આડઅસર વિના જ આ રીતે હઠીલી ચરબીના થર કાયમી કરો દૂર

fit2fat2fit

 

આડઅસર વિના જ આ રીતે હઠીલી ચરબીના થર કાયમી કરો દૂર ! મિત્રો શેર જરૂર કરજો…જેથી કરીને બીજાને પણ લાભ થાય…!

ફળો આપણા સ્વાસ્થ્ય માટે ફાયદકારક હોય છે. સાથે જ ફળો આપણા શરીરને પૂરતું પોષણ અને ઊર્જા પુરી પાડે છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલાક ફળ એવા હોય છે જે આપણા શરીર પર જામેલી ચરબીને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે અને ઝડપથી કોઈપણ આડઅસર વિના વજન ઘટાડે છે. કેટલાક ફળોમાં એવા ખાસ મિનરલ્સ અને વિટામિન્સ હોય છે જે આપણા વજનને નિયંત્રણ કરવાની સાથે ચરબીને પણ ઓગાળે છે. તો આ ફળોને તમારા ડાયટચાર્ટમાં અચૂક સામેલ કરો ને પછી જુઓ બમણી ઝડપથી તમારી ચરબી ઘટવા લાગશે.

 

કયા ફળો છે ચરબી નષ્ટ કરવામાં સક્ષમ જાણવા આગળ વાંચો :

===================================

તરબૂચ-

કેટલાક સંશોધનોમાં આ વાત સાબિત થઈ ચુકી છે કે પાણીથી ભરેલું આ ફળ 33 ટકા વધુ ઝડપથી વજન ઘટાડે છે. આ ફળમાં 92 ટકા પાણીની માત્રા હોય છે. આ સિવાય તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટની માત્રા હોય છે. તરબૂચમાં વિટામિન સી, એ અને લાઈકોપીન પણ જોવા મળે છે જે તમારા શરીર પર લચકતી ચરબીને દૂર કરે છે. તો આ ફળનું સેવન જરૂરથી કરવું.

રાસબરી-

રાસબરી પણ વજન ઘટાડમાં કારગર સાબિત થાય છે. રાસબરી શરીરમાં ફેટ્સ ઘટાડવાવાળા હોર્મોન્સને સક્રિય કરે છે અને કેલેરીને ઘટાડે છે. દરરોજ 100થી 200 મિલિગ્રામ રાસબરીનું સેવન અત્યંત ફાયદાકારક સાબિત થાય છે. આ કેલેરી ઘટાડવાની સાથે હૃદય માટે પણ અક્સિર માનવામાં આવે છે. જેથી જો તમે ઝડપથી શરીર પરની ચરબી ઉતારવા માગતા હોવ તો તમારા ડાયેટ ચાર્ટમાં રાસબરીને અવશ્ય સામેલ કરવી.

સફરજન-

ભૂખ લાગી હોય ત્યારે જો તમે સ્નેક્સની જગ્યાએ દદરોજ સફરજન ખાઓ તો ન માત્ર તમારું વજન કાબૂમાં રહેશે પરંતુ તમે સ્વસ્થ પણ રહેશો. આ ફળમાં કેલેરીની માત્રા નહિવત્ હોય છે સાથે જ તેમાં વિટામિન અને મિનરલ્સ સિવાય ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. જે ચરબી ઘટાડવા માટે રામબાણ માનવામાં આવે છે. સફરજન શરીરના મેટાબોલિઝ્મને ઘટાડે છે જેનાથી વજન ઘટવામાં મદદ મળે છે.

એવાકેડો-

એવાકેડોમાં ઓમેગા 9 ફેટી એસિડ ભરપૂર માત્રામાં હોય છે જે ફેટને ઊર્જામાં પરિવર્તિત કરે છે. આ ફળ આપણા મેટાબોલિઝ્મને પણ મજબૂત બનાવે છે. એવાકેડો સિવાય ઓમેગા 9 ફેટી એસિડ ઓલિવ ઓઈલ અને નટ્સમાંથી પણ મળે છે. જેથી જો તમે ચરબી જામવાની સમસ્યાથી પીડાઈ રહ્યા હોવ તો ચોક્કસ આ ફળ ખાવાથી ફાયદો થશે.

નારિયેળ-

નારિયેળમાં ભરપૂર માત્રામાં ફાઈબર અને વિટામિન એ, બી, સી અને ખનિજ જોવા મળે છે. જે સ્થૂળતાથી પીડાતા લોકો માટે વરદાન સાબિત થાય છે. આમાં કોલેસ્ટ્રોલ અને ચરબી હોતી નથી. નારિયેળનું સેવન કરવાથી પાચનશક્તિ મજબૂત બને છે અને શરીરને તરત ઊર્જા મળે છે. તો તમારા ડાયેટ ચાર્ટમાં આ ફળને ચોક્કસ ઉમેરવું.

અનેનાસ-

અનેનાસમાં ફેટ અને કોલેસ્ટ્રોલ હોતું નથી. આ ફળમાં એ તમામ જરૂરી તત્વો હોય છે જેનાથી શરીરને પોષણ મળે છે. જેમ કે વિટામિન, ફાઈબર, મિનરલ્સની સાથે એન્ટીઓક્સીડેન્ટ પણ હોય છે. જેના કારણે ઝડપથી વજન ઘટે છે અને શરીર પરની ચરબી ઘટે છે. અનેનાસમાં 85 ટકા પાણીની માત્રા હોય છે જેના સેવનથી પેટ ભરેલું હોય એમ લાગે છે અને ભૂખ લાગતી નથી.

દ્રાક્ષ-

દ્રાક્ષમાં વિટામિન્સની સાથે ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. ફાઈબર વજન ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જો તમારા ડાયેટમાં નિયમિત રીતે દ્રાક્ષનું સેવન કરવામાં આવે તો થોડાક જ સ્પતાહમાં તમને ફરક લાગશે અને તમારું વજન ઘટશે અને ચરબી પર દૂર થશે.

ટીપ્પણી