હવે ઘરે ઘરે બાળકો અને મોટાઓની ફેવરીટ બનશે..!

આ વાનગી ભારતીય અને ચાઈનીસ એમ બે પ્રકાર નું મિશ્રણ છે . હની ચીલી પોટાટો એ ઘરે આવેલા મેહમાનો ને આકર્ષિત કરી દે એવી એકદમ સરળ પણ બહુ જ સ્વાદિષ્ટ વાનગી છે . આ ડીશ મીઠાસ અને તીખાશ બેય સ્વાદ નો એકદમ perfect કોમ્બો છે જે બાળકો અને મોટા બેય ને આકર્ષિત કરવા સહજ છે .

આ વાનગી માં બટેટા ની લાંબી ચીરી ને અથવા કહો તો તીખી ફ્રેંચ ફ્રાએસ ને તીખા અને મીઠા સોસ સાથે ભેળવી ગરમ ગરમ પીરસવા માં આવે છે . ઘરે પાર્ટી નું આયોજન કરો તો આ વખતે હની ચીલી પોટાટો ના ભૂલતા ..

સામગ્રી :

 ૫-૬ બટેટા,
 ૧ ચમચી લાલ મરચું,
 મીઠું,
 ૬-૭ ચમચી મકાઈ નો લોટ,
 તળવા માટે તેલ,
 ૨ ચમચી તેલ,
 ૩ ચમચી લસણ આદુ ની પેસ્ટ,
 ૧ નંગ ડુંગળી , લાંબી સુધારવી,
 ૧/૨ કપ લીલું કેપ્સીકમ , પાતળું અને લાંબુ સુધારવું,
 ૨ ચમચી વિનેગર,
 ૩ ચમચી રેડ ચીલી સોસ,
 ૨ ચમચી સોયા સોસ,
 ૧/૨ ચમચી ખાંડ,
 ૨ મોટા ચમચા મધ,
 ૨ ચમચી જીણી સુધારેલી કોથમીર,
 ૨ ચમચી તલ,

રીત :

સૌ પેહલા બટેટા ને ધોઈ છાલ ઉતારી લાંબા લાંબા કાપી લઇ પાણી માં પલાળી રાખો …

બહાર કાઢી એક કપડા પર થોડા કોરા કરી લેવા ..

એક થાળી માં મકાઈ નો લોટ , મીઠું અને લાલ મરચું બટેટા ની ચીર સાથે સરસ રીતે મિક્ષ કરી લો. લોટ નું એક લેયર બટેટા પર બની જવું જોઈએ ..

હવે એને ગરમ તેલ માં માધ્યમ આંચ તળી લો ..

કડાઈ માં તેલ લો. ગરમ થઇ એટલે લસણ આદુ ની પેસ્ટ ને એમાં સાંતળો. હવે એમાં ડુંગળી અને કેપ્સીકમ ઉમેરો .. મધ્યમ આંચ પર સાંતળો .

હવે એમાં રેડ ચીલી સોસ, સોયા સોસ , મીઠું , ખાંડ , મધ ઉમેરી સરસ મિક્ષ કરો .. વધારે તીખાશ જોઈએ તો ચીલી ફ્લેક્સ પણ ઉમેરી શકાય,,

તૈયાર થયેલા સોસ માં તળેલી મસાલા ફ્રેંચ ફ્રાય્સ ઉમેરો. સરસ રીતે હલાવી મિક્ષ કરો,.

ઉપર થી સફેદ તલ અને કોથમીર નાખી સજાવટ કરો અને ગરમાગરમ પીરસો ..

નોંધ :

 આ વાનગી ને હેલ્થી બનવા માટે બટેટા ની ચીર ને ટાળવા ને બદલે oven માં બેક કરી શકાય ..એ માટે બટેટા ની ચીરી ને મીઠું અને લાલ મરચું નાખી ૨૦૦C પર ૩૫-૪૦ મિનીટ સુધી બેક કરવું.

 અત્યારે શિયાળા ની ઋતુ છે તો લીલી ડુંગળી અને એના પત્તા પણ આ વાનગી માં સરસ લાગે.

 બટેટા ની લાંબી ચીર ના બદલે નાની બતેતી પણ વાપરી શકાય . તળતા પેહલા એમાં fork થી નાના કાના પાડી લેવા..

રસોઈની રાણી : રૂચી શાહ 

શેર કરો આ વાનગી તમારા વોટ્સએપ અને ફેસબુક પર અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી