તમારા ઘરમાં જ છે આ બંને વસ્તુઓ જેનાથી તમે તમારી સ્કીનને રાખી શકશો હેલ્ધી…

ઉનાળામાં સુંદરતાનો સૌથી મોટો દુશ્મન તડકો બની જાય છે. સનસ્ક્રીન લોશન લગાવી, મોં પર સ્કાર્ફ બાંધવા છતા ત્વચા ટેનિંગનો શિકાર થઈ જ જાય છે. તડકાના કારણે થયેલી આ સમસ્યાને દૂર કરવા માટે વારંવાર પાર્લરમાં જવું પણ શક્ય બનતું નથી. જો કે ટેનિંગની સમસ્યાને દૂર કરવા માટે એક ઘરગથ્થુ ઉપાય અમલમાં મુકી શકાય છે. આ ઉપાય કરવામાં પાર્લર જેટલો ખર્ચ પણ થતો નથી.ત્વચાની ટેનિંગને દૂર કરવાનો ઉત્તમ રસ્તો છે લીંબૂ અને ખાંડનું મિશ્રણ. લીંબૂ ટેનિંગને દૂર કરી ત્વચાના રોમછીદ્રોને ખુલ્લા કરી સાફ કરે છે. જ્યારે ખાંડની વાત કરીએ તો ખાંડ એક્સફોલિઅટિંગ એજન્ટનું કામ કરે છે. આ બંને વસ્તુનો એકસાથે ઉપયોગ કરવાથી બમણો લાભ મળે છે.

લીંબૂ અને ખાંડનું સ્ક્રબત્વચા માટે લીંબૂ અને ખાંડનું સ્ક્રબ ઉત્તમ સાબિત થાય છે. તેને બનાવવા માટે એક બાઉલમાં 3 ચમચી ખાંડ લેવી, તેમાં 1 ચમચી ઓલિવ ઓઈલ, 1 ચમચી મધ અને અડધા લીંબૂનો રસ ઉમેરવો. આ સામગ્રીને સારી રીતે મીક્ષ કરવી અને ચહેરા પર લગાવી અને મસાજ કરવી. 10થી 15 મિનિટ સુધી ચહેરા અને ગળા પર મસાજ કર્યા બાદ હુંફાળા પાણીથી ચહેરો સાફ કરી લેવો. ચહેરો સાફ કરી અને મોશ્ચુરાઈઝર લગાવી લેવું. આ ઉપાય સપ્તાહમાં એકવાર અચૂક કરવો. આમ કરવાથી ઉનાળામાં પણ તમારી ત્વચા ટેનિંગમુક્ત રહેશે.

લીંબૂ-ખાંડથી થતાં લાભલીંબૂમાં વિટામીન સી હોય છે જેના કારણે એજિંગની સમસ્યા દૂર થાય છે અને તેનાથી ત્વચાનો વાન પણ ખીલે છે. ખાંડના કારણે ત્વચા પરના મૃતકોષ દૂર થાય છે. આ સ્ક્રબમાં ઉમેરેલા ઓલિવ ઓઈલથી ત્વચા ડ્રાય થતી નથી અને તેને જરૂરી પોષણ પણ મળે છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક બ્યુટી ટીપ્સ વાંચવા અને જાણવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી