાળા થઈ જશે અને વાળ હેલ્ધી થશે.

– સરસિયાના તેલમાં મીઠા લીમડાના પાનને સારી રીતે ઉકાળીને તે તેલ ઠંડું થયા પછી વાળમાં લગાવવાથી વાળ સફેદ થશે નહીં. આ સિવાય તલ ખાવો અને તલના તેલથી વાળમાં માલીશ કરો. તલનો પ્રયોગ વાળને કાળા કરવામાં વધારે મદદ કરે છે.

– ચણાના લોટ અને દહીંના મિશ્રણથી વાળ ધૂઓ. સફેદ વાળ કાળા થવા લાગશે. વાળમાં ઘીથી માલિશ કરવાથી પણ વાળ સફેદ થતાં અટકે છે અને વાળ લાંબા તથા કાળા થવા લાગે છે. આ સિવાય શીશમનું તેલ અને ઓલિવ ઓઈલને દૂધીના જ્યૂસમાં મેળવી લો, તેને વાળના મૂળમાં લગાવો, લગભગ એક કલાક પછી વાળ ધુઓ. આ પ્રયોગ વાળને સફેદ થવાથી અટકાવે છે.

– સફેદવાળને ક્યારેય પણ ખેંચી ન કાઢો, એમ કરવાથી સફેદવાળની સંખ્યા વધી જાય છે. સફેદવાળ કાઢવા હોય તો કાતરથી કાપી લો કે તેને કાળા કરવાનો ઉપાય કરો. વાળ ધોતા પહેલા માથામાં ડુંગળીનું પેસ્ટ લગાવો જેથી આ ઉપાયથી સફેદવાળ કાળા થવા લાગશે.

– તુરિયાના ટુકડા કરી તેને સુકવી ખાંડી લો, ત્યારબાદ ભૂકો કરેલ મિશ્રણમાં એટલુ નારિયેળ તેલ નાંખો કે તે ડૂબે. આવી રીતે ચાર દિવસ સુધી તેલમાં આ પાવડર પલાળી રાખો અને પછી આ મિશ્રણ એક બોટલમાં ભરી લો. આ તેલની માલિશ કરવાથી વાળ કાળા રહે છે.

– જાસૂદના ફૂલ અને આમળા, એકી સાથે કૂટી-પીસીને લૂગદી બનાવો, તેમાં એટલું જ લોખંડનું ચૂર્ણ મેળવીને પીસી લો. તેને વાળમાં લગાવી સૂકાયા પછી ધોઈ નાંખો. આવું કરવાથી વાળ સફેદમાંથી કાળ અને સુંવાળા થવા લાગશે.

– મેથી એક એવી શાકભાજી છે જે અનેક ગુણોથી ભરપુર છે. ન માત્ર મેથી પણ તેના પાન તથા બીજ પણ ખુબ ઉપયોગી છે. મેથીને ભોજનમાં સામેલ કરવાથી તે કંડીશનરનુ કામ કરે છે. મેથીના પાણીનો ઉપયોગ વાળ સફેદ થતા અટકાવે છે.

સંકલન : દીપેન પટેલ

આ પોસ્ટ આપને ગમી હોય તો આગળ શેર કરજો !!

 

 

ટીપ્પણી