લસણ, આદુ ને હળદરથી કરો રોગોનો ઈલાજ, આ રહી ઘરેલુ ટિપ્સ

2196_thumb

ઔષધીય ઝાડ-છોડ આપણા સામાજિક જીવનનો હિસ્સો છે. સદીઓથી આપણે ભારતીય વિભિન્ન વિકારોના ઈલાજ માટે ઔષધીય વનસ્પતિઓનો ઉપયોગ કરતા આવી રહ્યા છીએ. એ વાત અલગ છે કે 21મી સદીમાં કૃત્રિમ રસાયણ આધારિક દવાઓ, જેને એલોપેથીક ડ્રગ્ઝ કહેવામાં આવે છે, તેને ઘણી હદે સામાન્ય લોકોનું અને પારંપરિક ઉપચાર પદ્ધતિથી વિશ્વાસ ઓછો કરી દીધો છે, કારણ ગમે તે હોય પરંતુ સત્યાતા એ છે કે ભાગતી-દોડતી જિંદગીમાં દરેક વ્યક્તિ રફતાથી ચુસ્ત-દુરુસ્ત થવા માગે છે.

એલોપથિક ડ્રગ્સ થોડા સમય માટે એવું શક્ય બનાવે છે, પરંતુ આ ડ્રગ્ઝના સાઈડીફેક્ટની ઘાતક અસરો શરીરને ભોગવવી પડે છે. તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. પારંપરિક ઘરેલું નુસખાની ખાસિયત એ છેકે તેમાં મોટાભાગે જડી-બુટીઓ આપણી આસપાસ બગીચામાં કે રસોડાના કબાટમાં જ મળી જાય છે. આવો જાણીએ કેટલીક જડી-બુટીઓ વિશે જે ખાસ પસંદગીના ફોર્મ્યુલાને….

હળદર અને બરાબર માત્રામાં કાળીમરીનો પાવડર શરીરમાં દુખાવો થાય ત્યારે તેલની સાથે લગાવીને માલિશ કરવાથી આરામ મળે છે.

અસ્થમાના દોરા પડે ત્યારે ગરમ પાણીમાં તુલસીના 5-10 પાન મેળવો અને સેવન કરો, તે શ્વાસ લેવાનુ આસાન બનાવે છે. આ રીતે તુલસીનો રસ, આદુનો રસ અને મધને સમાન માત્રામાં મિશ્રણ દરરોજ એક ચમચી લેવાથી અસ્થમા પીડીતલોકો માટે સારું રહે છે.

ફુદીના પાનનો રસ, તુલસીનો રસ અને મધનું મિશ્રણ મુખ ઉપર લગાવવાથી ઘણી હદે ફોલ્લીઓની સમસસ્યા દૂર થઈ જાય છે.

મેથીના બીજનો પાવડર બનાવીને તેને પાણીમાં મેળવીને પેસ્ટ બનાવવામાં આવે અને ખોપરી ઉપર લગાવાવમાં આવે તો તેનાથી ડેન્ડ્રફ સમાપ્ત થઈ જાય છે. અને બાળ મજબૂત બને છે અને ખરાત નથી.

આદાના કેટલાક ટુકડા(10 ગ્રામ), ધાણાના બીજ (2 ચમચી) અને ગોળ(20 ગ્રામ)ને 2 કપ પાણીમાં નાંખીને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી એક પર રહી જાય. તેને ગર્ભવતી મહિલાઓને આપવામાં આવે છે જેનાથી તેમને પેટમાં અને છાતીમાં થતી બળતરાની ફરિયાદ નથી થતી.

લસણની કળીઓને 40 દિવસસ સુધી મધમાં ડૂબાડીને રાખવામાં આવે અને પછી આ મિશ્રણને એક-એક ચમચી રોજ સેવન કરવાથી હકલાવાની સમસ્યામાં સુધારો થાય છે સાથે જ તેનાથી ગળાના સંક્રમણમાં આરામ મળે છે. આમ તો ગુજરાતના આદિવાસીઓનું માનવું છે કે જો તેનું સેવન એક વર્ષ સુધી લગાતાર કરવામાં આવે તો લ્યુકોડર્મા જેવી બીમારીનો ઈલાજ કરવામાં મદદ મળે છે. લસણની 2 કળીઓનું દરરોજ સેવન કરવામાં આવે તો માતાઓના દૂધનો સ્ત્રાવ સુચારુ રીતે ચાલે છે.

જેતુનું તેલ અને મધની બરાબર માત્રા મેળવીને તેને વાળમાં લગાવવામાં આવે અને તરત જ નહાયા પછી એક ગરમ રૂમાલને માથા ઉપર કવર કરી લેવામાં આવે તો તેનાથી સારું કન્ડિશનરનું કામ થઈ જાય છે.

ડુંગળી અને ગોળને દરરોજ સમાન માત્રામાં સેવન કરવાથી વધતા વજનમાં મદદ મળે છે. ડુંગળીમાં આયરન હોય એટલે એનિમિયાના ઉપચારમાં લાભદાયી રહે છે અને કાચી ડુંગળી ખાવાથી હાર્ટ એટેકની સંભાવનાઓ રહેતી નથી.

મેથીના પત્તાનો તાજો રસ, આદા અને મધને ધીમા તાપે ગરમ કરીને અસ્થમાના દર્દીને આપવામાં આવે તો રોગીને ઘણો આરામ મળે છે.

 

 

ટીપ્પણી