ઉપાડવા સહેલા, મૂકવા અઘરાઃ જાણો, ATMમાં કેવી રીતે પહોંચે છે પૈસા!

2894_1

ATMમાંથી નાણાં ઉપાડવા છે? ATMમાં ગયા અને બેન્કે આપેલો પાસવર્ડ નાંખ્યો ને જોઇએ તેટલા પૈસા (બેન્કે નક્કી કરેલા લિમિટ પ્રમાણે) આપણે ફટફટ કાઢી લઇએ છીએ. પરંતુ શું આપણે કયારેય વિચાર્યું છે ખરા, ATMમાં પૈસા કેવી રીતે મૂકાય છે?

બેન્કો સીધે સીધા પૈસા મશીનમાં મૂકી દેતી હશે એવું જો તમે માનતા હો તો તમારી માન્યતા ખોટી છે. આના માટે એક આખી સિસ્ટમ ગોઠવાયેલી હોય છે. ATMમાં પૈસા મૂકવા માટે બેન્કો મોટાભાગે સિક્યોરિટીનું કામકાજ કરતી એજન્સીઓને કામ સોંપે છે. આ એજન્સીઓ કઇ રીતે ATMમાં પૈસા મૂકતી હશે તેની પદ્ધતિ જો તમારે એકદમ સરળ રીતે જાણવી હોય તો અમે તમને એક ફોટોગ્રાફ દ્વારા જણાવીશું.

1067_2

દેશમાં નવી દિલ્હીથી કાર્યરત એક જાણીતી સિક્યોરિટી એજન્સી SIS પ્રોસિજર્સ છે, જેનું હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. જે બેન્કોના નાણાં ATM મશીનમાં પહોંચાડવાનું કામ કરે છે. SIS પ્રોસિજર્સ પાસે જેવા પૈસા આવે કે તરત એક ટ્રોલીમાં ભરાઇને અંદર આવે, જે SIS પ્રોસીજર્સના વૉલ્ટમાં મૂકવાના હોય છે. ટ્રોલીમાં ભરેલા પૈસા એલિવેટરમાં મોકલાય છે. એલિવેટર્સમાં જ્યારે પૈસા જાય છે ત્યારે તે ટ્રોલીને કોઇ પકડતું નથી, તેની જાતે જ વૉલ્ટ સુધી પહોંચી જાય છે. ત્યારબાદ વૉલ્ટ પાસે એક જ વ્યક્તિ ઉભો હોય છે. તેને કસ્ટોડિયન કહેવાય છે. આ કસ્ટોડિયનની જવાબદારી અલગ-અલગ બેન્કમાંથી આવેલી રોકડને લૉકર્સમાં મૂકવાની હોય છે. એક પાળીમાં બે કસ્ટોડિયન કામ કરતાં હોય છે.

1069_4

એક કર્મચારી 42 વર્કસ્ટેશનની રોકડનું મેનેજમેન્ટ કરે છે. આ કર્મચારી રોકડની ગણતરી કરે છે અને કોઇ નોટ નકલી તો નથી તે તપાસે છે.

1071_5

ત્યારબાદ રોકડ ભરેલ બોક્સ કન્ટેનર કેશ વાનમાં ચઢાવાય છે. પછી એ પૈસા અલગ-અલગ ATM મશીનોમાં લોડ કરાય છે.

1072_6

એ જ વાન જુદા-જુદા વિક્રેતાઓ પાસેથી રોકડ એકત્ર કરી લાવી SIS પ્રોસીજર્સ દિલ્હીના કેશ મેનેજમેન્ટ ફ્લોરને ડિલિવર કરે છે. ઉલ્લેખનીય છે કે ATM મશીનમાં પૈસા પહોંચાડવાની જવાબદારી દેશમાં અલગ-અલગ સિક્યોરિટી એજન્સીએ લીધેલી છે. ભારતમાં SIS પ્રોસીજર્સ સિવાય CMS સિક્યોરિટી લિમિટેડ, સિક્યોરિટ્રન્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, બ્રિન્કસ આર્ય ઇન્ડિયા લિમિટેડ અને G4S ઇન્ડિયા જેવી એજન્સીઓ કામ કરે છે.

(સૌજન્ય: મિન્ટ)

ટીપ્પણી