હવે ઘરે જ બનાવો સેમ હોટલ જેવું જ હોટ એન્ડ સૉર સૂપ, ઘરમાં બધાને પસંદ આવશે જ…

હોટ એન્ડ સૉર સૂપ (Hot and Sour soup)

(૨- વ્યક્તિ માટે)

સામગ્રી :

તેલ ૧ ટે. સ્પૂન,
આદુ-લસણ ૧ ટે. સ્પૂન,
લીલાં મરચાં ૨ નંગ,
ફ્લાવર ૨ ટે.સ્પૂન,
ગાજર ૨ ટે. સ્પૂન,
કેપ્સીકમ ૨ ટે. સ્પૂન,
કોર્ન ફ્લાર ૨ ટે. સ્પૂન,
ચીલી સૉસ ૧ ટી. સ્પૂન,
ડાર્ક સોયા સૉસ ૨ ટી. સ્પૂન,
મીઠું સ્વાદ મૂજબ,
મરી પાવડર ૧/૪ ટી. સ્પૂન,
વિનેગર(ઓપ્શનલ) ૧/૪ ટી. સ્પૂન,
લીલી ડુંગળી ૧ ટે. સ્પૂન,

રીત :

– કોબીજ, ગાજર, કેપ્સીકમ, આદુ, લસણ, લીલાં મરચાં બધું જીણું સમારી અલગ રાખો.
– એક કપ પાણી માં કોર્ન ફ્લાર,સૉસ, સોયા સૉસ મિક્સ કરી લો.
– સૉસ પેન માં તેલ ગરમ કરી આદુ-લસણ સાંતળી, આજી નો મોટો, ફ્લાવર, ગાજર, કેપ્સીકમ બધું વારા ફરતી ઉમેરી સાંતળો.
– કોર્ન ફ્લાર નું પાણી ઉમેરી ઉકળવા દો. બીજો ૧ કપ પાણી (જરૂર મૂજબ) રેડો. મીઠું, મરી પાવડર ઉમેરો. એક-બે ઉભરા આવે એટલે ગૅસ બંઘ કરી લીલી ડુંગળી થી ગાર્નિશ કરી ગરમ ગરમ સર્વ કરો.
તૈયાર છે હોટ એન્ડ સૉર સૂપ.

નોંધ :

બધાં વેજીટેબલ્સ ફાસ્ટ ગૅસ પર સાંતળવાં. ક્રંચી રાખવા , ઓવર કુક નથી કરવાનાં.

રસોઇની રાણી : નિશા પ્રજાપતિ (કંપાલા, યુગાંડા)

શેર કરો આ ટેસ્ટી સુપની રેસીપી તમારા ફેસબુક પર અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી