મધનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો, વાંચો અને શેર કરો

પ્રાચીન સમયથી જ મધનો ઔષધિય તેમજ ખાદ્ય ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ એક ઉત્તમ દવા તેમજ ખાદ્ય વસ્તુ છે. પણ આજકાલ લાલચ અને અધૂરી જાણકારીના કારણે તેની પુરતી જાણકારી નહીં હોવાના કારણે તેનો ઉપયોગ  ઘણીવાર ફાયદાની જગ્યાએ નુકસાન કરે છે. મધનો ઉપયોગ કરતી વખતે કેટલી વાતોનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ નહીંતર ફાયદો થવાની જગ્યાએ નુકસાન પણ થઈ શકે છે. આજે તેજ વિષય પર કેટલીક હકીકતો જણાવીશું.

મધનો ઉપયોગ કરતી વખતે શું ધ્યાન રાખવું :

 

 1. હંમેશા મધ શુદ્ધ તેમજ પાકેલું વાપરવું જોઈએ.
 2. વધારે ગરમ પાણી, કમલ બી, મૂળા અને માંસ વિગેરે સાથે મધનો ઉપયોગ નુકસાનકારક છે.
 3. આગ પર ગરમ કરવામાં આવેલું તેમજ પ્રક્રિયાઓમાંથી પસાર કરવામાં આવેલા મધનો ઉપયોગ ન કરવો જોઈએ.
 4. કણવાળુ કે ગદગદી ગયેલું મધ ક્યારેય વાપરવું જોઈએ નહીં.
 5. એક પ્રકારના મધને અન્ય પ્રકારના મધ સાથે ભેળવીને વાપરવું જોઈએ નહીં.
 6. મધનો ઉપયોગ કરતાં પહેલાં જોઈ લેવું જોઈએ કે તેના સ્વાદ, રંગ તેમજ સોડમમાં કોઈ ફરક ના પડ્યો હોય.
 7. મધ પારદર્શક હોવું જોઈએ. તેમાં કોઈપણ પ્રકારની અશુદ્ધિ કે ભેળસેળ ના હોવી જોઈએ.
 8. મધને વધારે ગરમ કે ઉકળેલા પદાર્થમાં ભેળવી તેનો ઉપયોગ ન કરવો જોઈએ.
 9. એક સાથે ઘણુંબધું મધ નહીં ખાઈને જરૂરિયાત પ્રમાણે ધીમે ધીમે ખાવું જોઈએ.
 10. ઘી તેમજ મધને એકસરખા પ્રમાણમાં ભેળવીને ક્યારેય ઉપયોગમાં લેવું જોઈએ નહીં. તેલ, ચરબી વિગેરે સાથે મધને એકસરખા પ્રમાણમાં ભેળવી ખાવાથી ઝેર જેવી અસર થાય છે. બન્નેને મિક્સ કરતી વખતે ધ્યાન રાખવું કે બન્નેનું પ્રમાણ અસમાન હોય.
 11. મધને કોઈપણ જાતના ફેરફાર કર્યા વગર જ ઉપયોગમાં લેવું જોઈએ.
 12. ઘણીવાર કેટલાક લોકોને મધનું સેવન કર્યા બાદ પેટમાં દુઃખાવો થતો હોય છે અથવા અન્ય સમસ્યા સર્જાય છે તો તેવા લોકોએ મધનું સેવન કરવું જોઈએ નહીં.
 13. મધ ભેળવેલા પીણાને એકસાથે પી જવા કરતાં તેને ઘૂંટડે ઘૂંટડે પીવું જોઈએ.
 14. એ ધ્યાન રાખવું જોઈએ કે અલગ અલગ ઋતુઓમાં ભેગા કરેલા મધમાં અલગ અલગ ઔષધિયગુણ હોય છે. માટે તેને અનુરુપ જ તેનો ઉપયોગ કરવો જોઈએ.
 15. શિયાળામાં મધનો ઉપયોગ દૂધ સાથે કરવો લાભદાયક છે. જ્યારે ચોમાસામાં તેનો ઉપયોગ મરી પાવડર અને આદુ સાથે મેળવીને કરવો જોઈએ.
 16. ગોળ, ખજૂર, ખાંડ વિગેરે સાથે મધનું સેવન કરવું ન જોઈએ.
 17. મધ એકલું ખાવું નહીં. જ્યારે તમે દૂધ કે પાણી સાથે મધનો ઉપયોગ કરતાં હોવ ત્યારે ધ્યાન રાખવું કે બીજા પદાર્થનું પ્રમાણ વધારે હોવું જોઈએ અને મધનું પ્રમાણ ઓછું હોવું જોઈએ.
 18. ચા તેમજ કોફી સાથે મધનો ઉપયોગ ન કરવો.

મધનો ઉપયોગ કેવી રીતે કરી શકાય એ માટેની કેટલીક સામાન્ય રીત: 

રોજ સવારે અડધી  ચમચી તુલસીના રસ સાથે એક ચમચી મધ મેળવી સેવન કરવાથી ઘણા બધા રોગો દૂર રહે છે.

 1. ગાયના તાજા દૂધમાં 2 ચમચી મધ ભેળવી સેવન કરવાથી શક્તિ તેમજ સ્ફૂર્તિ મળે છે.
 2. ઉનાળાના દિવસોમાં માટલાનાં એક ગ્લાસ ઠંડા પાણીમાં તેમજ શિયાળામાં અને ચોમાસામાં એક ગ્લાસ હુંફાળા પાણીમાં 2 ચમચી મધ નાખી પીવાથી ઘણાબધા ફાયદા થાય છે.
 3. ફણગાવેલા ચણા, મગ, તેમજ મઠ વિગેરેના સલાડમાં 2 ચમચી મધ ભેળવી ખાવાથી તે અત્યંત પૌષ્ટિક તેમજ બળવર્ધક બને છે. આ સવાર માટે એક ઉત્તમ નાશ્તો છે. પોતાની ઉંમર પ્રમાણે બાળકો પણ આ નાશ્તો કરી શકે છે.
 4. થૂલી તેમજ જાડા લોટની રોટલીને મધ સાથે ખાવાથી ઘણા બધા સ્વાસ્થ્યવર્ધક ફાયદા થાય છે.
 5. ફળના રસમાં ડોક્ટરના જણાવ્યા પ્રમાણે મધ મેળવી તેનું સેવન કરવાથી ત્વરિત શક્તિ પ્રાપ્ત થાય છે.

લેખન સંકલન : દીપેન પટેલ

ધરગથ્થું ઉપચારો તેમજ તેની કેટલીક સરળ રીત જાણવા માટે આજે જ અમારું પેજ “જલ્સા કરોને જૈન્તિલાલ” લાઇક કરો અને શેર કરો આ માહિતી તમારા મિત્રો સાથે.

 

 

 

ટીપ્પણી