આજે આપણે બનાવીશું હોમ મેડ માવો, એ પણ સ્ટેપ બાય સ્ટેપ વિથ ફોટાઓ સાથે તો તૈયાર સહેલીઓ ?

હોમ મેડ માવો.

આજે આપણે ઘરે સરસ દાણાદાર માવો કેવી રીતે બનાવવો તે જોઈશું ,માવો ઘણી બધી ગુજરાતી મીઠાઈ બનાવવામાં વપરાતો હોય છે અને ઘરનો બનાવેલો માવો બહાર કરતાં ચોખ્ખો અને સરસ તૈયાર થાય છે અને તમે આને બનાવીને ફ્રીઝરમાં ૧૫-૨૦ દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો,તો ચાલો એને બનાવવાની રીત પણ જોઈ લઈએ.

સામગ્રી :

1) ૫૦૦મિલિ – ફૂલ ફેટનું દૂધ
2) ૧/૨ કપ – મલાઈ
3) ૧/૪ ચમચી – ઘી

રીત :

1) દૂધને ગાળીને નોન સ્ટીક ના વાસણમાં ગરમ કરવા મૂકી દઈએ

2) હવે તેમાં મલાઈ ઉમેરી દઈએ (મલાઈ ઉમેરવા થી માવો વધુ બને છે અને વાર ઓછી લાગે છે એને બનતા )

3) એને મીડીયમ ગેસ પર ઉકાળવા દઈશું ,વચ્ચે વચ્ચે હલાવતા રહેવું


4) ૧૦ મિનીટ પછી દૂધ આ રીતે ઘટ્ થાય એટલે સતત હલાવવું જેથી તે ચોટે નહી


5) આવું લૂઝ હોય ત્યારે તેમાં ઘી ઉમેરો ,ના ઉમેરો તો પણ ચાલે પરંતુ ઘી ઉમેરવાથી માવા માં એક ચમક આવે સાથે જ થોડું ફેટ એમાં એડ થાય એટલે એનું ફેટ પણ જલ્દી છૂટવા લાગે


6) આ રીતે ગોળા જેવું વળવા લાગે અને ઘી છૂટે એટલે ગેસ બંધ કરી માવા ને એક ડીશ માં લઈ લો

7) એને એકદમ ઠંડો થવા દો.


8) હવે આ માવો ઉપયોગ કરવા માટે કે સ્ટોર કરવા માટે તૈયાર છે ,ઘરના બનેલા માવા માંથી તમે કોઈ પણ મીઠાઈ બનાવશો તો એનો ટેસ્ટ ખૂબજ સરસ લાગે છે

નોધદૂધ ફૂલ ફેટ નું જ લેવું ,અને જો કોઈ પંજાબી સબ્જી માં માવો ઉપયોગ માં લેવો હોય તો જે સમયે ઘી નાખ્યું આવો લૂઝ તમે ઉપયોગ માં લઈ શકો ,માવા ને ફ્રિઝર માં જ સ્ટોર કરવો.

સૌજન્ય : શ્રીજી ફૂડ
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી