અહી જણાવેલા સામગ્રીના મીક્ષર સાથે તમે ગમે ત્યારે ઘરે જ કેક બનાવી શકશો…

હોમમેડ ચોકલેટ કેક મિક્સ (Homemade Chocolate Cake Mix)

સામગ્રી :

– 2 કપ મેંદો,
– 1+ 1/4 કપ દળેલી ખાંડ,
– 1 ટીસ્પુન બેકીંગ પાવડર,
– 1/2 ટીસ્પુન બેકીંગ સોડા,
– 1/3 કપ મિલ્ક પાવડર,
– 3 ટેબલસ્પુન કોકો પાવડર,
– 2 ટેબલસ્પુન ચોકો ચિપ્સ (Optional),

રીત :

– બધી સામગ્રી 2 વાર ચાળીને મિક્સ કરી લો. બરણીમાં ભરી લો.
– જયારે પણ કેક બનાવવી હોય ત્યારે 180 ડિગ્રી પર 10 મિનિટ માટે ઓવન પ્રીહિટ કરો.
– ચોકલેટ કેક મિક્સમાં 1 કપ બટર, 1 કપ સાધારણ ગરમ પાણી, 1 ટીસ્પુન વેનિલા એસેંસ ઉમેરી કેકનું મિશ્રણ બનાવો.
– ગ્રીઝ કરેલ કેકના મોલ્ડમાં બટર પેપર મૂકી મિશ્રણ રેડી ઉપરથી ચોકો ચીપ્સ ભભરાવી 30-35 મિનિટ માટે બેક કરો.

નોંધ :

– આજ રીતે બીજા ફલેવર્સની કેક બનાવી શકાય. વેનિલા કે પાયનેપલ ફલેવર્સ ની બનાવવી હોય તો કોકો પાવડર ના ઉમેરવો. અને દળેલી ખાંડ નું માપ ઘટાડીને 1 કપ કરવું.
– આ કેક મિક્સ લાંબા સમય સુધી સાચવી શકાય છે.
– વર્કીંગ વુમન માટે ખુબ ઉપયોગી રહેશે.

રસોઈની રાણી : નિશા પ્રજાપતિ (કંપાલા, યુગાંડા)

બનાવીને પેહલા ફોટો પાડજો અને અમને મેસેજ કરજો, શેર કરો આ માહિતી તમારા ફેસબુક પર અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી