હોમમેડ દાબેલી મસાલો – દાબેલી મસાલો હવે બનાવો તમારા ઘરે, એકવાર, દાબેલી ખુબ ટેસ્ટી બનશે

હોમમેડ દાબેલી મસાલો

કચ્છી દાબેલી લગભગ દરેક ને ખૂબ જ ભાવતી હોય છે અને દાબેલી નું સ્ટફિંગ જો ટેસ્ટી અને મસાલેદાર હોય તો દાબેલી ખાવાની મજા આવે ,તો એવું સ્ટફિંગ બનાવવા જોઈએ એનો સ્પેશિયલ મસાલો આ મસાલો માર્કેટ માં તૈયાર મળે છે પણ જો એવો જ મસાલો આપણે ઘરે બનાવીએ તો એ એકદમ ફ્રેશ અને ચોખ્ખો હોય છે સાથે જ દાબેલી પણ ખૂબ જ ટેસ્ટી બને છે.

સામગ્રી :

1) ૧ ચમચી સૂકા ધાણા,
2) ૧ કાળી ઈલાઈચી,
3) ૧/૨ ચમચી જીરું,
4) ૧/૨ ચમચી વરીયાળી,
5) ૪ – લવિંગ,
6) ૧ નાની ચમચી કાળા મરી,
7) ૧ નાનો ટુકડો તજ,
8) ૧ નાની સ્ટાર વરીયાળી,
9) ૧ તમાલપત્ર,
10) ૪-૫ સૂકા મરચા,
11) ૧ ચમચી શેકેલા તલ,
12) ૨ ચમચી સૂકું ટોપરું,
13) ૧ ચમચી કાશ્મીરી મરચું,
14) ૧ ચમચી સંચળ,
15) ૧/૨ ચમચી આમચૂર પાવડર,
16) ૧ ચમચી દળેલી ખાંડ,
17) ચપટી હળદર.

રીત : 

1) એક ફ્રાય પેન માં સૌથી પહેલા ૧-૯ નંબર સુધીની સામગ્રી ને ધીમા ગેસ પર શેકી લો.

2) ધાણા નો થોડો કલર બદલાય એટલે તેમાં સૂકા મરચા એડ કરી ૧ મિનીટ શેકી લો.

3) ગેસ બંધ કરી સુકું ટોપરું મિક્ષ કરી લો

4) નીચે ઉતારી બાકીના બધા મસાલા કરો અને મિક્ષ કરી લો

5) મિક્ષર ના નાના જાર માં લઈ ક્રશ કરી લો

6) આ રીતે સરસ પાવડર બની જશે

7) હવે આપણો ઘર નો બનાવેલો ટેસ્ટી દાબેલી નો મસાલો ઉપયોગ માટે તૈયાર છે આને તમે બોટલ માં ભરી ફ્રિજ માં ૨ મહિના સુધી સ્ટોર કરી શકો છો.

સૌજન્ય :  શ્રીજી ફૂડ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
 
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી