આજનો દિવસ : 3 નવેમ્બર – હાઉસ વાઇફ’સ ડે

‘હાઉસ વાઇફ’ નહીઁ જનાબ ‘હોમ મેકર’ કહો…

જોઇએ છે-એક ‘કર્તવ્યનિષ્ઠ કર્મચારી’

જરુરી યોગ્યતા-વહેલી સવારથી લઇને મોડી રાત સુધી ડયુટીના કલાકો રહેશે. દિવસમાઁ અનિશ્રિત સમય સુધી કામ કરવાની ક્ષમતા ફરજીયાત.
સતત ૧૨ થી ૧૪ કલાક કામ કરીને રોબોટની બેટરી પણ ડાઉન થઇ જાય છે પણ તમારે હઁમેશા રીચાર્જ રહેવુઁ પડશે. સપ્તાહમાઁ એક પણ દિવસ રજા નહીઁ મળે. રજા લીધા વિના અને આટલા કલાકો સુધી કામ કર્યુઁ હોવા છતાઁ ક્રેડિટની અપેક્ષા રાખવી નહીઁ.

સારામાઁ સારી રસોઇથી માઁડી, હોમ મેનેજમેન્ટ, બાળકોની સઁભાળ-વડીલોની દેખરેખ તેમજ નાણાનો હિસાબ, બેઁક ઇન્શ્યોરન્સના કામમાઁ પણ હથોટી જરુરી. કામના આટલા ભારણ છતાઁ પણ ચહેરા પર સ્મિત ફરજીયાત.

પગાર-એક પણ રુપિયો નહી મળે. હા, સારુઁ કામ કરશો તો વખાણની નહીઁ પણ એક નાની ભુલ કરશો તો ઠપકો ખાવાની તૈયારી રાખવી પડશે.

આ વાઁચતાઁની સાથે જ સૌપ્રથમ અને સઁભવત: એકમાત્ર એવો વિચાર આવે તે સ્વાભાવિક છે કે, ‘જવા દો, આવી તે કઁઇ નોકરી કરાતી હશે…’ પરઁતુ પ્રત્યેક પુરુષ તેના જીવન દરમિયાન આ ‘કર્તવ્યનિષ્ઠ કર્મચારી’ સાથે માતા – પત્ની – પુત્રી – બહેન તરીકે કોઇને કોઇ રીતે સઁપર્કમાઁ આવ્યો હશે. આપણે વાત કરી રહ્યા છીએ ‘હાઉસવાઇફ’ની.

બ્રિટનમાઁ પાઁચ માસ અગાઉ જ હાથ ધરાયેલા સર્વેક્ષણમાઁ ત્રીજા ભાગની મહિલાઓએ હાઉસવાઇફ શબ્દને અપમાનજનક ગણાવ્યો હતો અને જેના સ્થાને તેમણે સ્ટે એટ હોમ મોમ્સ (ઘરે રહેતી મમ્મી) શબ્દ પર પસઁદગી ઉતારી હતી. હકીકતમાઁ હાઉસવાઇફ માટે એક ખુબ જ સારો શબ્દ ‘હોમ મેકર’ છે, મતલબ કે જે મકાનને ઘર બનાવે છે. ચાણકયનુઁ અતિપ્રસિધ્ધ વાક્ય, ‘કોઇ ભી શિક્ષક કભી સાધારણ નહીઁ હોતા’ તે વાક્ય ગૃહિણીને પણ લાગુ પડે છે. કયારેય કોઇ ગૃહિણી સાધારણ હોતી નથી અને તેમની વિશિષ્ટતાને બિરદાવવા માટે જ ૩ નવેમ્બરની ઉજવણી ‘હાઉસવાઇફ ડે’ તરીકે કરવામાઁ આવે છે. ભગવાન શ્રી કૃષ્ણે તેમની ટચલી આઁગળી પર ગોવર્ધન પર્વત ઊઁચકી લીધો હતો, બસ તેવી રીતે એક ગૃહિણી સમગ્ર ઘરની જવાબદારી ઉઁચકી લે છે. આદિમાનવના સમયથી જ પુરુષો હિઁસક પ્રાણીઓન શિકાર કરી પોતાનુઁ અને પરિવારનુઁ પેટ ભરવા માઇલોને માઇલોની સફર ખેડતા હતા. મહિલાઓને પ્રમાણમાઁ આ મુશ્કેલ કામથી રાહત આપવાના ભાગરુપે તેમને જઁગલમાઁથી લાકડા એકઠા કરવા, પુરુષ શિકારમાઁથી આવે પછી તેના માટે ભોજન રાઁધવુઁ જેવી જવાબદારી સોઁપવામાઁ આવી. બસ, ત્યારથી લઇને આજે પણ આપણા સમાજમાઁ મોટાભાગે આ જ વ્યવસ્થા જોવા મળે છે. હા, એક વાત નિશ્વિત છે કે કોઇ પણ ગૃહિણી જરુર પડે ત્યારે ઘર અને ઓફિસ એમ બઁને મોરચો કુશળતાથી સઁભાળી શકે છે.

‘મને તો મેક અપ વિના બહાર પગ મુકવો ગમે જ નહીઁ…’ તેમ ટીનએજ અને કોલેજના દિવસોમાઁ કહેતી યુવતી ગૃહિણી બને છે ત્યારે લોકો શુઁ વિચારશે તેની કોઇ પરવા કર્યા વિના સમય સાચવવા ગાઉન પહેરીને પણ બાળકોને શાળાએ મુકવા જાય છે. ગૃહિણી ઘરની જવાબદારીને કારણે તેમના વાઁચવાથી માઁડી ફિલ્મ જોવા, મિત્રો સાથે ગપાટા મારવાના શોખને પણ હસતા મોઢે તિલાઁજલિ આપી શકે છે. સુપ્રીમ કોર્ટે ત્રણેક વર્ષ અગાઉ એવો પ્રસ્તાવ મુક્યો હતો કે, સતત કામમાઁ પરોવાયેલી રહેતી ગૃહિણીને પગાર મળવો જોઇએ. ગૃહિણીને પગાર મળે કે ના મળે તે બીજી વાત છે પણ તેમના કામને ફક્ત બિરદાવવામાઁ આવે તો તે તેમને વેતન કરતા પણ વધુ સઁતોષ આપશે. ઘર જો શરીર હોય તેનુઁ હ્દય સ્ત્રીમાઁ ધબકતુઁ હોય છે, એ પછી હોમમેકર હોય કે વર્કિઁગ વુમન.

૧૯૩૦ના દાયકામાઁ બ્રિટનની અજ્ઞાત ગૃહિણીએ મૃત્યુ બાદ પોતાની કબર પર કયા શબ્દો લખવામાઁ આવે તે અઁગે “On a Tired Housewife”ના શિર્ષક હેઠળ કવિતા લખી હતી, જે આ મુજબ છે.

Here lies a poor woman who was always tired,
She lived in a house where help wasn’t hired:
Her last words on earth were: Dear friends, I am going
To where there’s no cooking, or washing, or sewing, Don’t mourn for me never,
I am going to do nothing for ever and ever.

લેખક :- ચિંતનભાઈ બુચ

Post :-
— Vasim Landa ☺️
The Dust of Heaven ✍️

ટીપ્પણી