હોમમેડ પાઇનેપલ સીરપ – બજારમાં મળે એવા જ ટેસ્ટની આ સીરપ હવે સ્ટેપ બાય સ્ટેપ રેસિપી જોઇને બનાવો હવે ઘરે……

હોમમેડ પાઇનેપલ સીરપ

આજે આપણે બનાવીશું હોમમેડ પાઇનેપલ સીરપ ,આ સીરપ બનાવવું ખૂબ જ સરળ છે અને અને તમે આને બનાવીને ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો આ સીરપ ઘરે બનાવેલું હોવા થી ચોખ્ખું તો છે જ સાથે આમાં થી બનાવેલું શરબત એટલું સરસ બને છે કે જેને પણ બનાવીને આપશો એ ચોક્કસ તમને કહેશે “once more”.

સામગ્રી :

  • ૧ નંગ મોટું પાઈનેપલ (આશરે ૫૫૦ થી ૬૦૦ ગ્રામ ),
  • ૨૦૦ ગ્રામ ખાંડ,
  •  ૧ લીંબુ,
  • ૧/૪ ચમચી મીઠું.

રીત :

1) એક કુકરમાં પાઇનેપલના ટૂકડા ,ખાંડ અને પાણી મિક્ષ કરી કુકરની ૩ સીટી કરી લો2) આ રીતે સરસ તે બફાઈ જશે હવે એને બ્લેન્ડર થી બ્લેન્ડ કરી ગાળી લો.3) એક વાસણમાં લઈ એને મીડીયમ ગેસ પર ૧૦ મિનીટ ઉકાળી લો4) સીરપ એકદમ ઠંડુ થાય એટલે એમાં લીંબુ નો રસ અને મીઠું એડ કરી મિક્ષ કરી લો5) સીરપ બનીને તૈયાર છે આટલી કોન્ટીટી માંથી ૪૦૦મિલિ સીરપ બનશે6) હવે શરબત બનાવવા માટે એક ગ્લાસમાં ૪ ચમચી સીરપ લો અને એમાં ઠંડુ પાણી ઉમેરી મિક્ષ કરી લો7) હવે આપણું હોમમેડ પાઇનેપલ સીરપ અને શરબત સર્વિંગ માટે તૈયાર છે

નોંધ – ખાંડ પાઇનેપલની ખટાસ પ્રમાણે ઓછી વધતી કરી શકો, સીરપ ને કાચની બોટલ માં ભરીને બહાર ૧૫ દિવસ અને ફ્રીજમાં ૨-૩ મહિના સુધી સ્ટોર કરી શકો છો જયારે લીંબુ અને મીઠું એડ કરો ત્યારે સીરપ એકદમ ઠંડુ થયેલું હોવું જોઈએ.

સૌજન્ય :  શ્રીજી ફૂડ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
 
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block